ગઈ કાલે યોજાયેલી વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૧૧મી રાષ્ટ્રીય મૅરથૉનમાં ૧૪,૦૦૦ની આસપાસ દોડવીરો સહભાગી થયા હતા. એમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છવાઈ ગયા હતા. મૅરથૉનમાં સહભાગી થવા ઘાટકોપર, મલાડ, બોરીવલી, ભાઈંદર, ચર્ની રોડ, ઉત્તર પ્રદેશ વગેરે ઠેકાણેથી દોડવીરો આવ્યા હતા. આવા દોડવીરો સાથે ‘મિડ-ડે’એ ખાસ વાતચીત કરીને તેમનો મૅરથૉનનો અનુભવ જાણ્યો હતો.
11 December, 2023 09:00 IST | Mumbai | Priti Khuman Thakur