Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Viral

લેખ

જીમની અંદરના સીસીટીવી કૅમેરામાં મારપીટની ઘટના કેદ થઈ હતી (તસવીર: મિડ-ડે)

ગોરેગાંવ: જિમમાં ટ્રાઇસેપ્સને લઈને થયો ઝઘડો, રૉડ વડે મારપીટ થતાં એક વ્યક્તિ ઘાયલ

Goregaon Gym Brawl: આ દરમિયાન મુથ્થુના બે મિત્રો, લવ શિંદે અને કાર્તિક અમીન પણ ઝઘડામાં જોડાયા અને ત્રણેયે મળીને મિશ્રા પર હુમલો કર્યો. ત્યારબાદ મુથ્થુએ મિશ્રાના માથા પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો જેને લીધે પીડિતને અનેક ઇજાઓ થઈ છે.

29 March, 2025 05:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં

પોતાની સાથે પણ બ્લુ ડ્રમવાળો કાંડ ન થાય,ડરે પતિએ પત્નીનાં પ્રેમી સાથે લગ્ન

૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં એનો કિસ્સો ચર્ચામાં છે

29 March, 2025 12:36 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના પંઢરપુરના આયુર્વેદ ડૉક્ટર રામ હરિ કદમે પણ આવો જ નુસખો પોતાની કાર સાથે કર્યો છે

૧૫ લાખ રૂપિયાની કાર પર ગોબરનું લીંપણ કરી નાખ્યું પંઢરપુરના એક આયુર્વેદ ડૉક્ટરે

ગોબરના લીંપણને કારણે અંદરની હીટિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. ડૉ. રામ હરિ કદમે ૧૫ લાખ રૂપિયાની કીમતી મહિન્દ્ર XUV 300 કારને ગોબર-કોટ કરી છે. 

29 March, 2025 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનની બસનો એક મહિલા કન્ડક્ટરનો વિડિયો વાઇરલ થયો છે

ખીચોખીચ ભરેલી બસમાં મહિલા કન્ડક્ટરે સીટો ઠેકીને ઉભડક બેસીને ટિકિટ કાપી

લેડી કન્ડક્ટર સીટોના હૅન્ડલ પર પગ મૂકી બૅલૅન્સ જાળવીને બસના ખૂણે-ખૂણે જઈને ટિકિટ આપતી હોવાનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ સરાહના પામ્યો છે

29 March, 2025 12:27 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રવિ કિશન અને આમિર ખાન

Video: `લાપતા લેડીઝ` માટે આમિર ખાને પણ આપ્યું હતું ઓડિશન પણ તે રોલ આખરે...

Aamir Khan auditioned for Laapataa Ladies: લાપતા લેડીઝમાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરની ભૂમિકા માટે આમિર ખાનને પણ ઓડિશન આપ્યું હતું જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમિર ખાન ટોકીઝે તેને તેની કાસ્ટિંગ ડાયરીઝ હેઠળ રજૂ કર્યું છે.

29 March, 2025 07:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લોકસભામાં રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાનો ચહેરો પકડ્યો

લોકસભામાં રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાનો ચહેરો પકડ્યો એને લીધે થયો હોબાળો

લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીને આપી શિષ્ટાચાર જાળવવાની સલાહ

29 March, 2025 06:46 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદીની ગીબલી આર્ટ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

શું છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો સ્ટુડિયો ગીબલી આર્ટ ટ્રેન્ડ?

Ghibli Art Trend: AI દ્વારા સર્જાયેલ ઇમેજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને, સ્ટુડિયો ગીબલી (Studio Ghibli) ઇમેજ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. AIની મદદથી બનેલી આ કલાત્મક તસવીરોમાં હાયાઓ મિયાઝાકીની પ્રખ્યાત ફિલ્મોની ઝલક જોવા મળે છે.

29 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પતિએ પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવ્યાં બે બાળકોની જવાબદારી પોતે ઉપાડી લીધી

પતિએ પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવ્યાં બે બાળકોની જવાબદારી પોતે ઉપાડી

બબલુ રાધિકા અને વિકાસને લઈ જઈને સોગંદનામું કરાવ્યું અને પછી પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી. ત્યાર બાદ બન્નેનાં લગ્ન શિવ મંદિરમાં થયાં હતાં. આ લગ્નમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો.

29 March, 2025 06:44 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ફોટા

જીત અદાણી અને દિવા શાહનાં લગ્નનું મેન્યૂ

જીત અદાણી-દિવા શાહના લગ્નનું મેન્યૂ ચર્ચામાં! તમે આ ડિશોનું નામ સાંભળ્યું`તુ?

તાજેતરમાં જ અમદાવાદ ખાતે શાંતિગ્રામ ટાઉનશિપમાં ગૌતમ અદાણીનાં પુત્ર જીતનાં લગ્ન લેવાયાં. જીત અને દિવા શાહનાં આ લગ્નપ્રસંગની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર, મિત્ર-વર્તુળ અને નજીકનાં જ પરિવારજનો વચ્ચે થયેલા આ લગ્ન સિમ્પલ છતાં પરંપરાગત રીતે ઉજવાયાં. ખાસ, એમાં આકર્ષક રહ્યું મેન્યૂ. આ લાંબુ લચક મેન્યૂ-કાર્ડ જેટલું જોવામાં રોચક છે એટલું જ તે વાંચવામાં પણ છે. ઘણાએ તો આને `વિચિત્ર મેન્યૂ`નું લેબલ પણ આપી દીધું હતું. તો, આવો જાણીએ ને જોઈએ એવું તો શું છે આ મેન્યૂમાં!

09 February, 2025 10:42 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
લુધિયાનામાં દલિત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત કરવામાં આવ્યો હતી, જેને લીધે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

પંજાબમાં ડૉ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાના વિરોધમાં અનેક શહેર બંધ, જુઓ તસવીરો

પંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં  આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)

28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દેશ-દુનિયામાં ઘટેલી આ વિચિત્ર ઘટનાઓ છે ગજબની!

અહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.

22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દુનિયામાં ગઈકાલે ઘટેલી આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ તમે જાણો છો?

દેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.

17 January, 2025 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દુનિયામાં થયેલી આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ તમે જાણો છો?

દેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.

04 January, 2025 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુરક્ષા વચ્ચે સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન (તસવીર: મિડ-ડે)

બાપરે! આટલી કડક સુરક્ષા સાથે મુંબઈમાં સલમાન ખાને કર્યું મતદાન, જુઓ તસવીરો

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે. સવારથી જ મતદાન મથકની બહાર નાગરિકોની લાઈનો જોવા મળી રહી છે. બૉલિવૂડ ફિલ્મોના અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. અભિનેતા સલમાન ખાને પણ કડક સુરક્ષા વચ્ચે મતદાનના કર્યું હતું. (તસવીર: મિડ-ડે)

20 November, 2024 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી.

બિઅર્ડને કારણે બબાલ થાય?

થોડા દિવસો પહેલાં જ ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થતાં જ પુરુષો દાઢીમાં સારા લાગે કે દાઢી વગર એવી ડિબેટ શરૂ થઈ ગઈ. એક તરફ સેલિબ્રિટીઝમાં બિઅર્ડેડ લુક હૉટ છે ત્યારે ક્લીન શેવ લુક માટે મહિલાઓ અભિયાન ચલાવે એ બન્ને વાત કંઈ વિરોધાભાસી ન લાગે? અમે કેટલાંક કપલને જ પૂછ્યું કે શું પતિની દાઢીને લઈને પત્નીઓ ખુશ છે કે તેમને ત્યાંય બબાલ થાય છે? વાંચી લો યુગલોની હળવીફૂલ નોકઝોંકભરી વાતો  થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહિલાઓએ એવા મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું કે એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. આ મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર ઊતરી હતી. આનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિવિધ મુદ્દે વિરોધ-પ્રદર્શન થતાં હોય છે, પણ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથેનું આ અજીબોગરીબ પ્રદર્શન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આમ તો ક્લીન શેવ વર્સસ બિઅર્ડના મુદ્દે અવારનવાર ડિબેટ થતી રહી છે. ઘણી મહિલાઓને પુરુષોની ક્લીન અને સ્મૂધ દાઢી વધુ પસંદ હોય છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે દાઢી રાખવાવાળા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધુ પ્રભાવી લાગે છે. એટલે મહિલાઓ તેમનાથી વધુ આકર્ષિત થાય છે. એમાં પણ આજની યંગ જનરેશનમાં બિઅર્ડનો ક્રેઝ વધુ જોવા મળે છે. એવામાં આ મહિલાઓની ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડે ફરી લોકોમાં દાઢી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ મુદ્દે વિવાદનો મધપૂડો છેડ્યો છે. આજે એવાં કેટલાંક કપલ સાથે વાતચીત કરીને જાણીએ કે શું તેમના વચ્ચે પણ દાઢીને લઈને ઘરમાં રકઝક થાય છે? તેમનો શું એક્સ્પીરિયન્સ રહ્યો છે?

13 November, 2024 06:10 IST | Indore | Heena Patel
આર્યન બન્યો અનાયા (તસવીરો: અનાયા બાંગર સોશિયલ મીડિયા)

પૂર્વ ક્રિકેટરના દીકરાએ કરાવ્યું સેક્સ ચેન્જ ઑપરેશન, જુઓ તેનું આ ટ્રાન્સફોર્મેશન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને બૅટિંગ કોચ સંજય બાંગરના દીકરા આર્યન બાંગરેએ ઑપરેશન વડે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે. આર્યને લિંગ પરિવર્તનના પહેલા અને પછીની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આર્યને લિંગ પરિવર્તન કરાવતા તેણે પોતાનું નામ પણ બદલીને અનાયા કરી દીધું છે. તેની આ તસવીરોથી સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. (તસવીરો: અનાયા બાંગર સોશિયલ મીડિયા)

11 November, 2024 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
કુણાલ કામરાના વિવાદ પર મુખ્યમંત્રી ફડણવીસે એકનાથ શિંદેને ટેકો આપ્યો

કુણાલ કામરાના વિવાદ પર મુખ્યમંત્રી ફડણવીસે એકનાથ શિંદેને ટેકો આપ્યો

કુણાલ કામરા વિવાદ પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાયબ સીએમ એકનાથ શિંદેનો બચાવ કર્યો અને કુણાલ કામરા પાસેથી માફીની માંગ કરી. તેમણે વધુમાં કહ્યું કે લોકોના જનાદેશે બતાવ્યું છે કે કોણ દેશદ્રોહી છે અને કોણ નથી.

24 March, 2025 05:21 IST | Mumbai
દારૂ પીધો નહોતો, ખાડાને કારણે અકસ્માત થયો: વડોદરા રોડ રેજના આરોપી રક્ષિતનો દાવો

દારૂ પીધો નહોતો, ખાડાને કારણે અકસ્માત થયો: વડોદરા રોડ રેજના આરોપી રક્ષિતનો દાવો

વડોદરા રોડ રેજ કેસ અંગે ચોંકાવનારી માહિતીમાં, 15 માર્ચે આરોપી રક્ષિત રવિશ ચૌરસિયાએ દાવો કર્યો હતો કે એક મહિલાના મૃત્યુ અને ચાર ઘાયલ થયેલા અકસ્માત પાછળનું કારણ રસ્તા પરનો ખાખાડો હતો. રક્ષિતે કહ્યું, "અમે સ્કૂટીની આગળ જઈ રહ્યા હતા, તે વખતે જમણે વળતાં ત્યાં ખાડો હતો. જ્યારે અમે જમણે વળી રહ્યા હતા ત્યારે એક સ્કૂટી અને એક કાર હતી... કાર બીજા વાહનને થોડી ટચ ગઈ અને એરબેગ અચાનક ખુલી ગઈ, જેથી અમને કઈ દેખાતું નહોતું અને કાર નિયંત્રણ બહાર ગઈ". વધુમાં, રક્ષિતે દાવો કર્યો છે કે તે 50 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને નશામાં નહોતો. તેણે એમ પણ ઉમેર્યું હતું કે તે હોલિકા દહન ઉજવણી માટે ગયો હતો અને તેણે કોઈ પાર્ટી કરી ન હતી.

15 March, 2025 04:50 IST | Vadodara
મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, જેમાં ઋષિઓ અને સંતો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. આવું જ એક આકર્ષણ છે `કાંટે વાલે બાબા` (રમેશ કુમાર માંઝી), જે કાંટાના પલંગ પર કોઈ પીડા વિના સૂઈ જાય છે, આ પ્રથા તે 40-50 વર્ષથી કરી રહ્યા  છે.તે માને છે કે તે તેના ગુરુ અને ભગવાનનો આશીર્વાદ છે. આ કાર્યક્રમ દરમિયાન, ફીજી, ફિનલેન્ડ, યુએઈ અને શ્રીલંકા સહિત 10 દેશોના 21 સભ્યોના પ્રતિનિધિમંડળે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તેઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને શહેરના વારસાનું અન્વેષણ કરશે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં મુખ્ય સ્નાન તારીખો ૨૯ જાન્યુઆરી, ૩, ૧૨ અને ૨૬ ફેબ્રુઆરી છે.

16 January, 2025 06:17 IST | Prayagraj
મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

"IIT બાબા" તરીકે જાણીતા અભય સિંહ, IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જે સાધુ બન્યા હતા. તેમણે વૈજ્ઞાનિકોને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કાર્યક્રમોમાંના એક મહા કુંભ મેળા 2025 માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આ અનોખા આમંત્રણ દ્વારા, અભય સિંહ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાની આશા રાખે છે. તેમનો ધ્યેય વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક સાધકો બંનેને સમજવામાં મદદ કરવાનો છે કે આ બે ક્ષેત્રો એકબીજાને કેવી રીતે જોડી શકે છે અને એકબીજાના પૂરક બની શકે છે. આ કાર્યક્રમ બંને વિશ્વના લોકોને વૈજ્ઞાનિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન વચ્ચેના ઊંડા સંબંધને શોધવાની તક પૂરી પાડશે. આ દ્રષ્ટિકોણને એક કરીને, તેમનું માનવું છે કે લોકો જીવન અને બ્રહ્માંડની વધુ સમૃદ્ધ, વધુ સર્વાંગી સમજ મેળવી શકે છે.

16 January, 2025 04:17 IST | Prayagraj
જુઓઃ ઈન્ટરનેટ પર વાયરલ થઈ વડાપ્રધાન તરીકે મનમોહન સિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ

જુઓઃ ઈન્ટરનેટ પર વાયરલ થઈ વડાપ્રધાન તરીકે મનમોહન સિંહની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ

વડા પ્રધાન તરીકે મનમોહન સિંહની અંતિમ પ્રેસ કોન્ફરન્સ તેના પ્રતિબિંબિત સ્વર અને મુખ્ય સંદેશાઓને કારણે ઓનલાઈન વાયરલ થતાં નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાએ તેમના કાર્યકાળનો અંત ચિહ્નિત કર્યો, જેમાં તેમના વારસા અને નેતૃત્વ શૈલી પર ચર્ચાઓએ વ્યાપક રસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા જગાવી.

27 December, 2024 04:28 IST | New Delhi
રાહાએ પાપારાઝીને ફ્લાઇંગ કિસ આપતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આપી સ્માઇલ

રાહાએ પાપારાઝીને ફ્લાઇંગ કિસ આપતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આપી સ્માઇલ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની પુત્રી રાહા સાથે કપૂર પરિવારના વાર્ષિક ક્રિસમસ લંચમાં હાજરી આપી હતી, જેમણે પાપારાઝીને ખુશખુશાલ અભિવાદન કર્યું હતું. રાહાનો ચહેરો જાહેર થયાને એક વર્ષ થઈ ગયું છે. રણબીર પટ્ટાવાળા શર્ટ અને સફેદ ટ્રાઉઝરમાં ડેશિંગ દેખાતો હતો, જ્યારે આલિયા મેચિંગ બો સાથે લાલ સાટિન ડ્રેસમાં રેડિયેટ થઈ હતી. કુણાલ કપૂરના ઘરે દર વર્ષે આયોજિત ઉત્સવની બ્રંચ, કપૂર પરિવારમાં એક પ્રિય પરંપરા છે, જેમાં નીતુ કપૂર, અરમાન જૈન, રણધીર કપૂર, અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી નંદા અને પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ઉજવણી કરવા માટે જોડાય છે.

26 December, 2024 04:31 IST | Mumbai
“નરેન્દ્ર-દેવેન્દ્ર કા ફોર્મ્યુલા”, PM મોદી, ફડણવીસની જૂની ટિપ્પણી વાયરલ

“નરેન્દ્ર-દેવેન્દ્ર કા ફોર્મ્યુલા”, PM મોદી, ફડણવીસની જૂની ટિપ્પણી વાયરલ

દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતી પીએમ નરેન્દ્ર મોદીની જૂની ક્લિપ વાયરલ થઈ છે. તેમણે કહ્યું કે ‘દિલ્હીમાં નરેન્દ્ર અને મુંબઈમાં દેવેન્દ્ર’એ સારા પરિણામો દર્શાવ્યા છે.

04 December, 2024 05:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK