Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vile Parle

લેખ

લતા ગાલા (ઉપર ડાબે), દીપા શાહ(ઉપર જમણે), રેખા પાનસુરિયા(નીચે ડાબે), અંજલિ દોઢીયા(નીચે જમણે)

હેં!? પરણેલી દીકરીની મમ્મીઓ છે આ બધી?

કોઈ વિશેષ કૅર કે પછી જિમ કે પછી વારંવાર પાર્લરના આંટા માર્યા વિના આ મમ્મીઓ ૫૦ વર્ષની ઉંમરમાં પણ યંગ લાગે છે અને પોતાની દીકરીની મોટી બહેન અથવા તો બહેનપણી જેવી લાગે છે

19 March, 2025 02:10 IST | Mumbai | Darshini Vashi
વિલે પાર્લે-વેસ્ટમાં ગોલ્ડન ટબૅકો પાસેની ફુટપાથ પર સૂઈ રહેલા આધેડ પર આ JCBનું ટાયર ફરી વળ્યું હતું. (તસવીર: સતેજ શિંદે)

વિલે પાર્લેમાં ફુટપાથ પર સૂતેલા આધેડ પર JCB ફરી વળ્યું

ઘટનાની જાણ થતાં જ JCBનો ડ્રાઇવર અને ક્લીનર ઘાયલ વ્યક્તિને મદદ કરવાને બદલે ત્યાંથી JCB લઈને ભાગી ગયા હતા

18 March, 2025 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતાપ સરદેસાઈ

અકસ્માત કરનારા કાર-ડ્રાઇવરે ડ્રગ્સનો નશો કર્યો છે કે નહીં એ પણ હવે ખબર પડશે

એના માટે નવાં મશીન ખરીદવાની પરિવહનપ્રધાન પ્રતાપ સરદેસાઈએ કરી જાહેરાત

12 March, 2025 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિવારજનો સાથે સ્થાનિક રહેવાસીઓએ કાઢી પીસ-માર્ચ

બે ગુજરાતી યુવાનોના મૃત્યુની યોગ્ય તપાસ ન થતી હોવાથી પરિવારજનોએ કાઢી પીસ-માર્ચ

વિલે પાર્લે ગાવઠણમાં રહેતા બે ગુજરાતી યુવાનો હર્ષ મકવાણા અને માનવ પટેલના ગુરુવારે મધરાત બાદ થયેલા અકસ્માતમાં મોત થયા બાદ પોલીસ આ કેસમાં હળવા હાથે કામ લઈ રહી હોવાનો આક્ષેપ તેમના પરિવાર અને સમાજના મોભીઓએ કર્યો છે.

12 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા આયોજિત હાટકેશ જયંતીની ઉજવણી

મુંબઈનાં નાગરોએ પરંપરાગત રીતે ઊજવી હાટકેશ જયંતી, આ તસવીરો પૂરે છે સાક્ષી

શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા છેલ્લા ઓગણસાઠ વર્ષથી હાટકેશજયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ૬ઠી એપ્રિલના રોજ વિશેષ પાટોત્સવનું આયોજન સંપન્ન થયું. જેમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. ભજનથી માંડીને ભોજનમાં પણ નાગરી પરંપરાનું પાલન કરાયું હતું.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું આદરણીય કનુભાઈ સૂચકને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મુંબઈમાં પોતાના ઘરને `સાહિત્યનો ચોરો` બનાવનાર સાહિત્યપ્રેમી કનુ સૂચક

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક.` આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. આજે આપણે વાત કરવાની છે આદરણીય કનુભાઈ સૂચક અને તેમણે મુંબઈમાં આગળ ધપાવેલી શુદ્ધ સાહિત્યિક સંસ્થા `સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ`ની. છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સંસ્થાનો ઇતિહાસ, તેની કાર્યપ્રણાલી અને કનુભાઈ સૂચકની નેતૃત્વશક્તિની વાતો, આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારી છે. તો આવો, કનુભાઈએ ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાગોળેલી વાતોનાં સંસ્મરણોને મમળાવીએ.

19 March, 2025 02:28 IST | Mumbai | Dharmik Parmar
ફાર્બસ ગુજરાતી સભાના વ્યાપન પ્રકલ્પ અને શ્રી કીર્તન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નાટ્યલેખન અને અભિનયના અનોખા અવસરનું આયોજન.

ઉત્પલ સંઘવી સ્કુલના આંગણે યોજાયો નાટ્ય લેખન અને અભિનયનો એક અનોખો અવસર

ફાર્બસ ગુજરાતી સભા અને MTB આર્ટસ કૉલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત નવલિકાકાર અને નાટ્યકાર  મધુ રાય સાથે સંવાદ કાર્યક્રમમાં એમ.એ.ની બે વિદ્યાર્થિનીઓ કુશાંગી દરેક અને ધારા ગાંધીએ મધુ રાયની બે વાર્તાઓનું ભાવવાહી પઠન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. બકુલ ટેલર અને રવીન્દર પારેખે મધુ રાય સાથે રસપ્રદ સંવાદ રચી મધુ રાયના વ્યક્તિત્વને અને કાર્યને ઉજાગર કરી અને મધુ રાયના જવાબોથી સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રા.પારેખ શુક્લ અને હિના દેસાઈએ ઔપચારિકતા વિધિવત નિભાવી હતી.

02 February, 2025 12:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન

આ રીતે પણ થર્ટીફર્સ્ટ ઊજવાય

થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન એટલે ડ્રિન્ક્સ ખાણી-પીણી  અને ડાન્સ. જોકે વર્ષની છેલ્લી ઘડીઓમાં દારૂ પીને ટલ્લી થઈ જવું અને નવા વર્ષનો સૂર્યોદય એ હૅન્ગઓવર ઉતારવામાં કાઢવો એ ભારતીય સંસ્કૃતિને છાજે એવું જરાય નથી. જૂના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનને કંઈક અર્થપૂર્ણ રીતે મનાવવા માટે કોઈક સામાજિક કે ધાર્મિક સદ્પ્રવૃત્તિ કરે છે તો કોઈક કુદરતમાં ઓતપ્રોત થઈને અંતરમનમાં ઝાંકવાની કોશિશ કરે છે. રાજુલ ભાનુશાલી, દર્શિની વશી અને જિગીષા જૈન શોધી લાવ્યાં છે એવા લોકોને જેઓ આ ન્યુ યર સેલિબ્રેશન દરમ્યાન પણ ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરે એવી ઉજવણીઓ કરે છે.

31 December, 2024 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટેલા વિલેપાર્લેના આ મહાદેવ, જાણો મહિમા

પીપળાના વૃક્ષમાંથી સ્વયંભૂ પ્રગટેલા વિલેપાર્લેના આ મહાદેવ, જાણો મહિમા

આ શ્રાવણ મહિનામાં મુંબઈના પ્રતિષ્ઠિત શિવ મંદિરો વિશે જાણો. વિલે પાર્લેના શિવ મંદિરની રસપ્રદ વાર્તા અહીં આપવામાં આવી છે. જ્યાં ભારે તોફાન દરમિયાન પીપળાના બે વૃક્ષોમાંથી એક પડી ગયું હતું. ત્યારબાદ એક શિવલિંગ દેખાયું હતું. આવો આ અનોખા શિવ મંદિરની મુલાકાતે જઈએ.

21 August, 2023 05:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK