Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Videos

લેખ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

માનતા પૂરી કરવા સળગતા કોલસા પર દોડ્યો, પણ અધવચ્ચે જ પડી જતાં દાઝવાથી મૃત્યુ થયું

સાઉથ ઇન્ડિયન પરંપરાઓમાં અનેક મંદિરો અને તહેવારો દરમ્યાન પ્રભુને રીઝવવા માટે શરીરને કષ્ટ પડે એવી માનતાઓ લેવામાં આવે છે અને જે-તે કામ પૂરું થાય એટલે એ માનતા પૂરી કરવામાં આવે છે.

17 April, 2025 01:05 IST | Chennai | Gujarati Mid-day Correspondent
શેફ તાડાયોશી યામાદા અને લક્ઝુરિયસ આઇસક્રીમ

વિશ્વનો સૌથી મોંઘો આઇસક્રીમ: એક સ્કૂપ આઇસક્રીમના ૫.૨૩ લાખ રૂપિયા

આઇસક્રીમમાં ચપટીક સોનાનો વરખ ઉમેરીને એને મોંઘોદાટ કરીને વેચનારાં અનેક તિકડમો ચીનની રેસ્ટોરાંઓમાં જોવા મળે છે. જોકે જપાનની આઇસક્રીમ બ્રૅન્ડ સિલાટો દ્વારા બનાવાયેલો બ્યાકુયા નામનો આઇસક્રીમ વિશ્વનો સૌથી મોંઘો આઇસક્રીમ હોવા ઉપરાંત હટકે પણ છે.

17 April, 2025 01:05 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
દુલ્હા-દુલ્હનને શિવ-પાર્વતીના સ્વરૂપમાં

પોતાનાં લગ્નમાં દુલ્હો બન્યો ડમરુ અને ત્રિશૂળધારી શિવ,પાર્વતી રૂપમાં સજી દુલ્હન

સોશ્યલ મીડિયા પર એક કપલે સાધારણ દુલ્હા-દુલ્હનને બદલે શિવ-પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્વતીના રૂપમાં દુલ્હન તો સુંદર લાગતી જ હતી, પરંતુ દુલ્હાએ લગ્નની શેરવાનીને બદલે ભગવાન શિવનું રૂપ ધારણ કરવા ડમરુ અને ત્રિશૂળ હાથમાં ધારણ કરેલાં છે.

17 April, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

બાથરૂમમાં શાવર બેસાડવાના પૈસા ન હોય તો મફતમાં ગૅસ-સ્ટવનો જુગાડ

ભારતીયો જુગાડ કરવામાં માહેર છે. એનો વધુ એક નમૂનો છે ઘરેલુ ચીજોમાંથી બાથરૂમના શાવરનો જુગાડ. @maximam_manthan નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક ભાઈ બાથરૂમમાં નહાઈ રહ્યા છે.

17 April, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

સિગારેટ પીવાથી તાવ મટી જશે એમ કહીને ડૉક્ટર ચાર વર્ષના બાળકને કશ ખેંચતાં શીખવે છે

ઉત્તર પ્રદેશના ઝાલોનમાં એક પબ્લિક હેલ્થ સેન્ટરને હચમચાવી નાખે એવી ઘટના બહાર આવી છે. આ હેલ્થ-સેન્ટરમાં ડૉક્ટર બાળકનો તાવ ઉતારવા માટે સિગારેટ પીવાનું કહે છે અને કેવી રીતે પીવી એ શીખવે પણ છે.

17 April, 2025 01:05 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

આટલી આળસ? સોસાયટીની બીજી વિન્ગમાં સામાન મોકલવા પોર્ટરનો ડિલિવરી બૉય બોલાવ્યો

ચેતન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડિયો શૅર કર્યો છે. આ ભાઈ પોતે કન્ટેન્ટ ક્રીએટર તો છે, પણ સાથે ઑનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરે છે. તાજેતરમાં ચેતન પોર્ટર કંપની માટે કામ કરી રહ્યો છે અને તેને મળેલા ડિલિવરીના એક ઑર્ડરની વાત તેણે શૅર કરી

17 April, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અને દીપિકાનું નવું ઘર

રણવીર અને દીપિકાનું ૧૦૦ કરોડનું નવું ઘર બનીને તૈયાર

તેમનો અપાર્ટમેન્ટ શાહરુખ ખાનના મન્નતની સાવ નજીક છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં દીકરી દુઆ સાથે તેમના બાંદરામાં બૅન્ડસ્ટૅન્ડમાં બની રહેલા નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. હાલમાં આ અપાર્ટમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

17 April, 2025 10:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંઈ દર્શન કુમાર અને ડૉલી ચાયવાલો

યે ડૉલી ચાયવાલા અમ્પાયર કૈસે બન ગયા?

રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની મૅચ દરમ્યાન અમ્પાયરને જોઈને કેટલાક લોકો ચોંકી ગયા હતા. ઘણા લોકોને અમ્પાયર સાંઈ દર્શન કુમારનો ચહેરો ડૉલી ચાયવાલા જેવો લાગતાં સોશ્યલ મીડિયા પર લોકો પૂછવા લાગ્યા કે ‘ડૉલી ચાયવાલો ક્યારથી અમ્પાયર બની ગયો?’

17 April, 2025 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

લુધિયાનામાં દલિત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત કરવામાં આવ્યો હતી, જેને લીધે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

પંજાબમાં ડૉ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાના વિરોધમાં અનેક શહેર બંધ, જુઓ તસવીરો

પંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં  આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)

28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દેશ-દુનિયામાં ઘટેલી આ વિચિત્ર ઘટનાઓ છે ગજબની!

અહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.

22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દુનિયામાં ગઈકાલે ઘટેલી આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ તમે જાણો છો?

દેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.

17 January, 2025 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુરક્ષા વચ્ચે સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન (તસવીર: મિડ-ડે)

બાપરે! આટલી કડક સુરક્ષા સાથે મુંબઈમાં સલમાન ખાને કર્યું મતદાન, જુઓ તસવીરો

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે. સવારથી જ મતદાન મથકની બહાર નાગરિકોની લાઈનો જોવા મળી રહી છે. બૉલિવૂડ ફિલ્મોના અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. અભિનેતા સલમાન ખાને પણ કડક સુરક્ષા વચ્ચે મતદાનના કર્યું હતું. (તસવીર: મિડ-ડે)

20 November, 2024 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી.

બિઅર્ડને કારણે બબાલ થાય?

થોડા દિવસો પહેલાં જ ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થતાં જ પુરુષો દાઢીમાં સારા લાગે કે દાઢી વગર એવી ડિબેટ શરૂ થઈ ગઈ. એક તરફ સેલિબ્રિટીઝમાં બિઅર્ડેડ લુક હૉટ છે ત્યારે ક્લીન શેવ લુક માટે મહિલાઓ અભિયાન ચલાવે એ બન્ને વાત કંઈ વિરોધાભાસી ન લાગે? અમે કેટલાંક કપલને જ પૂછ્યું કે શું પતિની દાઢીને લઈને પત્નીઓ ખુશ છે કે તેમને ત્યાંય બબાલ થાય છે? વાંચી લો યુગલોની હળવીફૂલ નોકઝોંકભરી વાતો  થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહિલાઓએ એવા મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું કે એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. આ મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર ઊતરી હતી. આનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિવિધ મુદ્દે વિરોધ-પ્રદર્શન થતાં હોય છે, પણ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથેનું આ અજીબોગરીબ પ્રદર્શન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આમ તો ક્લીન શેવ વર્સસ બિઅર્ડના મુદ્દે અવારનવાર ડિબેટ થતી રહી છે. ઘણી મહિલાઓને પુરુષોની ક્લીન અને સ્મૂધ દાઢી વધુ પસંદ હોય છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે દાઢી રાખવાવાળા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધુ પ્રભાવી લાગે છે. એટલે મહિલાઓ તેમનાથી વધુ આકર્ષિત થાય છે. એમાં પણ આજની યંગ જનરેશનમાં બિઅર્ડનો ક્રેઝ વધુ જોવા મળે છે. એવામાં આ મહિલાઓની ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડે ફરી લોકોમાં દાઢી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ મુદ્દે વિવાદનો મધપૂડો છેડ્યો છે. આજે એવાં કેટલાંક કપલ સાથે વાતચીત કરીને જાણીએ કે શું તેમના વચ્ચે પણ દાઢીને લઈને ઘરમાં રકઝક થાય છે? તેમનો શું એક્સ્પીરિયન્સ રહ્યો છે?

13 November, 2024 06:10 IST | Indore | Heena Patel
આર્યન બન્યો અનાયા (તસવીરો: અનાયા બાંગર સોશિયલ મીડિયા)

પૂર્વ ક્રિકેટરના દીકરાએ કરાવ્યું સેક્સ ચેન્જ ઑપરેશન, જુઓ તેનું આ ટ્રાન્સફોર્મેશન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને બૅટિંગ કોચ સંજય બાંગરના દીકરા આર્યન બાંગરેએ ઑપરેશન વડે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે. આર્યને લિંગ પરિવર્તનના પહેલા અને પછીની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આર્યને લિંગ પરિવર્તન કરાવતા તેણે પોતાનું નામ પણ બદલીને અનાયા કરી દીધું છે. તેની આ તસવીરોથી સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. (તસવીરો: અનાયા બાંગર સોશિયલ મીડિયા)

11 November, 2024 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપના ઘરે થયું દિવાળી સેલિબ્રેશન (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos સવારે 5 વાગ્યા સુધી ચાલી આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપની દિવાળી પાર્ટી

બૉલિવૂડ કપલ આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપે મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના ફ્રેન્ડ્સ માટે એક ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આયુષ્માન અને તાહિરાની આ પાર્ટીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સ્ટાર્સની આ દિવાળી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

26 October, 2024 04:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાંચો વિગતે

અજબ ગજબ: વાંચો દેશ-દુનિયાના ચિત્ર-વિચિત્ર સમાચાર એક ક્લિકમાં

દેશ-દુનિયાના ચિત્ર-વિચિત્ર સમાચાર વાંચો અહીં...

11 September, 2024 11:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
કુણાલ કામરાના વિવાદ પર મુખ્યમંત્રી ફડણવીસે એકનાથ શિંદેને ટેકો આપ્યો

કુણાલ કામરાના વિવાદ પર મુખ્યમંત્રી ફડણવીસે એકનાથ શિંદેને ટેકો આપ્યો

કુણાલ કામરા વિવાદ પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાયબ સીએમ એકનાથ શિંદેનો બચાવ કર્યો અને કુણાલ કામરા પાસેથી માફીની માંગ કરી. તેમણે વધુમાં કહ્યું કે લોકોના જનાદેશે બતાવ્યું છે કે કોણ દેશદ્રોહી છે અને કોણ નથી.

24 March, 2025 05:21 IST | Mumbai
દારૂ પીધો નહોતો, ખાડાને કારણે અકસ્માત થયો: વડોદરા રોડ રેજના આરોપી રક્ષિતનો દાવો

દારૂ પીધો નહોતો, ખાડાને કારણે અકસ્માત થયો: વડોદરા રોડ રેજના આરોપી રક્ષિતનો દાવો

વડોદરા રોડ રેજ કેસ અંગે ચોંકાવનારી માહિતીમાં, 15 માર્ચે આરોપી રક્ષિત રવિશ ચૌરસિયાએ દાવો કર્યો હતો કે એક મહિલાના મૃત્યુ અને ચાર ઘાયલ થયેલા અકસ્માત પાછળનું કારણ રસ્તા પરનો ખાખાડો હતો. રક્ષિતે કહ્યું, "અમે સ્કૂટીની આગળ જઈ રહ્યા હતા, તે વખતે જમણે વળતાં ત્યાં ખાડો હતો. જ્યારે અમે જમણે વળી રહ્યા હતા ત્યારે એક સ્કૂટી અને એક કાર હતી... કાર બીજા વાહનને થોડી ટચ ગઈ અને એરબેગ અચાનક ખુલી ગઈ, જેથી અમને કઈ દેખાતું નહોતું અને કાર નિયંત્રણ બહાર ગઈ". વધુમાં, રક્ષિતે દાવો કર્યો છે કે તે 50 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને નશામાં નહોતો. તેણે એમ પણ ઉમેર્યું હતું કે તે હોલિકા દહન ઉજવણી માટે ગયો હતો અને તેણે કોઈ પાર્ટી કરી ન હતી.

15 March, 2025 04:50 IST | Vadodara
SOUL લીડરશીપ કોન્ક્લેવમાં PM મોદીએ નેતૃત્વ અંગે પોતાનો અનુભવ શૅર કર્યો

SOUL લીડરશીપ કોન્ક્લેવમાં PM મોદીએ નેતૃત્વ અંગે પોતાનો અનુભવ શૅર કર્યો

SOUL લીડરશીપ કોન્ક્લેવને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ અંગે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.

21 February, 2025 08:01 IST | New Delhi
DOGEની સુનાવણી: યુએસ એટર્ની જનરલે DOGE પર ઇલૉન મસ્કને બોલાવ્યા

DOGEની સુનાવણી: યુએસ એટર્ની જનરલે DOGE પર ઇલૉન મસ્કને બોલાવ્યા

ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ અને કનેક્ટિકટના એટર્ની જનરલ વિલિયમ ટોંગે શુક્રવારે (14 ફેબ્રુઆરી) અબજોપતિ ઇલૉન મસ્ક પર લાખો અમેરિકન નાગરિકોની ખાનગી માહિતી ઍક્સેસ કરવાનો આરોપ મૂક્યો. નવીનતમ અપડેટ્સ મુજબ, શુક્રવારે એક યુએસ જજે ઇલૉન મસ્કની સરકારી ખર્ચ-કપાત ટીમ, જેને DOGE તરીકે ઓળખવામાં આવે છે, પર ટ્રિલિયન ડૉલરની ચુકવણી માટે જવાબદાર ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સિસ્ટમ્સ ઍક્સેસ કરવા પર કામચલાઉ પ્રતિબંધને લંબાવ્યો.

15 February, 2025 08:37 IST | Washington
ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના અમદાવાદમાં ઘનિષ્ઠ લગ્ન

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના અમદાવાદમાં ઘનિષ્ઠ લગ્ન

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સૌથી નાના પુત્ર જીત અદાણીના શુક્રવારે અમદાવાદમાં "નાના અને અત્યંત ખાનગી સમારોહ"માં લગ્ન થયા. આ કપલ ભવ્ય પરંપરાગત લગ્નના પોશાકમાં અદભૂત લાગતું હતું.

08 February, 2025 12:53 IST | Ahmedabad
ટીના દત્તાએ તેના પ્રથમ ક્રાઈમ થ્રિલર શો `પર્સનલ ટ્રેનર` વિશે ખુલાસો કર્યો

ટીના દત્તાએ તેના પ્રથમ ક્રાઈમ થ્રિલર શો `પર્સનલ ટ્રેનર` વિશે ખુલાસો કર્યો

અભિનેત્રી ટીના દત્તા આગામી ક્રાઇમ થ્રિલર શ્રેણી "પર્સનલ ટ્રેનર" માં અભિનય કરવા માટે તૈયાર છે, જે હંગામા પર 23 જાન્યુઆરી, 2025 ના રોજ રિલીઝ થવા માટે નિર્ધારિત છે. શ્રેણીમાં, તેણીએ નેહા ધર્મરાજનનું ચિત્રણ કર્યું છે, જે એક પરિણીત મહિલા છે જે તેના અંગત ટ્રેનર સાથેના ગુપ્ત સંબંધમાં ફસાઈ છે, જે એક રહસ્યમય હત્યામાં પરિણમતી અશુભ ઘટનાઓની શ્રેણી તરફ દોરી જાય છે.

30 January, 2025 05:00 IST | Mumbai
દિલ્હીના બુરારી માં મકાન ધરાશાયી, ૧૨ લોકોને બચાવાયા, ભાજપના સાંસદ સ્થળે પહોંચ્યા

દિલ્હીના બુરારી માં મકાન ધરાશાયી, ૧૨ લોકોને બચાવાયા, ભાજપના સાંસદ સ્થળે પહોંચ્યા

દિલ્હીના બુરારીના કૌશિક એન્ક્લેવ વિસ્તારમાં ૨૭ જાન્યુઆરીના રોજ ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેના કારણે કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ, દિલ્હી ફાયર સર્વિસિસ, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની સંયુક્ત ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઘટના સ્થળની મુલાકાત લેનારા ભાજપના સાંસદ મનોજ તિવારીએ ભાર મૂક્યો હતો કે સરકાર માટે પ્રાથમિકતા ધરાશાયી થયેલા માળખા હેઠળ ફસાયેલા લોકોને બચાવવાની છે. ધરાશાયી થવાનું કારણ હજુ સુધી નક્કી થયું નથી, અને અધિકારીઓ અસરગ્રસ્ત વ્યક્તિઓને મદદ કરવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે.

28 January, 2025 08:15 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK