આ શુક્રવારે OTT પર આવશે મોનિકા પનવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણની `ખૌફ`, બાબિલ ખાનની `લૉગઆઉટ` અને રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરની `મેરે હસબન્ડ કી બીવી`.
17 April, 2025 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસાઉથ ઇન્ડિયન પરંપરાઓમાં અનેક મંદિરો અને તહેવારો દરમ્યાન પ્રભુને રીઝવવા માટે શરીરને કષ્ટ પડે એવી માનતાઓ લેવામાં આવે છે અને જે-તે કામ પૂરું થાય એટલે એ માનતા પૂરી કરવામાં આવે છે.
17 April, 2025 01:05 IST | Chennai | Gujarati Mid-day Correspondentઆઇસક્રીમમાં ચપટીક સોનાનો વરખ ઉમેરીને એને મોંઘોદાટ કરીને વેચનારાં અનેક તિકડમો ચીનની રેસ્ટોરાંઓમાં જોવા મળે છે. જોકે જપાનની આઇસક્રીમ બ્રૅન્ડ સિલાટો દ્વારા બનાવાયેલો બ્યાકુયા નામનો આઇસક્રીમ વિશ્વનો સૌથી મોંઘો આઇસક્રીમ હોવા ઉપરાંત હટકે પણ છે.
17 April, 2025 01:05 IST | Tokyo | Gujarati Mid-day Correspondentસોશ્યલ મીડિયા પર એક કપલે સાધારણ દુલ્હા-દુલ્હનને બદલે શિવ-પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્વતીના રૂપમાં દુલ્હન તો સુંદર લાગતી જ હતી, પરંતુ દુલ્હાએ લગ્નની શેરવાનીને બદલે ભગવાન શિવનું રૂપ ધારણ કરવા ડમરુ અને ત્રિશૂળ હાથમાં ધારણ કરેલાં છે.
17 April, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondentભારતીયો જુગાડ કરવામાં માહેર છે. એનો વધુ એક નમૂનો છે ઘરેલુ ચીજોમાંથી બાથરૂમના શાવરનો જુગાડ. @maximam_manthan નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક ભાઈ બાથરૂમમાં નહાઈ રહ્યા છે.
17 April, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઉત્તર પ્રદેશના ઝાલોનમાં એક પબ્લિક હેલ્થ સેન્ટરને હચમચાવી નાખે એવી ઘટના બહાર આવી છે. આ હેલ્થ-સેન્ટરમાં ડૉક્ટર બાળકનો તાવ ઉતારવા માટે સિગારેટ પીવાનું કહે છે અને કેવી રીતે પીવી એ શીખવે પણ છે.
17 April, 2025 01:05 IST | Lucknow | Gujarati Mid-day Correspondentચેતન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડિયો શૅર કર્યો છે. આ ભાઈ પોતે કન્ટેન્ટ ક્રીએટર તો છે, પણ સાથે ઑનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરે છે. તાજેતરમાં ચેતન પોર્ટર કંપની માટે કામ કરી રહ્યો છે અને તેને મળેલા ડિલિવરીના એક ઑર્ડરની વાત તેણે શૅર કરી
17 April, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતેમનો અપાર્ટમેન્ટ શાહરુખ ખાનના મન્નતની સાવ નજીક છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં દીકરી દુઆ સાથે તેમના બાંદરામાં બૅન્ડસ્ટૅન્ડમાં બની રહેલા નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. હાલમાં આ અપાર્ટમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
17 April, 2025 10:44 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentSwasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંચમુખ મુદ્રા’ વિશે, પંચમુખ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા માટે અહીં ક્લિક કરો.
16 April, 2025 02:00 IST | Mumbai | Viren Chhayaઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...
02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhayaપંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)
28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondentઅહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.
22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.
17 January, 2025 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentમહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે. સવારથી જ મતદાન મથકની બહાર નાગરિકોની લાઈનો જોવા મળી રહી છે. બૉલિવૂડ ફિલ્મોના અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. અભિનેતા સલમાન ખાને પણ કડક સુરક્ષા વચ્ચે મતદાનના કર્યું હતું. (તસવીર: મિડ-ડે)
20 November, 2024 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉઠક બેઠક`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલો સમય ક્યારે હોલ્ડ કરી શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
14 November, 2024 01:10 IST | Mumbai | Viren Chhayaથોડા દિવસો પહેલાં જ ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થતાં જ પુરુષો દાઢીમાં સારા લાગે કે દાઢી વગર એવી ડિબેટ શરૂ થઈ ગઈ. એક તરફ સેલિબ્રિટીઝમાં બિઅર્ડેડ લુક હૉટ છે ત્યારે ક્લીન શેવ લુક માટે મહિલાઓ અભિયાન ચલાવે એ બન્ને વાત કંઈ વિરોધાભાસી ન લાગે? અમે કેટલાંક કપલને જ પૂછ્યું કે શું પતિની દાઢીને લઈને પત્નીઓ ખુશ છે કે તેમને ત્યાંય બબાલ થાય છે? વાંચી લો યુગલોની હળવીફૂલ નોકઝોંકભરી વાતો થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહિલાઓએ એવા મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું કે એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. આ મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર ઊતરી હતી. આનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિવિધ મુદ્દે વિરોધ-પ્રદર્શન થતાં હોય છે, પણ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથેનું આ અજીબોગરીબ પ્રદર્શન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આમ તો ક્લીન શેવ વર્સસ બિઅર્ડના મુદ્દે અવારનવાર ડિબેટ થતી રહી છે. ઘણી મહિલાઓને પુરુષોની ક્લીન અને સ્મૂધ દાઢી વધુ પસંદ હોય છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે દાઢી રાખવાવાળા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધુ પ્રભાવી લાગે છે. એટલે મહિલાઓ તેમનાથી વધુ આકર્ષિત થાય છે. એમાં પણ આજની યંગ જનરેશનમાં બિઅર્ડનો ક્રેઝ વધુ જોવા મળે છે. એવામાં આ મહિલાઓની ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડે ફરી લોકોમાં દાઢી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ મુદ્દે વિવાદનો મધપૂડો છેડ્યો છે. આજે એવાં કેટલાંક કપલ સાથે વાતચીત કરીને જાણીએ કે શું તેમના વચ્ચે પણ દાઢીને લઈને ઘરમાં રકઝક થાય છે? તેમનો શું એક્સ્પીરિયન્સ રહ્યો છે?
13 November, 2024 06:10 IST | Indore | Heena Patelહનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.
12 April, 2025 07:13 IST | New Delhiઘણા લોકોને ધ્રુજાવી દે તેવી એક હૃદયસ્પર્શી ક્ષણમાં, એક મહિલા પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા શક્ય બનેલી પરિવર્તનની પ્રેરણાદાયી સફર શેર કરતી વખતે રડી પડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ બોલતા, તેણીએ પોતાનો વ્યવસાય શરૂ કરવા અને તેના પરિવારના જીવનને ઉન્નત બનાવવા માટે સશક્ત બનાવેલા નાણાકીય સહાય માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો. તેણીની ભાવનાત્મક જુબાનીએ સરકારી યોજનાઓની વાસ્તવિક અસરને જમીન પર પ્રકાશિત કરી, જે દેશભરના લાખો લોકો સાથે પડઘો પાડે છે.
08 April, 2025 05:54 IST | New Delhiચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અસાધારણ ગુણોની પ્રશંસા કરી, નોંધ્યું કે વડા પ્રધાન મોદી વિશ્વના દરેક નેતા સાથે વાત કરી શકે છે, અને ઉમેર્યું કે તેઓ આજકાલ "મુખ્ય ભૂરાજકીય ખેલાડી" છે. રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની ટિપ્પણીમાં, તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ મોદી, આજે તમારી પાસે એવી સ્થિતિ છે કે તમે વિશ્વના દરેક નેતા સાથે વાત કરી શકો છો. તમે ટ્રમ્પ, ઝેલેન્સકી, યુરોપિયન યુનિયન અને ગ્રીસ કે ઈરાનમાં લેટિન અમેરિકન નેતાઓને ટેકો આપી રહ્યા છો. આ એવી વાત છે જે હવે કોઈ અન્ય નેતા કહી શકતો નથી. તેથી તમે આજકાલ ભૂરાજકીય વાતાવરણમાં મુખ્ય ખેલાડી છો, તેમણે કહ્યું.
02 April, 2025 07:17 IST | Washingtonતમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”
25 March, 2025 05:12 IST | Chennaiકુણાલ કામરા વિવાદ પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાયબ સીએમ એકનાથ શિંદેનો બચાવ કર્યો અને કુણાલ કામરા પાસેથી માફીની માંગ કરી. તેમણે વધુમાં કહ્યું કે લોકોના જનાદેશે બતાવ્યું છે કે કોણ દેશદ્રોહી છે અને કોણ નથી.
24 March, 2025 05:21 IST | Mumbaiકારેલીબાગના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જેમાં એક ફોર વ્હીલર અને ત્રણ ટુ વ્હીલરનો સમાવેશ થાય છે, જેમાં આઠ ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે પુષ્ટિ કરી કે આરોપી ડ્રાઈવર રક્ષિત ચૌરસિયા કસ્ટડીમાં છે.
15 March, 2025 07:10 IST | Vadodara14 માર્ચે, અમૃતસરના ખંડવાલામાં ઠાકુરદ્વારા મંદિરમાં બે અજાણ્યા બાઇક સવારોએ કથિત રીતે મંદિર પર શંકાસ્પદ વિસ્ફોટક ફેંક્યા બાદ વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ બન્નેને શંકાસ્પદ વસ્તુ ફેંકતા અને પછી ઘટનાસ્થળેથી ભાગી જતા જોયા હતા. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, અને કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ પોલીસ તાત્કાલિક આ મામલાની તપાસ કરવા પહોંચી હતી. “અમને સવારે 2 વાગ્યે માહિતી મળી હતી. અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી... અમે CCTV તપાસ્યું હતું અને નજીકના લોકો સાથે વાત કરી હતી. વાત એ છે કે પાકિસ્તાનની ISI આપણા યુવાનોને પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે લલચાવે છે. અમે થોડા દિવસોમાં આ કેસ શોધીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું. હું યુવાનોને ચેતવણી આપું છું કે તેઓ તેમના જીવન બરબાદ ન કરે... અમે ગુનેગારોને જલદી પકડી લઈશું...,” ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું.
15 March, 2025 05:50 IST | Amritsarએક દુ:ખદ ઘટનામાં, ઝારખંડના ગિરિડીહમાં 14 માર્ચે હોળીની ઉજવણીએ હિંસક વળાંક લીધો, કારણ કે ખોડથંભા ચોક પાસે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. ઉત્સવનું વાતાવરણ ઝડપથી અરાજકતામાં ફેરવાઈ ગયું, અશાંતિ વચ્ચે વાહનોને આગ ચાંપી દેવામાં આવી. અહેવાલ મુજબ, હોળીની શોભાયાત્રા એક ચોક્કસ શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે હિંસા થઈ હતી, જેના કારણે ઝઘડો થયો હતો જે લગભગ એક કલાક સુધી નિયંત્રણ બહાર ગયો હતો. જ્યારે તણાવ ઊંચો રહ્યો છે, અધિકારીઓએ ખાતરી આપી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
15 March, 2025 05:48 IST | RanchiADVERTISEMENT
ADVERTISEMENT