Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Veraval

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રાજકોટ: ટ્રેનમાંથી પ્રવાસીએ ફેંકેલી બૉટલ છાતી પર વાગતા ધો. 5ના છોકરાનું મૃત્યુ

Rajkot News: આ બૉટલ સીધી એક છોકરાના છાતી પર વાગી હતી, જેને લીધે તેનું મોત નીપજયું હતુ. શાપર પોલીસ અધિકારીએ આ મામલે અજાણ્યા પ્રવાસી સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

03 April, 2025 06:54 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
વેરાવળમાં ઊજવાયો નૂતન ધર્મસ્થાનકમાં ધર્મોત્સવ

વેરાવળમાં ઊજવાયો રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ધર્મોત્સવ

આ દુનિયામાં ભૂલવા જેવું જીવન તો લાખો-કરોડો લોકો જીવી વિદાય લે છે, પરંતુ કોઈક એવા મહાપુરુષ હોય જેની વિદાય પછી યુગો યુગો સુધી સૌના હૃદયમાં તેમની જીવંત જ્યોત પ્રજ્વલિત હોય છે

31 December, 2024 12:20 IST | Veraval | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વેરાવળમાં નજીવી બાબતે બોલચાલ થતાં વૃદ્ધ મહિલા પર ચાર શખ્સોએ કર્યો ઘાતક હુમલો

વેરાવળના રહેવાસી સલામાબેન લાલણીની હુમલાખોરો (Gujarat Crime) સાથે નજીવી બાબતે ઊગ્ર બોલાચાલી થઈ હતી. હુમલાખોરો સમાધાનનું નાટક રચીને સલમાબેનને બીજા દિવસે મળવા પહોંચ્યાં અને તેમના પર આ ઘાતક હુમલો કર્યો હતો

25 May, 2024 09:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વેરાવળ ડ્રગ્સ કેસનો સૂત્રધાર ઈશાક સાઉથ આફ્રિકાથી ઑર્ડર આપતો હતો

પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે ડ્રગ્સનો જથ્થો અરબાઝ નામના માફિયાએ ઓમાન બંદરથી ચડાવ્યો હતો

25 February, 2024 09:57 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

વેરાવળ-બાંદરા ટર્મિનસ માટે વીકલી એક્સપ્રેસ ટ્રેન દોડશે

આ ટ્રેન નવા રૂટ પરથી દોડવાની હોવાથી સોમનાથ જવા માગતા મુંબઈના પ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રૂટના મુંબઈ આવતા વેપારીવર્ગને સુવિધા મળશે

19 October, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુબેરેશ્વર મહાદેવજીના મંદિરમાં યોજાયેલો પાટોત્સવ.

બીજું બધું બરાબર, દિવાળી તો વેરાબર

ભારતમાં રહેતા પરિવારો જ નહીં, વિદેશમાં રહેતા પરિવારો પણ દર વર્ષે અહીં આવે છે. આ ત્રણ દિવસ સવારની ચાથી લઈને રાતના ડિનર સુધીનું બધું જ આ પરિવાર સાથે માણે છે

07 November, 2021 07:39 IST | Gujarat | Shailesh Nayak
કિનારો ઓળંગવા નહીં દઉં- વેરાવળમાં ગઈ કાલે વાવાઝોડાના ખતરાને જોતા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની ચેતવણી પોલીસ તથા એનડીઆરએફના જવાનો દ્વારા આપવામાં આવી હતી, પરંતુ જાણે દરિયાને પણ કિનારો ન ઓળંગવા દેવાની ચેતવણી પોલીસ આપતી હોય એવું જણાઈ રહ્યું છે. પી.ટી.આઇ.

ગુજરાત: 15 જિલ્લામાં સૌથી વધુ સાવચેતી : આજે પણ તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાતમાં તાઉ-તે સાઇક્લોનનું વિનાશક પવન અને તોફાની વરસાદ સાથે લૅન્ડફોલ

18 May, 2021 11:33 IST | Rajkot | Rashmin Shah
હાલમાં ડીપ ડિપ્રેશન છ કલાકમાં 11 કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે. - તસવીર- વિન્ડી વેબસાઇટ.

Cyclone Nisarg: ગુજરાતે લીધા રાહતનાં શ્વાસ, વાવાઝોડું ફંટાઇ ગયું...

Cyclone Nisarg: ગુજરાતે લીધા રાહતનાં શ્વાસ, વાવાઝોડું ફંટાઇ ગયું...

02 June, 2020 03:52 IST | Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

દૂધ થાબડી અને રબડી સેન્ડવીચ

જ્યાફતઃ સૌરાષ્ટ્રનાં કઢેલું દૂધ, થાબડી, મીઠી સેન્ડવીચનો સ્વાદ હવે અમદાવાદમાં પણ

ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ તેની પરંપરાગત દૂધ માંથી બનતી મીઠાઈઓ માટે વર્ષોથી પ્રચલીત છે. સૌરાષ્ટ્રના અનેકવિધ ઉદ્યોગો અને ઈનોવેશન્સ દેશ-દુનિયાને આકર્ષે છે. એમાંય કઢાઈમાં ઉકાળી ઉકાળીને ઘટ્ટ કરેલા દૂધને મલાઈ નાખીને કુલ્હડ અથવા કાચના ગ્લાસમાં જયારે પીરસવામાં આવે છે ત્યારે સ્વાદની સફર વધુ યાદગાર બને છે. રાત પડતા સૌરાષ્ટ્રની ગલીઓમાં આ પીણાંમાં થાબડી, બદામ, કાજુ, અંજીર, અથવા ખજૂર, પિસ્તા અને કેસર સાથે કઢાઈમાં ધીમી આંચ પર દૂધને સતત હલાવતા કલાકો સુધી ઉકાળવામાં આવે છે જેથી તે બળી ન જાય. ઉપર જે બદામી રંગની મલાઈનું પડ જામે છે. આ હા હા...કુલ્હડમાં પીરસવામાં આવતું આ કઢેલી મલાઈ વાળું દૂધ સાદા દૂધ કરતાં સહેજ ઘટ્ટ હોય છે અને તેને મલાઈ અને બદામ સાથે માણવામાં આવે છે અને ત્યાંના લોકો તેની સાથે પાંવમાં સફેદ માખણ ઉપર થાબડી પાથરી ખાવાનું પસંદ કરે છે. આ ઈનોવેશન સૌરાષ્ટ્રનું જ છે તેવું કહેવાય છે અને ત્યાં વર્ષોથી આ રીતે લોકો મોજથી ખાય છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

01 March, 2024 12:58 IST | Mumbai | Chirantana Bhatt
સ્વર્ગીય હાર્દિકાબહેન માંકડ અને તેમની પ્રાર્થનાસભામાં આપવામાં આવેલ અંગદાનનું સર્ટિફિકેટ

જે હૉસ્પિટલમાં જીવ ગયો, ત્યાં જ ચારને આપ્યું જીવન

વેરાવળના (Veraval) હાર્દિકાબહેન માંકડ (Hardika Mankad), જેમના વિશે વાત કરતા તેમના પિતાની (Father) આંખો હવે હંમેશને માટે અશ્રુભીની થતી રહેશે તો ક્યાંક તેમના દ્વારા બીજાને મળેલા જીવનદાનથી તેમની છાતી ગર્વથી ફુલશે પણ ખરી. હાર્દિકાબહેન માંકડના (Hardika Mankad) અંગદાન (Organ Donation) અને તેમના નિર્ણય વિશે તેમના પિતા ભાવિર જોષીપુરા (Bhavir Joshipura) સાથે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે (gujaratimidday.com) વાત કરી ત્યારે તેમણે જે જણાવ્યું તે સાંભળીને તમારા ગળે પણ એકવાર તો ડૂમો ચોક્કસ ભરાઈ જ જાય. 

08 December, 2022 03:03 IST | Veraval | Shilpa Bhanushali
ગુજરાતનો પૌરાણિક વારસો, જાણો ગુજરાતની ગુફાઓને

ગુજરાતનો પૌરાણિક વારસો, જાણો ગુજરાતની ગુફાઓને

ગુજરાતમાં આજે પણ પૌરાણિક વારસો સચવાયેલો છે. રાજ્યના અનેક સ્થળો એવા છે જ્યાં તમને પ્રાચીન સંસ્કૃતિની ઝલક મળી જશે. અમે આજે તમને જણાવીશું ગુજરાતની એવી ગુફાઓ વિશે જ્યાં તમને મળશે ઈતિહાસની ઝાંખી.

13 April, 2019 01:03 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK