ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ તેની પરંપરાગત દૂધ માંથી બનતી મીઠાઈઓ માટે વર્ષોથી પ્રચલીત છે. સૌરાષ્ટ્રના અનેકવિધ ઉદ્યોગો અને ઈનોવેશન્સ દેશ-દુનિયાને આકર્ષે છે. એમાંય કઢાઈમાં ઉકાળી ઉકાળીને ઘટ્ટ કરેલા દૂધને મલાઈ નાખીને કુલ્હડ અથવા કાચના ગ્લાસમાં જયારે પીરસવામાં આવે છે ત્યારે સ્વાદની સફર વધુ યાદગાર બને છે. રાત પડતા સૌરાષ્ટ્રની ગલીઓમાં આ પીણાંમાં થાબડી, બદામ, કાજુ, અંજીર, અથવા ખજૂર, પિસ્તા અને કેસર સાથે કઢાઈમાં ધીમી આંચ પર દૂધને સતત હલાવતા કલાકો સુધી ઉકાળવામાં આવે છે જેથી તે બળી ન જાય. ઉપર જે બદામી રંગની મલાઈનું પડ જામે છે. આ હા હા...કુલ્હડમાં પીરસવામાં આવતું આ કઢેલી મલાઈ વાળું દૂધ સાદા દૂધ કરતાં સહેજ ઘટ્ટ હોય છે અને તેને મલાઈ અને બદામ સાથે માણવામાં આવે છે અને ત્યાંના લોકો તેની સાથે પાંવમાં સફેદ માખણ ઉપર થાબડી પાથરી ખાવાનું પસંદ કરે છે. આ ઈનોવેશન સૌરાષ્ટ્રનું જ છે તેવું કહેવાય છે અને ત્યાં વર્ષોથી આ રીતે લોકો મોજથી ખાય છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
01 March, 2024 12:58 IST | Mumbai | Chirantana Bhatt