Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Uber

લેખ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓ સૌથી વધુ ભૂલકણા

ઉબર દ્વારા છેલ્લાં ૯ વર્ષથી વાર્ષિક ધોરણે લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સ બહાર પડે છે. તાજેતરમાં બહાર પડેલા નવમા વાર્ષિક ઇન્ડેક્સમાં ઉબરની રાઇડમાં સૌથી વધુ ચીજો ભૂલી જનારા મુંબઈગરાઓ છે. ભૂલવાની બાબતમાં મુંબઈગરાઓ દિલ્હીવાસીઓથી આગળ નીકળી ગયા છે.

09 April, 2025 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઓલા અને ઉબર જેવી સહકારી ટૅક્સી સર્વિસ શરૂ કરશે સરકાર

અમિત શાહે લોકસભામાં કરી જાહેરાત : મુસાફરો અને ડ્રાઇવરોને થશે ફાયદો

28 March, 2025 12:34 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

IPLના દર્શકો માટે સારા સમાચાર, હવે નહીં આવશે આવી જાહેરાતો: સરકારે આપ્યો નિર્દેશ

IPL 2025: ગોયલે ઉમેર્યું કે ક્રિકેટરોની જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવાની નૈતિક જવાબદારી છે. "સ્વસ્થ, સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ ખેલાડીઓ યુવાનો માટે રોલ મોડેલ છે, IPL દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે.

10 March, 2025 09:01 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે પૅટ એનિમલ સાથે મુસાફરી બનશે સરળ: ઉબરની આ સર્વિસ વિષે જાણો છો?

Uber Pet Service now in Mumbai: પેટ પેરેન્ટ્સ માટે ખુશખબર. ‘ઉબર પેટ’ હવે મુંબઈ અને દિલ્હીમાં ઉપલબ્ધ છે. HUFTએ કરી `ઉબર પેટ સાથે પાર્ટનરશીપ. આ ભાગીદારી અંતર્ગત HUFT સ્ટોર્સ અને સ્પા વિઝિટ કરવા પર યુઝર્સને મળશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ.

08 March, 2025 07:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધ્રુવમ ઠાકર

42000ની નોકરી છોડી, 500 રાતો કારમાં વિતાવી – ધ સ્માર્ટ ટેક્સીની સફર

આજે, ધ સ્માર્ટ ટેક્સી ભારત ના ૪૨ શહેરોમાં ૧૦૦૦ થી વધુ ગાડીઓ સાથે સંચાલિત થઈ રહી છે. ૩૫ થી વધુ કોર્પોરેટ કંપની અને ૧૦૦૦૦ થી વધુ ગ્રાહકો આ સર્વિસીસ નો લાભ લઈ રહ્યા છે.

07 March, 2025 03:46 IST | New Delhi | Bespoke Stories Studio
દિલ્હીના ઉબર-ડ્રાઇવરે પોતાની મારુતિ સેલેરિયોને એક લક્ઝરી લાઉન્જ જેવી બનાવી દીધી છે

દિલ્હીની આ કૅબમાં પ્લેનથી પણ સારી ફૅસિલિટી છે અને એ પણ ફ્રી

વાઇ-ફાઇ, પરફ્યુમ, નાસ્તો, પાણીની બૉટલ જેવી અધધધ સુવિધા પૅસેન્જરને ફ્રી આપીને કસ્ટમર સર્વિસને તેણે નવી વ્યાખ્યા આપી છે.

09 February, 2025 03:06 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઓલા-ઉબર ન મળી તો  ‘સામાન’ બનીને પોર્ટર ઍપની બાઇક પર ઑફિસ પહોંચ્યો આ યુવાન

ઓલા-ઉબર ન મળી તો ‘સામાન’ બનીને પોર્ટર ઍપની બાઇક પર ઑફિસ પહોંચ્યો આ યુવાન

બૅન્ગલોરમાં ટ્રાફિક અને લાંબા સમય સુધી ઓલા કે ઉબરની ટૅક્સી ન મળવાની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન છે. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ ઓલા કે ઉબરની ટૅક્સી ન મળી એટલે બૅન્ગલોરના એક યુવાને એક અસામાન્ય રસ્તો શોધી કાઢ્યો હતો.

08 February, 2025 08:50 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં બે મહિનામાં શરૂ થશે બાઇક-ટૅક્સી

બાઇકચાલક અને પાછળ બેસનારી વ્યક્તિ વચ્ચે પાર્ટિશન હશે

30 January, 2025 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઉજવણીની ક્ષણો

સેલિબ્રેશન ટાઇમ: ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર વિજયની ઠેર-ઠેર ઉજવણી

વેસ્ટ ઈન્ડિઝના બાર્બેડોઝમાં ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે થયેલી રોમાંચક મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો શાનદાર વિજય થયો હતો. તે જીત માત્ર આ ખેલાડીઓની જ નહીં પણ આખા દેશની હતી. જુઓ દેશના ખૂણે ખૂણે કેવી ઉજવણી થઈ હતી.

01 July, 2024 11:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યા વોરાના લગ્નની તસવીર (ડાબે), નીલમ પંચાલ બેસ્ટ ફ્રેન્ડ આર્યા વોરા સાથે

બરફની વચ્ચે આ ગુજરાતી ક્રિએટરે કર્યા લગ્ન, નીલમ પંચાલે શેર કરી તસવીરો

Aarya Vora Wedding In Spiti Valley : સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં એક કપલ બરફની વચ્ચે હિન્દુ રિતી-રિવાજથી લગ્નની વિધિ કરી રહ્યું હોય તે જોવા મળે છે. આ વીડિયો બીજા કોઈના લગ્નનો નહીં પણ ગુજરાતી યુટ્યુબર, ક્રિએટર આર્યા વોરાના લગ્નનો છે. આર્યા વોરાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશના કાઝામાં આવેલી સ્પીતિ વેલીમાં ૧૩ વર્ષ જૂના તેના પ્રેમ સાથે બરફવર્ષાની વચ્ચે લગ્ન કર્યા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી અને આર્યા વોરાની બેસ્ટ ફ્રેન્ડ નીલમ પંચાલે પણ હાજરી આપી હતી.

28 February, 2024 06:30 IST | Mumbai | Rachana Joshi
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા `ઉશનસ્`

કવિવાર : રામની ખેતરવાડીએ મ્હાલતા ગુર્જર કવિ – ઉશનસ્

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આજે વાત કરવી છે કવિ ઉશનસની. અનુગાંધીયુગના આ ગુજરાતી કવિનો જન્મ વડોદરા નજીક આવેલ સાવલીમાં થયો હતો. કવિએ વડોદરા કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.ની પદવી મેળવી હતી. સાથે જ આ કવિ ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા હતા. ‘પ્રસૂન’ નામના કાવ્યસંગ્રહથી શરૂ થયેલી તેમની કાવ્ય યાત્રા સતત ચાલતી રહી હતી. મૂળ તો સમાજને નવી રાહ ચીંધવાનું કાર્ય આ કવિએ પોતાની કલમથી કર્યું હતું. કવિનો જે માટી અને વાતાવરણ સાથે ઘરોબો હતો એ તેમના કાવ્યોમાં હિલ્લોળા લે છે.

03 October, 2023 11:46 IST | Mumbai | Dharmik Parmar
હિરલ ગામી

Women`s Day special:યુટ્યૂબના માધ્યમથી ગુજરાતી વાનગીઓ શીખવે છે આ ગૃહિણી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઈ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ હિરલ ગામી સાથે જેમણે પોતાના કૂકિંગના શોખને વ્યવસાયમાં બદલી યુટ્યૂબર બની ગયા છે અને જૂની વીસરાઈ ગયેલી વાનગીઓનો સ્વાદ ફરી ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે. જાણીએ તેમની સફર. (તસવીર સૌજન્ય: હિરલ ગામી)

10 March, 2022 09:59 IST | Jamnagar
OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

એક રશિયન યુ-ટ્યુબર (Russian Youtuber) ના લાઈવ સ્ટ્રીમિંગ માટેનું આવું પાગલપન સામે આવ્યું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 30 વર્ષીય યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લે (Stas Reeflay)એ ફક્ત લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) માટે પોતાની ગર્ભવતી ગર્લફ્રેન્ડ સાથે એનું અમાનવીય વર્તન કર્યું, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. એણે એવું કાર્ય કર્યું, કે એ રશિયન યુ-ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.

08 December, 2020 02:51 IST
Happy Birthday: આ યૂ-ટ્યૂબર ફની વીડિયોઝ બનાવીને કમાય છે લાખો રૂપિયા

Happy Birthday: આ યૂ-ટ્યૂબર ફની વીડિયોઝ બનાવીને કમાય છે લાખો રૂપિયા

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. જેમાં એકથી એક ચડિયાતા વીડિયો બનાવીને લોકોએ તેને કમાણીનું સાધન બનાવી દીધું છે. કેમ કે યૂ-ટ્યૂબ અને ફેસબુક આજે દરેકને પૈસા કમાવાની તક આપે છે, જે સોશિયલ મીડિયા ઉપર પોતાનું કરિયર બનાવવા માંગે છે. આમ તો યૂ-ટ્યૂબ ઉપર અસંખ્ય ચેનલ્સ છે જે રમુજ, સીરીયલ તેમજ બીજા પણ ઘણા પ્રકારના વીડિયોઝ બનાવે છે અને સારા પૈસા પણ કમાય છે. તેનો જન્મ 8 ડિસેમ્બર 1993ના રોજ ઉલ્હાસનગર મહારાષ્ટ્રમાં થયો હતો. હાલના સમયમાં કેટલાક એવા ટીવી એક્ટર્સ છે જેમણે યૂ-ટ્યૂબથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેની યૂ-્ટ્યૂબ ચૅનલનું નામ આશિષ ચંચલાની કી વાઈન છે. એવા જ એક જાણીતા વ્યક્તિ છે આશિષ ચંચલાની. જાણો કેવી રીતે યૂ-ટ્યૂબ પર ફની વીડિયોઝ બનાવીને આશિષ ચંચલાની સેલિબ્રિટી બની ગયા. તસવીર સૌજન્ય- આશિષ ચંચલાની ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

08 December, 2020 02:13 IST
સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા

સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા

યુટ્યુબર્સમાં સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) આ નામ બહુ લોકપ્રિય છે. ૨૫ વર્ષીય સાંત્વની ત્રિવેદીએ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે. યુવા પેઢીને સાંત્વનીના ગીતો બહુ ગમે છે અને તેના ગરબાને લોકગીતો ભલભલાને નાચતા કરી દે તેવા હોય છે. આજે આપણે જાણીએ સાંત્વની ત્રિવેદીના સફર વિશે... (તસવીર સૌજન્ય: સાંત્વની ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ)

18 September, 2020 11:22 IST
Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

સાંત્વની ત્રિવેદી, આ છોકરીના યુટ્યુબ વીડિયોઝ જોયા હશે. તેણે ગાયેલા ગીતો સાંભળ્યા હશે. ત્યારે ચાલો જાણીએ આજે સાંત્વની ત્રિવેદી વિશે, જાણે કે કેવી રીતે આ છોકરી યુટ્યુબ સ્ટાર બની ગઈ.

30 July, 2019 09:15 IST

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
યુટ્યુબર્સનું ગામ: ભારતના આ ગામમાં છે 1,100 યુટ્યુબર્સ!

યુટ્યુબર્સનું ગામ: ભારતના આ ગામમાં છે 1,100 યુટ્યુબર્સ!

યુટ્યુબર વિલેજ રાજ્યની રાજધાનીથી લગભગ 45 કિમીના અંતરે આવેલું છે, જેમાં અલગ-અલગ વય જૂથોના યુટ્યુબરોની મોટી સંખ્યામાં રહે છે અને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. ગામના કેટલાક કન્ટેન્ટ સર્જકો પાસે અનુયાયીઓ તેમજ મંતવ્યોનો નોંધપાત્ર આધાર છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો સામગ્રીમાં સક્રિયપણે તેમની ભાગીદારી નોંધાવી રહ્યા છે અને તેમાંથી કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સારી કમાણી કરી રહ્યા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરની હદમાં આવેલા ગામ તુલસીમાં કન્ટેન્ટ સર્જકોના સમર્થનમાં આગળ આવીને, લગભગ 1,100 યુટ્યુબર્સ વસવાટ કરે છે.

01 October, 2023 02:05 IST | Delhi
રોડ અકસ્માતમાં પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું મૃત્યુ

રોડ અકસ્માતમાં પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું મૃત્યુ

પ્રખ્યાત યુટ્યુબર અને કૉમેડિયન દેવરાજ પટેલનું છત્તીસગઢના રાયપુરમાં 26 જૂને રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુટ્યુબર દેવરાજ પટેલ તેના "દિલ સે બુરા લગતા હૈ" મીમ માટે પ્રખ્યાત હતો. પોલીસે આપેલી માહિતી મુજબ દેવરાજ બાઇકના પાછળની સીટ પર સવાર હતો તે દરમ્યાન મોટરસાઇકલ ટ્રક સાથે અથડાઈ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

27 June, 2023 05:19 IST | Raipur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK