લૂઇઝિયાનામાં તમે દરેક કોળીયે સંસ્કૃતિનો સ્વાદ માણી શકો અને તે એવી સંસ્કૃતિ કે કલ્ચર છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. ક્રેઓલે અને કાજુન લોકો લુઇઝિયાનામાં વસેલા છે અને તેમણે યુરોપિયન, આફ્રિકન અને કરેબિયન કૂકિંગની રીતો ભેગી કરીને લુઇઝિયાના કલિનરી લેન્ડસ્કેપને સમૃધ્ધ બનાવ્યો છે. તેમાં કમ્ફર્ટ, સોફેસ્ટિકેશનની સાથે મોસમી સામગ્રી, ખાવાનું બનાવવાની રીતો પેઢી દર પેઢી આગળ વધતી રહે છે, સોંપાતી રહે છે. લુઇઝિયાનાના દરેક પ્રદેશની કોઇ સિક્રેટ રેસિપી છે જે ચાખવા જેવી છે. અહીં જિંદગીનું કેન્દ્ર છે ફૂડ અને તમે દરેક વળાંકે નવી વાનગી માણી શકશો. 2005ને આ રાજ્ય યર ઑફ ફૂડ તરીકે ઉજવે છે ત્યારે જાણો કે અહીં શું છે જે તમારે માણવું જોઇએ.
28 January, 2025 06:02 IST | New Orleans | Gujarati Mid-day Online Correspondent