Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Travel News

લેખ

સિંગાપોરના જ્વેલ ચાંગી ઍરપોર્ટના જ્વેલ કૉમ્પ્લેક્સમાં ૧૩૧ ફુટ ઊંચો વૉટરફૉલ વર્લ્ડનો સૌથી ઊંચો ઇન્ડોર ધોધ છે.

સિંગાપોરના ઍરપૉર્ટ પર છે વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વૉટરફૉલ

કૉમ્પ્લેક્સમાં શૉપિંગ મૉલની સાથે લીલોતરીથી છલકાતું ઇન્ડોર ફૉરેસ્ટ પણ છે.

11 April, 2025 12:38 IST | Singapore | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ક્યારેક પહેલી જ વાર ગયા હોઈએ એ અજાણ સ્થળોએ અનુભવાતી અકળ ચિરપરિચિતતા

ક્યારેક પહેલી જ વાર ગયા હોઈએ એ સ્થળ આપણને તદ્દન પરિચિત લાગે, જાણે આપણે અગાઉ ત્યાં આવી ગયા હોઈએ એવી લાગણી થાય છે.

11 April, 2025 07:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૈસુરના ૪૫ વર્ષના ડી. કૃષ્ણકુમાર ૭૫ વર્ષનાં મમ્મીને લઈને સ્કૂટર પર દુનિયા દેખાડવા નીકળ્યા છે

૭૫ વર્ષનાં મમ્મીને લઈને ૨૪ વર્ષ જૂના બજાજ ચેતક પર દુનિયાભ્રમણ કરવા નીકળ્યા

૨૦૧૮માં શરૂ થયેલી આ યાત્રામાં મા-દીકરો મજ્જેથી ભારતનાં તમામ રાજ્યો ફરી ચૂક્યાં છે. કોરોનાને કારણે વચ્ચે એક-બે વર્ષ માટે તેમની સફર પર બ્રેક લાગી હતી

09 April, 2025 01:10 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

તમે કલાકાર તરીકે અમેરિકામાં પર્ફોર્મ કરવાના હો તો P-3 વીઝા મેળવવા જોઈએ

અનેક કલાકારોને P-3 વીઝા વિશે જાણ નથી હોતી. અનેકોના આયોજકો P-3 વીઝા મેળવવા માટે જે ખર્ચો કરવો પડે એ ટાળવા માટે તેમને P-3 વીઝાની જરૂર છે એવું જણાવતા નથી.

09 April, 2025 07:23 IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર

ચારધામ યાત્રામાં ડ્રાઇવરો ચંપલ પહેરીને ગાડી નહીં ચલાવી શકે, શૂઝ ફરજિયાત

પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે

09 April, 2025 06:59 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbaiથી ગોવા 6 કલાકમાં પહોંચાશે, મહારાષ્ટ્રના પરિવહન મંત્રીએ આપ્યું નિવેદન

મુંબઈથી ગોવા વચ્ચે રો રો ફેરરી શરૂ થવાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા જળ આવાગમનને પ્રોત્સાહન આપ્યા બાદ હવે મહારાષ્ટ્રના પરિવહન મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

08 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નૈનીતાલ ટ્રાફિક

નૈનીતાલમાં ટૂરિસ્ટ કારની એન્ટ્રી માટેનો ટૅક્સ ૧૨૦થી વધારીને ૫૦૦ રૂપિયા થઈ શકે છે

ગરમીની સીઝનમાં સહેલાણીઓનો ધસારો વ‌ધી જતો હોવાથી નૈનીતાલ નગરપાલિકાએ ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં નૈનીતાલ એન્ટ્રી ટૅક્સમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. અત્યાર સુધી વિઝિટર્સ વેહિકલ સાથે નૈનીતાલમાં પ્રવેશતા હોય તો તેમની પાસેથી ૧૨૦ રૂપિયા એન્ટ્રી ટૅક્સ લેવાશે.

07 April, 2025 01:18 IST | Nainital | Gujarati Mid-day Correspondent
હવે રેલવે સ્ટેશન પર કૂલી જોઈતો હોય તો ઍડ્વાન્સમાં ઑનલાઇન બુક કરો

હવે રેલવે સ્ટેશન પર કૂલી જોઈતો હોય તો ઍડ્વાન્સમાં ઑનલાઇન બુક કરો

વેસ્ટર્ન રેલવેનો નવો ઉપક્રમ, વલસાડમાં ટ્રાયલ શરૂ

07 April, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

હાજી અલી દરગાહ (તસવીર: રાણે આશિષ)

Ramadan Month 2025: મુંબઈની પ્રતિષ્ઠિત હાજી અલી દરગાહના અદભુત દૃશ્યો, જુઓ તસવીરો

મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત હજી અલી દરગાહની અદભુત તસવીરો કૅમેરામાં કેદ થઈ હતી. અહીં ઘણા ભક્તો સંત પીર હાજી શાહ બુખારીની કબરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. (તસવીરો: આશિષ રાણે)

21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફૂડ ફેસ્ટિવલ્સમાં સિગ્નેચર ડિશીઝથી માંડીને અનેક નવી વેરાયટીઝ માણી શકાય છે

ફેસ્ટિવ ફિએસ્ટાઃ લુઇઝિયાનાના સ્પ્રિંગ ફેસ્ટિવલ વિશે જાણવા જેવું

લુઇઝિયાનાને વિશ્વનું સૌથી વધુ તહેવારો ધરાવતું સ્ટેટ હોવાથી ફેસ્ટિવ કેપિટલ ઑફ ધી વર્લ્ડ કહી શકાય. અહીં 400થી વધુ તહેવારો ઉજવાય છે અને આખું વર્ષ કોઇને કોઇ ઉજવણી ચાલતી રહે છે. વસંત એટલે કે સ્પ્રિંગની ઋતુ આવે એટલે ખાણીપીણી, હેરિટેજ જેવી ઘણી બધી બાબતો માણી શકાય એવો માહોલ ખડો થાય છે. લોકો જોડાય છે, કોમ્યુનિટી સ્પિરિટ ઘડાય છે અને સૌ સમૃદ્ધ વારસો માણે છે. તસવીર સૌજન્ય - લુઇઝિયાના ઑફિસ ઑફ ટુરિઝમ

06 February, 2025 01:47 IST | Louisiana | Gujarati Mid-day Online Correspondent
ફિલાડેલ્ફિયામાં કપલ્સ માટે એક્ટિવિટીઝ અને અનુભવોનાં ઘણાં વિકલ્પો છે

રોમેન્ટિક ફિલાડેલ્ફિયાઃ કપલ્સ ડેટ પ્લાન કરવાના શ્રેષ્ઠ સ્પોટ્સ અને અનુભવો

ફિલાડેલ્ફિયા એક રોમેન્ટિક શહેર છે જેમાં કપલ્સ માટે અસંખ્ય અવિસ્મરણીય અનુભવો છે. લક્ઝરી હોટલોમાં કૉકટેલ પીવાથી લઈને સૂર્યાસ્ત સમયે રોમેન્ટિક પિકનિકનો આનંદ માણવા સુધી, આ શહેર હનીમૂન અથવા ડેટ પર યુગલો માટે શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરે છે. (તસવીર સૌજન્ય પીઆર)

31 January, 2025 01:20 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent
ન્યુ ઓર્લિન્સની ડિશીઝમાં ત્યાંની પરંપરાઓ જીવે છે. માર્ડી ગ્રાસ માણો તો સાથે ફૂડ પણ માણવું જરૂરી.

યમ્મી ટમ્મીઃ લુઇઝિયાનાની આઇકોનિક ફ્લેવર્સમ માણવા આ ચોક્કસ ખાજો

લૂઇઝિયાનામાં તમે દરેક કોળીયે સંસ્કૃતિનો સ્વાદ માણી શકો અને તે એવી સંસ્કૃતિ કે કલ્ચર છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. ક્રેઓલે અને કાજુન લોકો લુઇઝિયાનામાં વસેલા છે અને તેમણે યુરોપિયન, આફ્રિકન અને કરેબિયન કૂકિંગની રીતો ભેગી કરીને લુઇઝિયાના કલિનરી લેન્ડસ્કેપને સમૃધ્ધ બનાવ્યો છે. તેમાં કમ્ફર્ટ, સોફેસ્ટિકેશનની સાથે મોસમી સામગ્રી, ખાવાનું બનાવવાની રીતો પેઢી દર પેઢી આગળ વધતી રહે છે, સોંપાતી રહે છે. લુઇઝિયાનાના દરેક પ્રદેશની કોઇ સિક્રેટ રેસિપી છે જે ચાખવા જેવી છે. અહીં જિંદગીનું કેન્દ્ર છે ફૂડ અને તમે દરેક વળાંકે નવી વાનગી માણી શકશો. 2005ને આ રાજ્ય યર ઑફ ફૂડ તરીકે ઉજવે છે ત્યારે જાણો કે અહીં શું છે જે તમારે માણવું જોઇએ.

28 January, 2025 06:02 IST | New Orleans | Gujarati Mid-day Online Correspondent
કોસ્મિક હાર્ટ ગેલેરી દ્વારા પ્રસ્તુત આર્જેન્ટિના-જર્મન કલાકાર ગેરાર્ડો કોર્નનું કર્લિંગ રિબન્સ

Photos કૉસ્મિક હાર્ટ ગૅલેરીમાં આર્ટિસ્ટ ગેરાર્ડો કૉર્નના કર્લિંગ રિબન્સના અનાવરણ

આર્જેન્ટિના-જર્મન કલાકાર ગેરાર્ડો કૉર્નના ફોટોગ્રાફિક એબ્સ્ટ્રેક્શન "કર્લિંગ રિબન્સ" આ પ્રદર્શનનું કૉસ્મિક હાર્ટ ગૅલેરી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રદર્શન લોકોને પ્રકૃતિની છુપાયેલી સુંદરતા અને કલાની પરિવર્તનશીલ શક્તિમાં ઘનિષ્ઠ પ્રવાસ શરૂ કરવા આમંત્રણ આપે છે. કૉર્નની કૃતિઓ પરંપરાગત ફોટોગ્રાફીથી આગળ વધે છે, પ્રકૃતિના સૂક્ષ્મ અજાયબીઓ અને કલાકારની ગહન દ્રષ્ટિનું એક અનોખું સંશ્લેષણ રજૂ કરે છે, જે બધા એક આકર્ષક આધુનિક સૌંદર્ય શાસ્ત્ર દ્વારા રજૂ થાય છે.

09 January, 2025 07:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. ગિરધન પોપટલાલ ગડાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વાગડ સમાજના જુવાનિયાઓને ટ્રેકિંગનું ઘેલું લગાડનાર આ ડૉક્ટર તો કમાલના!

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં મૂળ કચ્છ વાગડના લાકડીયા ગામના અને મુંબઈમાં ડૉક્ટર તરીકે કાર્યરત ૬૦ વર્ષના ગિરધન પોપટલાલ ગડાની પ્રેરક કહાની રજૂ કરવી છે. જેઓએ ટ્રેકિંગ ક્ષેત્રમાં જબરું કાઠું કાઢ્યું છે. ખાસ તો તેઓએ પોતે ટ્રેક કર્યા છે, પણ પોતાના સમાજના યંગસ્ટર્સ માટે ટ્રેકિંગના અનેક આયોજનો કર્યા છે.

08 January, 2025 09:57 IST | Mumbai | Dharmik Parmar
ન્યુ ઓર્લિન્સમાં તમને એટલા બધા અનુભવો મળી શકે છે પસંદગીની યાદી ખૂટશે નહીં - તસવીર સૌજન્ય પીઆર

ટ્રાવેલૉગઃ ન્યુ ઓર્લિન્સની શ્રેષ્ઠ 25 વસ્તુઓનું બકેટ લિસ્ટ જે મિસ કરવા જેવું નથી

ન્યુ ઓર્લિન્સ જાઝ મ્યુઝિક, ક્રિઓલ ક્યુઝિન, માર્ડી ગ્રાસ, વાઇબ્રન્ટ ઈતિહાસ અને ચાર્મ માટે જાણીતું છે. અહીંની એનર્જી લોકોને બાંધી રાખે છે અને મુલાકાતીઓ માટે પણ ખાસ છે. 2025માં ન્યુ ઓર્લિન્સની મુલાકાત લેવી જ જોઇએ અને માટે જ તમને જણાવીએ છીએ 25 ચીજો જે અહીંની ખાસ છે.

31 December, 2024 02:01 IST | New Orleans | Gujarati Mid-day Online Correspondent
ફાર્મ ફ્રેશ પ્રોડ્કટ માણતું બાળક - તસવીર સૌજન્ય - ઇલિનોઇસ ઑફિસ ઑફ ટુરિઝમ

ટ્રાવેલઃ ઇલિનોઇસમાં ફાર્મ ટુ ટેબલ ડાઇનિંગ અનુભવ માટેના શ્રેષ્ઠ વિકલ્પો

ઇલિનોઇસનું ક્લાઇમેટ અને ત્યાંની જમીનની વિવિધતાને કારણે ખેડૂતોૌ ત્યાં જાતભાતના પાક ઉગાડે છે અને તે ફાર્મ ફ્રેશ પ્રોડક્ટને મામલે આગળ પડતું સ્થળ છે. ફાર્મ ટુ ટેબલ ડાઇનિંગના અનુભવની વાત આવે ત્યારે ઇલિનોઇસમાં સારામાં સારા વિકલ્પો છે. તેનાથી લોકલ અર્થતંત્ર બહેતર થાય છે અને તાજગી ભરી ફ્લેવર્સ અને પ્રદેશની લોકલ નિપજનો સ્વાદ લોકોને મળે છે. ઇલિનોઇસનો ફાર્મ ટુ ટેબલ કુલિનરી સીન ચોક્કસ ટ્રાય કરવા જેવો છે. મિડલ ઑફ એવ્રીથિંગનો અનુભવ લેવો જ રહ્યો, ઉભા પાકના ખેતરોની વચ્ચે જેના થકી મેનુ બનતું હોય તેવા ધાનની વચ્ચે બેસીને વાનગીઓ માણવાની મજા અલગ હોય છે. તસવીર સૌજન્ય - ઇલિનોઇસ ઑફિસ ઑફ ટુરિઝમ

24 December, 2024 08:27 IST | Illinois | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે હાથીઓને ખવડાવ્યું

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે હાથીઓને ખવડાવ્યું

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે 08 એપ્રિલના રોજ આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાથીઓને ખવડાવ્યું અને જીપ સફારીનો આનંદ માણ્યો.

09 April, 2025 05:15 IST | Assam
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
કાશ્મીરમાં ચિનાર વૃક્ષોને બચાવવા માટે લેવામાં આવેલી અનોખી પહેલ

કાશ્મીરમાં ચિનાર વૃક્ષોને બચાવવા માટે લેવામાં આવેલી અનોખી પહેલ

ઝડપી શહેરીકરણ અને રોગોને કારણે લુપ્ત થવાના ભય વચ્ચે, અધિકારીઓએ કાશ્મીર ખીણમાં હજારો `ચિનાર`વૃક્ષોને બચાવવા માટે અનોખી પહેલ કરી છે . ચિનાર વૃક્ષોને તેમના સંચાલન માટે એક વ્યાપક ડેટાબેઝ બનાવવા માટે જીઓ-ટેગ કરવામાં આવી રહ્યા છે. આ પાનખર વૃક્ષો હંમેશા કાશ્મીરનું પ્રતીક રહ્યા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. સ્થાન, આરોગ્ય, ઉંમર અને વધતી જતી પેટર્ન જેવી લાક્ષણિકતાઓ રેકોર્ડ કરતા વૃક્ષો સાથે QR કોડ જોડવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી લોકોમાં કાશ્મીર  માટે અનોખી એવી આ વનસ્પતિને બચાવવા અને સાચવવાની આશા જાગશે.

24 January, 2025 04:52 IST | Kashmir
પીએમ મોદીએ ચાર પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું અને સ્ટોલનું અન્વેષણ કર્યું

પીએમ મોદીએ ચાર પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું અને સ્ટોલનું અન્વેષણ કર્યું

ગુરુવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18મા પ્રવાસી ભારતીય દિવસનો શુભારંભ કર્યો, જેમાં ભાર મૂક્યો કે છેલ્લા દાયકામાં અન્ય દેશોએ ભારત તરફ કેવી રીતે નજર રાખવાનું શરૂ કર્યું છે. તેમણે વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોના કાર્યને દર્શાવતા ચાર પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદીએ ભાર મૂક્યો કે પ્રયાગરાજમાં મહાકુંભ ઉત્સવ ટૂંક સમયમાં શરૂ થશે, સાથે મકરસંક્રાંતિ અને માઘ બિહુની ઉજવણી પણ થશે. તેમણે બધાને યાદ અપાવ્યું કે 1915માં આ દિવસે મહાત્મા ગાંધી વિદેશમાં રહ્યા પછી ભારત પાછા ફર્યા હતા. સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા, પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને આવશે.

09 January, 2025 09:23 IST | New Delhi
સીએમ પ્રમોદ સાવંતે `રાજ્યમાં પર્યટન ઘટી રહ્યું છે` ના દાવાઓને રદિયો આપ્યો...

સીએમ પ્રમોદ સાવંતે `રાજ્યમાં પર્યટન ઘટી રહ્યું છે` ના દાવાઓને રદિયો આપ્યો...

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે રાજ્યમાં પ્રવાસન ઘટવાના અહેવાલોને ફગાવી દીધા છે, જ્યારે ANI સાથે વાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, “હું સમગ્ર દેશના લોકોનું ગોવામાં સ્વાગત કરું છું. ડિસેમ્બર મહિનો ગોવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો છે. હંમેશની જેમ, વિવિધ તહેવારો, આંતરરાષ્ટ્રીય તહેવારોથી લઈને ક્રિસમસ અને 31મી ડિસેમ્બર સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગોવામાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના પ્રવાસીઓથી ભરપૂર રહેવાના છે. અહીંની તમામ હોટેલો ભરેલી છે...કેટલાક પ્રભાવકો સોશિયલ મીડિયા પર કહેતા રહે છે કે પ્રવાસીઓ ગોવામાં આવતા નથી અને અન્ય સ્થળોએ જઈ રહ્યા છે. તેઓ ખોટું કામ કરી રહ્યા છે, તેઓ લોકોને ગોવા વિશે ખોટો સંદેશો આપી રહ્યા છે, હું તેમને પણ કહેવા માંગુ છું કે તેઓ પોતે આવીને દરિયાકાંઠાના સ્થળો જોવે, આજે 31મી ડિસેમ્બર છે અને ગોવાના દરેક રસ્તા વાહનોથી ભરેલા છે. , દરેક બીચ ભરેલો છે, ઘણા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અહીં આવ્યા છે, રસ્તા પર એટલી ભીડ છે અને આવનારા તમામ લોકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

02 January, 2025 03:07 IST | Panaji
સાફ પાણી, સુંદર સૂર્યાસ્તનું દ્રશ્ય, બોટિંગથી સુસજ્જ છે આ પહલો બ્લુ ફ્લેગ બીચ

સાફ પાણી, સુંદર સૂર્યાસ્તનું દ્રશ્ય, બોટિંગથી સુસજ્જ છે આ પહલો બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ગુજરાતનો પહેલો બ્લુ ફ્લેગ બીચ બન્યો છે અને આ બીચ ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી દ્વારકાથી માત્ર 12 કિમીના અંતરે આવેલો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ તેમના પરિવાર સાથે અહીં આવે છે અને તેમની રજાઓનો આનંદ માણે છે. ગુજરાત ટુરીઝમ અને ભારત સરકારના સંયુક્ત પ્રયત્નોથી આ બીચનો વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેથી મુલાકાત લેનાર દરેક લોકોને બીચનો સંપૂર્ણ આનંદ મળે. શિવરાજપુર બીચને 2020માં બ્લુ ફ્લેગ બીચનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. બ્લુ ફ્લેગ બીચ એવોર્ડ વિવિધ પાસાઓને આવરી લેતા 32 વિવિધ માપદંડોના પાલન કર્યા બાદ આપવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ ડેનમાર્કમાં હેડ-ક્વોટર બેસ ધરાવતી એક બિન-સરકારી, બિન-લાભકારી સંસ્થા, FEE દ્વારા માલિકી ધરાવતો અને સંચાલિત અગ્રણી આંતરરાષ્ટ્રીય ઇકો-સર્ટિફિકેશન પ્રોગ્રામ છે.

23 May, 2024 01:02 IST | Ahmedabad
Gujarat Tourism: ભાવનગરના ઉદ્યાનમાં કાળિયાર અને અન્ય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Tourism: ભાવનગરના ઉદ્યાનમાં કાળિયાર અને અન્ય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Tourism: સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થપાયેલ બ્લેક બક નેશનલ પાર્ક 34.08 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. સપાટ જમીન, સૂકાં ઘાસ અને કાળિયારનાં ટોળાં હંમેશા આ ઉદ્યાનમાં મુલાકાતીઓને આકર્ષે છે, જે ઘાસની જમીનની ઇકોસિસ્ટમ ધરાવે છે. કાળિયાર, વરુ અને ઓછા ફ્લોરિકન (એક બસ્ટાર્ડ) માટે સફળ સંરક્ષણ કાર્યક્રમો ચાલુ છે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

17 December, 2023 01:06 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK