Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Thane

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

થાણેમાં બે જણ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધાયો

કેસમાં ખડકપાડા પોલીસે તપાસ કરીને એક મહિલા અને એક પુરુષ સામે તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો છે

14 April, 2025 10:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરોધ પ્રદર્શન દર્શાવતી તસવીર

બોરીવલી-થાણે ટ્‍વિન ટનલ પ્રોજેક્ટ સામે થાણેવાસીઓનું વિરોધ-પ્રદર્શન

થાણેમાં એ ટનલનો એન્ડ પાતલીપાડાના મુલ્લાબાગ પાસે ખૂલવાનો છે.

14 April, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી વિશાલ ગવળી (તસવીર: મિડ-ડે)

કલ્યાણ બળાત્કાર-હત્યા કેસનો આરોપી વિશાલ ગવળી જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો

Kalyan Rape-Murder Case: કલ્યાણ પૂર્વના કોલસેવાડી વિસ્તારમાં ૧૨ વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના ચોંકાવનારા કેસના સંબંધમાં વિશાલ ગવળીની ધરપકડ કરવામાં આવી હતી. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ છોકરી ગુમ થઈ ગઈ હતી.

14 April, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

થાણે: હેવાનિયતની હદ! ૧૯ વર્ષીય તરુણે ૧૦ વર્ષની બાળકીને ચૂંથી બારીમાંથી ફેંકી

Thane Crime: મુંબ્રામાં ૧૦ વર્ષની કુમળી વયની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તેટલું જ નહીં આ બાળકીને બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી

10 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ડોમ્બિવલીમાં મરાઠીને બદલે ‘એક્સક્યુઝ મી’ બોલતા નરાધમોએ બે મહિલાઓને માર માર્યો

Mumbai Marathi Language Row: આ ઘટના ડોમ્બિવલી પશ્ચિમના ઓલ્ડ ડોમ્બિવલી વિસ્તારમાં સરળ અંગ્રેજી શબ્દ ‘એક્સક્યુઝ મી’ કહેવા પર મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળાંએ બે યુવતીને માર માર્યો હતો, અને તેમને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું.

09 April, 2025 06:59 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

થાણે ન્યૂઝ: બિલ્ડિંગની બારીનો ભાગ તૂટી પડ્યો- બાજુના બે મકાનોને ખાલી કરાયાં

Thane News: ઘણા સમયથી બંધ એવા પાંચ માળના ઓમ સાગર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. બારીનો આંશિક ભાગ તૂટી ગયો હતો.

08 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પપ્પાએ મોબાઇલ લઈ લીધો એટલે પુત્રએ કરી આત્મહત્યા

નવમા ધોરણની પરીક્ષા આપીને અત્યારે દસમા ધોરણના ક્લાસ કરતા અમન સાહુને મોબાઇલ પર ગેમ રમવાની લત લાગી ગઈ હતી

06 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભોગ બનેલી મહિલા

થાણે: JCBના ડ્રાઇવરે કચરાની સાથોસાથ મહિલાને પણ ડમ્પરમાં ઠાલવીને જીવ લઈ લીધો

આ ઘટનાને પગલે ૧૪ ડમ્પરની તોડફોડ કરનારાઓ સામે પોલીસે નોંધ્યો રમખાણનો કેસ

06 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધાર્મિક વિધિઓ, ઐતિહાસિક પ્રદર્શનો અને શિવાજી મહારાજના વારસાની ઉજવણી કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરો: સીએમઓ મહારાષ્ટ્ર X)

ભિવંડીમાં CM ફડણવીસ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ મંદિરનું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે થાણે જિલ્લાના ભિવંડીના મારાડેપાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. હિન્દુ કેલેન્ડર મુજબ આજે શિવાજી જયંતિ નિમિત્તે આ ઉદ્ઘાટન યોજાયું હતું. (તસવીરો: સીએમઓ મહારાષ્ટ્ર X)

18 March, 2025 07:04 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના મોટા નેતાઓ પણ હોલિકા દહન સાથે હોળીના રંગોમાં પોતાને રંગ્યા. (તસવીરો: CM અને DY CM X)

Photos CM ફડણવીસે પત્નીના ગાલ પર ગુલાલ લગાવ્યો, શિંદેએ થાણેમાં ઉત્સાહથી હોળી રમી

હોળી 2025 ના અવસર પર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન ઉત્સાહ સાથે રંગોના તહેવારમાં ભાગ લીધો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમની પત્ની અમૃતા ફડણવીસ અને દીકરી સાથે હોળી રમી અને તસવીરો શૅર કરી, તો બીજી તરફ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળ્યા. (તસવીરો: CM અને DY CM X)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના કેટલાક ભાગોમાં શનિવારે પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. તસવીરો/શાદાબ ખાન

Mumbai શહેરે ઓઢી ગાઢ ધુમ્મસની ચાદર, વાયુ પ્રદૂષણ પોતાના શિખરે...

ગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલિટીમાં ગંભીર ઘટાડો કરી રહ્યું છે અને શહેરમાં ધુમ્મસને કારણે હવાની ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે. તસવીરો/શાદાબ ખાન

28 December, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

દરજી, જિમ ટ્રેઇનર, હેરડ્રેસર પુરુષો હોય તો શું સ્ત્રીઓ અસુરક્ષિત છે?

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના કહેવા મુજબ આવું છે અને એટલે જ તેમણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે હવે દરેક જિમ, સૅલોંમાં સ્ત્રીઓ માટે ફીમેલ સ્ટાફ હોવો જોઈએ. એટલું જ નહીં પુરુષ ટેલર મહિલાનું માપ નહીં લઈ શકે અને બ્યુટી પાર્લર કે હેર કટિંગનું કામ પણ પુરુષો નહી કરી શકે જેવી ભલામણો કરવામાં આવી છે. જોકે મહિલા આયોગના આવા વિચાર સાથે શું આજનો સમાજ સહમત થાય છે ખરો? ચાલો જાણીએ મહિલાઓ પર વધતા જતા અત્યાચાર પર લગામ કસવા તેમ જ તેમની સુરક્ષા વધારવા માટે કેટલાંક પગલાંઓ લેવાની ભલામણ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે કરી છે. આયોગે વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની સુરક્ષામાં સુધાર લાવવા માટે કેટલાક પ્રસ્તાવ રાખ્યા છે. આ પ્રસ્તાવમાં પુરુષ દરજીઓ દ્વારા મહિલાઓનું માપ લેવા પર તેમ જ પુરુષો દ્વારા મહિલાઓને જિમ અને યોગ સેન્ટરમાં ટ્રેઇનિંગ આપવા પર પ્રતિબંધ મૂકવાની વાત છે. મહિલા આયોગની ગાઇડલાઇન મુજબ ટેલરની દુકાનમાં મહિલાઓના કપડાંનું માપ પુરુષોને બદલે મહિલાઓ જ લેવી જોઈએ. એવી જ રીતે જિમ-યોગ સેન્ટરના સંચાલકોએ મહિલાઓ માટે મહિલા ટ્રેઇનર રાખવા જોઈએ એટલું જ નહીં, મહિલાઓની કપડાંની દુકાનોમાં મહિલા સ્ટાફને રાખવાની તેમ જ સ્કૂલ બસમાં મહિલા સિક્યૉરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક રાખવાની ભલામણ પણ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. એ સિવાય સલૂનમાં પણ સ્ત્રીઓના વાળ કાપવા માટે ફીમેલ હેરડ્રેસર સ્ટાફ રાખવાનો આગ્રહ રખાયો છે. ૨૮ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાં મળેલી રાજ્ય મહિલા આયોગની બેઠકમાં દરેક જિલ્લા અધિકારીઓને મહિલા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત થાય એ માટેની આવી ગાઇડલાઇન્સ આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ અમલમાં આવે એ પહેલાં જ એને કારણે એક ડિબેટ છેડાઈ છે. એક તરફ સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને વિકાસની ખેવના કરે છે ત્યાં બીજી તરફ સુરક્ષા કે સન્માનના મામલે ફરીથી સંકુચિત માનસિકતા તરફ લઈ જતા નિર્દેશો નથી શું? શું આજની મૉડર્ન જમાનાની મહિલાઓને આ પ્રકારની ‘સુરક્ષા’ની જરૂર છે? આ મુદ્દે અમે વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ સાથે વાત કરી અને જે ક્ષેત્રમાં ‘બેડ ટચ’ની સંભાવનાઓ વધુ દેખાય છે એવા ક્ષેત્રના પુરુષ નિષ્ણાતોને પણ પૂછી જોયું. મુંબઈની ઓપન માઇન્ડેડ સોસાયટીમાં આ બાબતે કેવી ચર્ચાઓ થઈ એ વિશે જાણીએ.

11 November, 2024 04:32 IST | Mumbai | Heena Patel
દિવાળીમાં સૌથી યુનિક સજાવટ હોય છે રંગોળીની

મળીએ રંગોળીની રાણીઓને

દિવાળીમાં સૌથી યુનિક સજાવટ હોય છે રંગોળીની. કોઈ ફૂલની રંગોળી બનાવે તો કોઈ પાણી નીચે ને કોઈ પાણીની ઉપર. કોઈક એકલાં મોતીની રંગોળી રચે તો કોઈક સ્ટેઇન્ડ ગ્લાસ પર રંગોળી રચે છે. કોઈ આર્ટિફિશ્યલ ફ્લાવર, લેસ અને પોમપોમમાંથી રંગોળી બનાવે છે. કળાત્મક આર્ટપીસ જેવી અને દિલ ખુશ કરી દેતી રંગોળીઓના કલાકારોને આજે મળીએ -રાજુલ ભાનુશાલી અને દર્શિની વશી

01 November, 2024 06:44 IST | Mumbai | Rajul Bhanushali
ઉમેદવારી નોંધવાતા સમયે સીએમ શિંદેની સાથે તેમનો પરિવાર, પાર્ટીના નેતાઓ અને આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલે પણ હતા.

સીએમ શિંદેએ ચૂંટણીનું રણશીંગું ફૂંક્યું, વિધાનસભાની આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સોમવારે થાણે જિલ્લાના કોપરી-પચપાખાડી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું. જેની તસવીરો તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. (તસવીરોઃ સીએમ શિંદેની ઑફિસ અને એક્સ)

28 October, 2024 03:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહારાષ્ટ્ર ચૂંટણી 2024: સીએમ એકનાથ શિંદે પરિવાર સાથે તેમનો મત આપ્યો

મહારાષ્ટ્ર ચૂંટણી 2024: સીએમ એકનાથ શિંદે પરિવાર સાથે તેમનો મત આપ્યો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થાણેમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તેમની સાથે તેમની પત્ની લતા શિંદે, પુત્ર શ્રીકાંત શિંદે અને પુત્રવધૂ વૃષાલી શ્રીકાંત શિંદે પણ હતા. મતદાન કર્યા પછી, સીએમ શિંદેએ મહારાષ્ટ્રના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂકીને બહાર જઈને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહાયુતિ (શિવસેના, બીજેપી અને અન્ય સમર્થક પક્ષોનું ગઠબંધન) જબરદસ્ત જીત સાથે જીતશે. મુખ્યમંત્રીની મુલાકાતે ચૂંટણીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને નાગરિકોને તેમના મત દ્વારા તેમનો અવાજ સાંભળવા વિનંતી કરી હતી.

20 November, 2024 03:51 IST | Mumbai
બદલાપુર કેસ એન્કાઉન્ટર: પોલીસે મહત્વની વિગતો જાહેર કરી

બદલાપુર કેસ એન્કાઉન્ટર: પોલીસે મહત્વની વિગતો જાહેર કરી

બદલાપુર બળાત્કાર કેસના આરોપી અક્ષય શિંદે, જેના પર બદલાપુરની એક શાળામાં બે યુવતીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો, તેને 23મી સપ્ટેમ્બરના રોજ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. એપીઆઈ નિલેશ મોરે, નામક પોલીસકર્મી આરોપીઓ દ્વારા મારવામાં આવેલી ગોળીથી ઈજાગ્રસ્ત અને બેભાન થઈ ગયો. થાણે પોલીસના જનસંપર્ક અધિકારી શૈલેષ સાલ્વીએ અક્ષય શિંદેને સંડોવતા તાજેતરના એન્કાઉન્ટર અંગે નિવેદન આપ્યું હતું.

25 September, 2024 11:47 IST | Mumbai
મુંબઈ બ્લૉક: 63 કલાક લાંબા મેગા બ્લૉકની મુંબઈગરા પર અસર, 930 ટ્રેનો રદ!

મુંબઈ બ્લૉક: 63 કલાક લાંબા મેગા બ્લૉકની મુંબઈગરા પર અસર, 930 ટ્રેનો રદ!

મધ્ય રેલવેએ 30 મેના રોજ મધ્યરાત્રિથી 63 કલાકના મેગા બ્લૉકની જાહેરાત કરી હતી, જેનાથી 930 લોકલ ટ્રેન સેવાઓને અસર થશે. આ બ્લોકનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે પ્લેટફોર્મ વિસ્તારવાનો અને થાણે સ્ટેશનના પ્લેટફોર્મને પહોળો કરવાનો છે. રવિવાર, 1લી જૂનના રોજ બપોરે 3.30 વાગ્યા સુધીમાં કામગીરી ફરી શરૂ થશે. દરરોજ 1,800થી વધુ લોકલ ટ્રેન સેવાઓ સાથે, ચાર કોરિડોર પર 30 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે, વિક્ષેપો અને ભીડની અપેક્ષા છે. થાણેના ભીડભાડવાળા પ્લેટફોર્મ 5 અને 6ને 2-3 મીટર પહોળા કરવામાં આવશે. બ્લૉક દરમિયાન, 444 ઉપનગરીય સેવાઓ ટૂંકી કરવામાં આવશે અને 446 સેવાઓ અન્ય સ્ટેશનોથી શરૂ થશે. સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે જણાવ્યું હતું કે, સીએસટીની લંબાઈને લંબાવવા માટે મેગા બ્લૉક લેવામાં આવી રહ્યો છે. લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત, લાંબા અંતરની ટ્રેનોને પણ બ્લોક સમયગાળા દરમિયાન અસર થવાની ધારણા છે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ જરૂરી ન હોય ત્યાં સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળે. જોકે, 30મી મેના રોજ મુંબઈ બ્લૉક દરમિયાન રોજિંદા મુસાફરોને ભીડ અને ભીડમાંથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

31 May, 2024 12:57 IST | Mumbai
ડોમ્બિવલી બૉઈલર બ્લાસ્ટ: 7ના મોત, બૉઈલર બ્લાસ્ટમાં 40થી વધુ ઈજાગ્રસ્ત

ડોમ્બિવલી બૉઈલર બ્લાસ્ટ: 7ના મોત, બૉઈલર બ્લાસ્ટમાં 40થી વધુ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ડોમ્બિવલી બોઇલર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 5 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. 23 મેના રોજ થાણેમાં એક મોટા બોઈલર વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

24 May, 2024 05:33 IST | Mumbai
ડોમ્બિવલી ફેક્ટરીના બોઈલર બ્લાસ્ટ કેસમાં કડક પગલાં લેવાશે: સીએમ શિંદે

ડોમ્બિવલી ફેક્ટરીના બોઈલર બ્લાસ્ટ કેસમાં કડક પગલાં લેવાશે: સીએમ શિંદે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 23 મેના રોજ ડોમ્બિવલીના એમઆઇડીસી કેમિકલ ફેક્ટરીમાં થયેલા ભીષણ બોઇલર બ્લાસ્ટની ઘટના બાદ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ મામલે તરત જ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. શિંદેએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આવી જોખમી ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારોની બહાર ખસેડવાની યોજના જાહેર કરી હતી. તેમણે બ્લાસ્ટ અંગે તપાસનો અને જવાબદાર લોકો સામે કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. રાજ્ય સરકારે મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય, ઘાયલોની સારવાર પાછળનો ખર્ચ અને પ્રભાવિત કર્મચારીઓને વળતર આપવાની પણ ખાતરી જાહેર કરી છે. શિંદેએ આ વિસ્તારની બીજી ફેક્ટરીઓ અને રહેણાંક મિલ્કતો પર આ બ્લાસ્ટના પ્રભાવની નિંદા કરી અને જલદીથી કોઈ પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

24 May, 2024 12:51 IST | Thane
Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: મહારાષ્ટ્રમાં વધુ એક આઘાતજનક ઘટનામાં, થાણેની પ્રિયા સિંહ નામની ઇન્સ્ટાગ્રામ પ્રભાવકને તેના કથિત બોયફ્રેન્ડ, અશ્વજીત ગાયકવાડે, મહારાષ્ટ્રમાં ઉચ્ચ હોદ્દા પરના અમલદારના પુત્રને જણાવ્યું હતું. આ ભયાનક ઘટના 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રના થાણેમાં બની હતી.

17 December, 2023 11:16 IST | Thane
કોંગ્રેસમેન શ્રી થાનેદારે હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન US કોંગ્રેસનલ કોકસ કર્યું જાહેર

કોંગ્રેસમેન શ્રી થાનેદારે હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન US કોંગ્રેસનલ કોકસ કર્યું જાહેર

ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે નવા કોંગ્રેસનલ કોકસની શરૂઆત કરી છે. નવા કોંગ્રેસનલ કોકસનો હેતુ હિન્દુઓ, બૌદ્ધો, શીખો અને જૈનોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ વિશે વધુ જાણવા જુઓ વીડિયો...

30 September, 2023 12:14 IST | Delhi
Janmashtami 2023: થાણેમાં આ ગોવિંદા ગ્રુપે બનાવ્યું અકલ્પનીય ૯ સ્તરનું પિરમિડ

Janmashtami 2023: થાણેમાં આ ગોવિંદા ગ્રુપે બનાવ્યું અકલ્પનીય ૯ સ્તરનું પિરમિડ

થાણે (પશ્ચિમ)માં પ્રતાપ સરનાઈક દ્વારા આયોજિત વર્તક નગર દહીં હાંડી ઈવેન્ટમાં જય જવાન ગોવિંદા પાઠક ગ્રુપ દ્વારા ભવ્ય 9-સ્તરીય માનવ પિરામિડ બનાવવાના પડકારને સ્વીકારવામાં આવ્યો હતો. હ્રદયસ્પર્શી ઉત્તેજના અને ટીમવર્કના અવિશ્વસનીય પરાક્રમો માટે જુઓ વીડિયો!

07 September, 2023 09:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK