બૉલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે પોતાની બહેન સના કપૂરે લગ્નની વધામણી આપી છે. સના અભિનેતા પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી છે અને તેમણે બુધવારે મહાબળેશ્વરમાં અબિનેતા સીમા પાહવા અને મનોજ પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કર્યા. લગ્નમાં સુપ્રિયાની બહેન રત્ના પાઠક શાહ અને તેના પતિ નસીરુદ્દીન શાહ પણ હાજર હતા. લગ્નમાં આ ચારેય એટલે કે પંકજ કપૂર, સુપ્રિયા પાઠક, નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહની એક તસવીર ચાહકો સાથે શૅર કરી છે અને તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. શાહીદે સનાના લગ્નના અવસરે પોતાની અને તેની એક તસવીર શૅર કરતા પોતાની બહેન માટે એક નોટ લખી છે. બન્ને ભાઈ-બહેને 2015માં આવેલી ફિલ્મ `શાનદાર`માં એક સાથે અભિનય કર્યું હતું. (તસવીર સૌજન્ય સના કપૂર, વિવાન શાહ, શાહિદ કપૂર, મીરા રાજપૂત ઇન્સ્ટાગ્રામ)
03 March, 2022 07:54 IST | Mumbai