કૅપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી થઈ હોવા છતાં જીતનું ખાતું ન ખોલાવી શક્યું મુંબઈ
30 March, 2025 10:15 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondentપ્લેયર ઑફ ધ મૅચ માર્ક ચૅપમૅને ૧૧૧ બૉલમાં ફટકાર્યા ૧૩૨ રન : પહેલી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડના ૩૪૫ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૨૭૧ રનમાં ઑલઆઉટ
30 March, 2025 10:14 IST | Wellington | Gujarati Mid-day Correspondentજીવનમાં હંમેશાં ઉતાર-ચડાવ આવશે એમ જણાવતાં રોહિત શર્મા કહે છે...
30 March, 2025 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપહેલી વાર જૉકોવિચની મૅચ જોવા પહોંચેલા મેસીએ તેને પોતાની અમેરિકન ફુટબૉલ ક્લબ ઇન્ટર માયામીની ઑટોગ્રાફવાળી જર્સી ગિફ્ટ કરી હતી.
30 March, 2025 09:40 IST | Florida | Gujarati Mid-day Correspondentગઈ સીઝનની ચૅમ્પિયન રહેલી રંગોલી વાઇકિંગ્સ અને આ સીઝનની બેસ્ટ રહેલી ટૉપ ટેન લાયન્સ ટીમ વચ્ચે રમાશે આખરી જંગ
30 March, 2025 09:39 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentT20 દરમ્યાન માત્ર બીજી વાર નવમા ક્રમે બૅટિંગ કરવા ઊતર્યો હતો ધોની, ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે પણ આ ક્રમે કરી હતી બૅટિંગ
30 March, 2025 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુવાહાટીના મેદાન પર પહેલી વાર થશે બન્ને ટીમની ટક્કર
30 March, 2025 09:03 IST | Guwahati | Gujarati Mid-day Correspondentચેપૉકમાં ૧૭ વર્ષ બાદ RCB સામે સૌથી મોટા માર્જિનથી હારવા છતાં CSKનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ કહે છે... : ચેપૉકમાં ચેન્નઈને ૫૦ રનના માર્જિનથી હરાવનાર પહેલી ટીમ બની બૅન્ગલોર
30 March, 2025 09:01 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent૨૦૨૦માં સળંગ ચોથી વાર વિજેતા બન્યા બાદ છેલ્લી ૩ સીઝનની નિષ્ફળતાને ભુલાવીને ફરી ચૅમ્પિયન ટચ બતાવીને બન્યા મિડ-ડે કપના નંબર વન ચૅમ્પિયન : પ્રથમ વાર ફાઇનલમાં રમી રહેલી પરજિયા સોનીના કમાલના પર્ફોર્મન્સ છતાં પ્રથમ ઇનિંગ્સમાં આપેલી ૨૧ રનની લીડને લીધે ૩૦ રનથી પરાજય જોવો પડ્યો : મૅન ઑફ ધ મૅચ દિનેશ નાકરાણીની પ્રથમ ઇનિંગ્સની ૩૨ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથેની ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સ બની નિર્ણાયક : શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ બન્યો સીઝનનો સુપરસ્ટાર કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે રમાયેલી મિડ-ડે કપ ૨૦૨૫ની ફાઇનલ અપેક્ષા પ્રમાણે ખૂબ રોમાંચક રહી હતી. મિડ-ડે કપની ૧૦મી, ૧૧મી, ૧૨મી અને ૧૩મી સળંગ ચાર સીઝનમાં ચૅમ્પિયન બનીને દબદબો જાળવી રાખનાર કચ્છી કડવા પાટીદારે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કરનાર પરજિયા સોનીને ૩૦ રનથી હરાવીને નવો રેકૉર્ડ બનાવી દીધો હતો. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ સૌથી વધુ ચાર વાર જીતવાનો રેકૉર્ડ કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખીના સંયુક્ત નામે હતો, પણ હવે વધુ એક કમાલ સાથે પાંચમી વાર ટ્રોફી જીતીને કચ્છી કડવા પાટીદારે મિડ-ડે કપનું ચૅમ્પિયન નંબર વન બની ગયું છે. મૅન આૅફ ધ ફાઇનલ કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને પાયલ અને વિશાલ પોકારના હસ્તે ટ્રોફી અને ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યું હતું. દિનેશ નાકરાણીએ ફાઇનલમાં શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં બન્ને ઇનિંગ્સમાં કુલ ૫૦ બૉલમાં ૮૬ રન બનાવ્યા હતા, ૩ વિકેટ લીધી હતી અને બે કૅચ પકડ્યા હતા. તસવીરો : અતુલ કાંબળે પ્રથમ ઇનિંગ્સમાં શું થયું? પ્રથમ ઇનિંગ્સમાં પરજિયા સોનીના કૅપ્ટન વિકી સોનીએ ટૉસ જીતીને સવારની ભેજવાળી આઉટ ફીલ્ડનો લાભ લેવા જરાય ખચકાટ વગર પ્રથમ બોલિંગ કરવાનું પસંદ ર્ક્યું હતું. પ્રથમ ચાર ઓવરમાં માત્ર ૨૭ રનમાં બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશુ ધોળુને આઉટ કરી દેતાં પરજિયા સોનીનો એ નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો. જોકે ત્યાર બાદ સ્ટાર ઑલરાઉન્ડર અને યુગાન્ડાની નૅશનલ ટીમ વતી રમતા દિનેશ નાકરાણીએ બાજી પોતાના હાથમાં લઈને ૩૨ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ટીમના સ્કોરને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૦ રન પર પહોંચાડી દીધો હતો. પરજિયા સોનીએ પહેલી જ ઓવરમાં બન્ને ઓપનરો કૅપ્ટન વિકી સોની અને જિગર સોની ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આ સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન રાહુલ સોની (૨૨) અને યશ ધાણક (૨૫) વળતી લડત છતાં પરજિયા સોની ૧૦ ઓવરમાં છેલ્લા બૉલે ૮૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એ સાથે કચ્છી કડવા પાટીદારે મહત્ત્વપૂર્ણ ૨૧ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં શું થયું? બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી તેમણે પ્રથમ ૩ ઓવરમાં માત્ર ૨૪ રનના સ્કોર પર બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશ ધોળુ તેમ જ વંશ પટેલને ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. પ્રથમ ઇનિંગ્સના હીરો દિનેશ નાકરાણીને પણ (૧૮ બૉલમાં ૨૬ રન) વહેલો આઉટ કરીને પરજિયા સોનીએ બીજી ઇનિંગ્સમાં જબરું કમબૅક કર્યું હતું. તેઓ આખરે કચ્છી કડવા પાટીદારને ૧૦ ઓવરમાં માત્ર પાંચ વિકેટે ૮૫ રન સુધી સીમિત રાખવામાં સફળ થયા હતા. પ્રથમ ઇનિંગ્સની ૨૧ રનની લીડને લીધે તેમને જીત માટે ૧૦૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનરો યશ ધાણક (૧૦) અને જિગર સોની (૨૫ રન)એ ટીમને યોગ્ય શરૂઆત કરાવી આપતાં કચ્છી કડવા પાટીદારના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો, પણ વેદાંશ ધોળુના ૧૮ રનમાં ૩ વિકેટ સાથેના તરખાટને અને નિરંતર વિકેટ પતનને લીધે પરજિયા સોની ટીમ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન જ બનાવી શકી હતી અને ૩૦ રનથી હારી રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો. મિડ-ડે કપના ચૅમ્પિયનો કચ્છી કડવા પાટીદાર (પાંચ વાર) : (૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૫) ચરોતર રૂખી (ચાર વાર) : (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫) કપોળ (૩ વાર) : (૨૦૧૦, ૨૦૨૧, ૨૦૨૪) હાલાઈ લોહાણા (૩ વાર) : (૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૩) વાગડ વીસા ઓસવાળ જૈન (બે વાર) : (૨૦૦૮, ૨૦૦૯) ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : પરજિયા સોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર રન બૉલ ૬ ૪ ભાવિક ભગત કૉ. દેવાંગ સાગર બૉ. ધર્મિત ધાણક ૧૨ ૧૦ ૦ ૨ વેદાંશ ધોળુ બૉ. દેવાંગ સાગર ૪ ૭ ૦ ૦ દિનેશ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક ૬૦ ૩૨ ૩ ૭ વંશ પટેલ કૉ. યશ ધાણક બૉ. દેવાંગ સાગર ૧૦ ૯ ૦ ૧ તેજસ શેઠિયા નૉટઆઉટ ૧ ૧ ૦ ૦ જેસલ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક ૦ ૧ ૦ ૦ કુલ રન (૧૦ ઓવર) ૧૧૦/૫ વિકેટ-પતન : ૧/૧૭ (૨.૧), ૨/૨૧ (૩.૩), ૩/૮૯ (૭.૬), ૪/૧૧૦ (૯.૫), ૫/૧૧૦ (૯.૬) બોલિંગ ઓવર મેઇડન રન વિકેટ મોનિલ સોની ૨ ૦ ૩૨ ૦ ધવલ સોની ૧ ૦ ૩ ૦ ધર્મિત ધાણક ૨ ૦ ૧૫ ૧ દેવાંગ સાગર ૨ ૦ ૧૬ ૨ પરીક્ષિત ધાણક ૨ ૦ ૧૩ ૨ યશ ધાણક ૧ ૦ ૧૩ ૦ પરજિયા સોની : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર રન બૉલ ૬ ૪ વિકી સોની કૉ. જેસલ નાકરાણી બૉ. વેદાંશ ધોળુ ૨ ૨ ૦ ૦ જિગર સોની કૉ. ધરમ ચોપડા બૉ. વેદાંશ ધોળુ ૦ ૨ ૦ ૦ રાહુલ સોની કૉ. ભાવિક ભગત બૉ. હિરેન રંગાણી ૨૨ ૧૫ ૦ ૩ યશ ધાણક કૉ. હિરેન રંગાણી બૉ. જેસલ નાકરાણી ૨૫ ૨૧ ૧ ૨ મોનિલ સોની રનઆઉટ (તેજસ શેઠિયા) ૫ ૩ ૦ ૧ દેવાંશ હીરાણી કૉ. વંશ પટેલ બૉ. વેદાંશ ધોળુ ૯ ૮ ૦ ૧ ધવલ સોની બૉ. દિનેશ નાકરાણી ૭ ૪ ૦ ૧ ધર્મિત ધાણક બૉ. દિનેશ નાકરાણી ૪ ૪ ૦ ૦ પરીક્ષિત ધાણક રનઆઉટ (ધરમ ચોપડા) ૦ ૦ ૦ ૦ સારંગ સોની નૉટઆઉટ ૦ ૦ ૦ ૦ દેવાંગ સાગર રનઆઉટ ૨ ૧ ૦ ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૯ ઑલઆઉટ વિકેટ-પતન : ૧/૨ (૦.૨), ૨/૩ (૦.૫), ૩/૫૨ (૫.૨), ૪/૬૩ (૬.૨), ૫/૬૭ (૭.૪), ૬/૭૪ (૮.૨), ૭/૮૦ (૮.૬), ૮/૮૧ (૯.૨), ૯/૮૭ (૯.૫), ૧૦/૮૯ (૯.૬) બોલિંગ ઓવર મેઇડન રન વિકેટ વેદાંશ ધોળુ ૨ ૦ ૧૨ ૩ ભાવિક ભગત ૨ ૦ ૧૬ ૦ જેસલ નાકરાણી ૨ ૦ ૧૪ ૧ હિરેન રંગાણી ૨ ૦ ૨૨ ૧ દિનેશ નાકરાણી ૨ ૦ ૧૩ ૨ સેકન્ડ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : કચ્છી કડવા પાટીદારે ટૉસ જીતીને બૅટિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : સેકન્ડ ઇનિંગ્સ પ્લેયર રન બૉલ ૬ ૪ ભાવિક ભગત કૉ. યશ ધાણક બૉ. ધવલ સોની ૪ ૩ ૦ ૧ વેદાંશ ધોળુ કૉ. ધર્મિત ધાણક બૉ. ધવલ સોની ૯ ૬ ૦ ૨ દિનેશ નાકરાણી કૉ. યશ ધાણક બૉ. ધર્મિત ધાણક ૨૬ ૧૮ ૨ ૨ વંશ પટેલ સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. દેવાંગ સાગર ૨ ૩ ૦ ૦ જેસલ નાકરાણી સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. પરીક્ષિત ધાણક ૧૫ ૧૬ ૦ ૨ તેજસ શેઠિયા નૉટઆઉટ ૧૮ ૧૩ ૧ ૨ દિલીપ લીંબાણી નૉટઆઉટ ૧ ૧ ૦ ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૫/૫ વિકેટ-પતન : ૧/૧૫ (૧.૧), ૨/૧૬ (૧.૫), ૩/૨૪ (૨.૫), ૪/૫૫ (૬.૨), ૫/૭૪ (૯.૨) બોલિંગ ઓવર મેઇડન રન વિકેટ મોનિલ સોની ૨ ૦ ૧૮ ૦ ધવલ સોની ૨ ૦ ૧૦ ૨ દેવાંગ સાગર ૨ ૦ ૧૮ ૧ પરીક્ષિત ધાણક ૨ ૦ ૧૩ ૧ ધર્મિત ધાણક ૨ ૦ ૨૨ ૧ પરજિયા સોની : સેકન્ડ ઇનિંગ્સ (ટાર્ગેટ - ૧૦૭ રન) પ્લેયર રન બૉલ ૬ ૪ યશ ધાણક કૉ. દિનેશ નાકરાણી બૉ. ભાવિક ભગત ૧૦ ૭ ૦ ૨ જિગર સોની એલબીડબ્લ્યુ બૉ. દિનેશ નાકરાણી ૨૫ ૨૦ ૦ ૪ રાહુલ સોની કૉ. દિનેશ નાકરાણી બૉ. હિરેન રંગાણી ૧૧ ૧૧ ૦ ૨ મોનિલ સોની એલબીડબ્લ્યુ બૉ. જેસલ નાકરાણી ૫ ૬ ૦ ૧ વિકી સોની કૉ. હિરેન રંગાણી બૉ. વેદાંશ ધોળુ ૨ ૫ ૦ ૦ દેવાંશ હીરાણી રનઆઉટ ૯ ૪ ૧ ૦ ધવલ સોની નૉટઆઉટ ૦ ૨ ૦ ૦ પરીક્ષિત ધાણક બૉ. વેદાંશ ધોળુ ૦ ૧ ૦ ૦ ધર્મિત ધાણક કૉ. તેજસ શેઠિયા બૉ. વેદાંશ ધોળુ ૪ ૨ ૦ ૧ દેવેન સતીકુવર નૉટઆઉટ ૪ ૨ ૦ ૧ કુલ રન (૧૦ ઓવર) ૭૬/૮ વિકેટ-પતનઃ ૧/૧૩ (૧.૬), ૨/૫૧ (૫.૫), ૩/૫૩ (૬.૬), ૪/૫૬ (૭.૨), ૫/૬૯ (૮.૩), ૬/૬૯ (૯.૧), ૭/૬૯ (૯.૨), ૮/૭૩ (૯.૪) બોલિંગ ઓવર મેઇડન રન વિકેટ વેદાંશ ધોળુ ૨ ૦ ૧૮ ૩ ભાવિક ભગત ૨ ૦ ૯ ૧ જેસલ નાકરાણી ૨ ૦ ૨૬ ૧ હિરેન રંગાણી ૨ ૦ ૧૩ ૧ દિનેશ નાકરાણી ૨ ૦ ૪ ૧ રિઝલ્ટ : કચ્છી કડવા પાટીદારનો ૩૦ રનથી વિજય
25 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondentશાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.
24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondentઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)
22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.
16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)
15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentદુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondentક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડેના દિવસે, ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ફાઇનલ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે લોકો મુંબઈના દાદર વિસ્તારમાં ભેગા થયા હતા. (તસવીરો: આશિષ રાજે)
10 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન, જેણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તે તાજેતરમાં એક રહસ્યમય મહિલા સાથે જોવા મળ્યો હતો. આ મહિલા સાથે તેની તસવીરો સામે આવતા તેના ચાહકો ઉત્સુક છે અને ચર્ચા જાગી છે કે શું ક્રિકેટર આ મહિલાને ડેટ કરી રહ્યો છે? (તસવીરો: મિડ-ડે)
22 February, 2025 07:23 IST | Dubai | Gujarati Mid-day Online Correspondentભારતમાં મેન્સ પ્રોફેશનલ ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા (PGTI) સાથે ભાગીદારીમાં, `અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025` ના લૉન્ચ સાથે ભારતીય પ્રોફેશનલ ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. અદાણી ગ્રુપની આ પહેલનો હેતુ ગોલ્ફની સુલભતાને પ્રોત્સાહન અને વિસ્તૃત કરવાનો અને તેને મેન સ્ટ્રીમ સ્પોર્ટ્સ તરીકે તેનો દરજ્જો વધારવાનો છે, અને ભારતમાંથી આગામી પેઢીના વૈશ્વિક ચેમ્પિયનને પણ વિકસાવવાનો છે. આ ભાગીદારી અમદાવાદમાં બેલ્વેડેર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે સંયુક્ત અદાણી-PGTI ગોલ્ફ તાલીમ એકેડેમીની સ્થાપના સુધી વિસ્તરી છે.
29 March, 2025 07:02 IST | Mumbaiટીમ ઈન્ડિયા 11મી માર્ચે પોતાનું બીજું ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી હતી. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ, ટીમે 9 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિજય એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના વર્ચસ્વને વધુ મજબૂત બનાવે છે. દેશભરના ચાહકોએ ગર્વ અને ઉજવણી સાથે ચેમ્પિયનનું સ્વાગત કર્યું.
12 March, 2025 09:48 IST | Dubaiઆઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.
11 March, 2025 07:56 IST | Ahmedabadદુબઈના પ્રતિષ્ઠિત સ્થળ પર 265 રનના લક્ષ્યનો પીછો કરીને ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પર ચાર વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો. વાતાવરણમાં ઉત્સાહ સાથે, વિરાટ કોહલીની શાનદાર ઇનિંગે ભારતને વિજય અપાવ્યો, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. જેમ જેમ અંતિમ બોલ ફેંકવામાં આવ્યો, તેમ તેમ સ્ટેડિયમ ખુશીથી છલકાઈ ગયું. ભારતીય ચાહકો, તેમના ચહેરા ઉત્સાહથી ચમકી ગયા, એક સાથે હર્ષનાદ કરતા, કઠિન જીતની ઉજવણી કરી. આનંદ અને નારાઓથી ભરેલું પ્રતિષ્ઠિત દુબઈ સ્થળ, ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક અવિસ્મરણીય ક્ષણનું સાક્ષી બન્યું. કોહલીની આગેવાનીમાં ખેલાડીઓએ ઉજવણીમાં એકબીજાને ભેટી પડ્યા, જ્યારે ભીડ સતત ઉત્સાહિત રહી, શુદ્ધ આનંદનું દ્રશ્ય બનાવતી રહી.
05 March, 2025 06:55 IST | Dubaiમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નું ઉદ્ઘાટન કર્યું, જે રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનોની ક્રિકેટ ટીમો વચ્ચેની સ્પર્ધાની સત્તાવાર શરૂઆત હતી. ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ક્રિકેટ પણ રમ્યા હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. 14 ભાગ લેતી ટીમોનો સમાવેશ કરતી ટુર્નામેન્ટમાં, જેમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોની મેયરની ટીમો અને 8 કોર્પોરેશનોની કમિશનરોની ક્રિકેટ ટીમોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન IIT ગાંધીનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલા અધિકારીઓ માટે એક ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટમાં ભાગ લેતી ટીમો સાથે વાતચીત કરી અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.
06 February, 2025 01:07 IST | Ahmedabadરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર એવોર્ડ્સ 2024 એનાયત કર્યા. વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશ ડીને 17 જાન્યુઆરીએ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડથી નવાજ્યો.
17 January, 2025 06:48 IST | New Delhiભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ, તેમના હોસ્પિટલના પલંગ પરથી , સચિન તેંડુલકરનો તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. સ્વાસ્થ્યના સંઘર્ષનો સામનો કરવા છતાં, કાંબલી સકારાત્મક અને આત્મવિશ્વાસ સાથે રહ્યો અને કહ્યું, "અમે ચેમ્પિયન છીએ." કાંબલીનો સંદેશ આ મુશ્કેલ સમયમાં તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીની મદદ અને પ્રોત્સાહન માટે પ્રશંસાથી ભરેલો હતો. વધુ માહિતી માટે વિડિયો જુઓ.
24 December, 2024 09:51 IST | Mumbaiભારતીય ચેસ ખેલાડી અને વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશ ડોમ્મારાજુએ 17 ડિસેમ્બરના રોજ તમિલનાડુના ચેપોકમાં રોડ શો યોજ્યો હતો. ગુકેશ ગયા ગુરુવારે જ્યારે તેણે ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવ્યો હતો અને વિશ્વનાથન આનંદના શાસન પછી તેને પ્રથમ વખત ભારતમાં પાછો લાવ્યો હતો ત્યારે તે હેડલાઈન્સમાં આવ્યો હતો. . જાણીતી ટુર્નામેન્ટ, 26 મે થી 6 જૂન દરમિયાન સ્ટેવેન્જરમાં યોજાવાની છે, કાર્લસન અને નવા-તાજ મેળવનાર ચેમ્પિયન વચ્ચે ચેસના ઇતિહાસમાં સૌથી વધુ અપેક્ષિત મેચઅપ્સ પૈકી એકનું વચન આપે છે.
18 December, 2024 01:37 IST | ChennaiADVERTISEMENT