જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાનની ‘બકિંગહમ મર્ડર્સ’ આ ઇવેન્ટની ઓપનિંગ નાઇટ ફિલ્મ હતી. કરીના બ્લૅક આઉટફિટમાં પહોંચી હતી. કરીનાએ હસબન્ડ સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે સાથે એન્ટ્રી કરી હતી. આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અમેરિકાથી મુંબઈ આવી છે. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ગ્રીન આઉટફિટમાં પહોંચી હતી. રાજકુમાર રાવ તેની વાઇફ પત્રલેખા સાથે, રિચા ચઢ્ઢા તેના હસબન્ડ અલી ફઝલ સાથે પહોંચ્યાં હતાં. શર્વરી વાઘ તેના લાઇટ પર્પલ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેની સાથે કરણ જોહરે પણ પોઝ આપ્યો હતો. સોનમ કપૂર આહુજા, કરિશ્મા તન્ના, અદિતિ રાવ હૈદરી, શબાના આઝમી અને તારા સુતરિયાએ પણ આ ફેસ્ટિવલમાં હાજર રહીને એની શોભા વધારી હતી. સમીર માર્કન્ડે અને પી.ટી.આઈ.
29 October, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent