વધુ માર્ક્સ મેળવવાની હોડમાં ૧૨મા ધોરણમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ફ્રેન્ચ અથવા આઈટી લેવાનું પસંદ કરતાં હોય છે. ભાષામાં ઓછા માર્ક્સ આવશે તો રિઝલ્ટ બગડશે એવા ડર સાથે ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષા લેવાનું ટાળતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર બોર્ડે ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે અને વિદ્યાવિહારની સોમૈયા કૉલેજના વિદ્યાર્થીઓએ આ માન્યતાને ખોટી પુરવાર કરી છે. કૉલેજના ઘણા વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં ૮૫+ માર્ક્સ મેળવ્યા છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સોમૈયા કૉલેજના ગુજરાતી વિભાગના પ્રોફેસર પ્રીતિ દવેએ આનંદ વ્યક્ત કર્યો હતો.
27 May, 2024 09:06 IST | Mumbai | Karan Negandhi