Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Social Media

લેખ

કુણાલ કામરા

કુણાલ કામરાને મદ્રાસ હાઈ કોર્ટે આપ્યા વચગાળાના આગોતરા જામીન

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયનને મળી રાહત

29 March, 2025 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં

પોતાની સાથે પણ બ્લુ ડ્રમવાળો કાંડ ન થાય,ડરે પતિએ પત્નીનાં પ્રેમી સાથે લગ્ન

૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં એનો કિસ્સો ચર્ચામાં છે

29 March, 2025 12:36 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના પંઢરપુરના આયુર્વેદ ડૉક્ટર રામ હરિ કદમે પણ આવો જ નુસખો પોતાની કાર સાથે કર્યો છે

૧૫ લાખ રૂપિયાની કાર પર ગોબરનું લીંપણ કરી નાખ્યું પંઢરપુરના એક આયુર્વેદ ડૉક્ટરે

ગોબરના લીંપણને કારણે અંદરની હીટિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. ડૉ. રામ હરિ કદમે ૧૫ લાખ રૂપિયાની કીમતી મહિન્દ્ર XUV 300 કારને ગોબર-કોટ કરી છે. 

29 March, 2025 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનની બસનો એક મહિલા કન્ડક્ટરનો વિડિયો વાઇરલ થયો છે

ખીચોખીચ ભરેલી બસમાં મહિલા કન્ડક્ટરે સીટો ઠેકીને ઉભડક બેસીને ટિકિટ કાપી

લેડી કન્ડક્ટર સીટોના હૅન્ડલ પર પગ મૂકી બૅલૅન્સ જાળવીને બસના ખૂણે-ખૂણે જઈને ટિકિટ આપતી હોવાનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ સરાહના પામ્યો છે

29 March, 2025 12:27 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જર્મનીના બર્લિનમાં રહેતાં ઍલેક્ઝાન્ડ્રા હિલ્ડબ્રેન્ટ નામનાં ૬૬ વર્ષનાં માજીએ ગયા અઠવાડિયે એટલે કે ૧૯ માર્ચે ફિલિપ નામના બાળકને જન્મ આપ્યો

૬૬ વર્ષનાં મહિલાએ દસમા સંતાનને જન્મ આપ્યો, નવા બચ્ચાની સૌથી મોટી બહેન ૪૬ વર્ષની

૪૬ વર્ષની દીકરી અને ૩૬ વર્ષનો દીકરો છે જે પોતાના સંસારમાં વ્યસ્ત છે. આ સંતાનો મોટાં થઈ ગયાં એ પછી ઍલેક્ઝાન્ડ્રાએ બીજાં લગ્ન કર્યાં

29 March, 2025 12:14 IST | Berlin | Gujarati Mid-day Correspondent
વીસ વર્ષની ગ્રેસ હેલ

વધારાની બૅગેજ-ફી ચૂકવવી ન પડે એ માટે સામાન પેટ પર ભરીને પ્રેગ્નન્ટ બની ગઈ

કેટલીક ઍરલાઇન્સના એક્સ્ટ્રા બૅગેજની ફી ખૂબ જ વધુપડતી હોય છે અને એ ઘણી વાર ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ કરતી હોય છે.

29 March, 2025 12:11 IST | London | Gujarati Mid-day Correspondent
સિદમ સૂર્યદેવ નામના એક યુવકને લાલદવી અને જલકરદેવી નામની બે યુવતીઓ સાથે પ્રેમ થઈ ગયો

એક મંડપમાં એક દુલ્હા સાથે બે દુલ્હને ફેરા લીધા

બન્ને યુવતીઓ લગ્ન કરીને તેની સાથે રહેવા તૈયાર થઈ જતાં આદિવાસી પરંપરા મુજબ એક જ માંડવે દુલ્હાનાં બે દુલ્હન સાથે લગ્ન થઈ ગયાં હતાં.

29 March, 2025 12:09 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઈદના દિવસે મુંબઈમાં હિન્દુ-મુસ્લિમ રમખાણ અને બૉમ્બબ્લાસ્ટની મળી ધમકી

નવી મુંબઈ પોલીસને ટૅગ કરીને કરવામાં આવેલા આ મેસેજમાં ઈદના દિવસે મુંબઈના ડોંગરી જેવા વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ રમખાણ અને બૉમ્બબ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી છે.

29 March, 2025 10:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સંજય દત્તે શેર કરેલી પોસ્ટમાંથી તસવીરો

વિમેન્સ ડે ૨૦૨૫ : કોણ છે સંજય દત્તનાં જીવનના સૌથી મોટાં આશીર્વાદ?

આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઊજવી રહ્યો છે ત્યારે બોલિવૂડ સ્ટાર સંજય દત્તે તેઓની દિવંગત મા નરગિસ, પત્ની માન્યતા, પુત્રીઓ ત્રિશાલા-ઇક્રા અને બહેનો પ્રિયા અને નમ્રતાની ખૂબસૂરત તસવીરો શેર કરી હતી. તેઓએ સુંદર કેપ્શન આપીને સૌનું દિલ જીતી લીધું હતું, આવો, આ સુંદર તસવીરો જોઈએ અને ઊજવીએ મહિલા દિવસ

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના સાડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: તનથી લઈને મન સુધી બન્નેને મજબૂત બનાવે છે આ 12 સ્ટેપ્સનો સંપૂર્ણ યોગ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું યોગાસનો પૈકીનું સૌથી સર્વશ્રેષ્ઠ આસન ગણાતું ‘સૂર્ય નમસ્કાર’. આ આસન તો સર્વશ્રેષ્ઠ છે જ, તેમ જ આ એક જ આસન કરવાથી સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પણ મળે છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ બને છે અને તેજસ્વીપણું વધે છે. આ આસન મન અને શરીર બન્નેને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

28 February, 2025 07:06 IST | Mumbai | Viren Chhaya
મળો એવા લોકોને જેમણે ડિજિટલ ઉપવાસને શક્ય કરી દેખાડ્યો છે

તમારાથી મોબાઇલનું વળગણ છૂટતું નથી?

આજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે. 

19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain
પ્રિયંકા ચોપડાએ પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણોની સ્પેશિયલ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

આવી પ્રિયંકા ચોપડા ક્યારેય નહીં જોઈ હોય

17 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રિયંકા ચોપડાએ પોતાની ફોટો લાઈબ્રેરી ક્લિયર કરતી વખતે પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણોની સ્પેશિયલ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ તસવીરો એવી છે જે કદાચ જ કોઈએ જોઈ હશે તો જુઓ પ્રિયંકા ચોપડાના કેટલાક ખાસ સ્નિપેટ્સ...

19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગનાએ નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. જેના મેનુમાં દુનિયાભરની વાનગીઓનો સ્વાદ લોકોને મળશે. આ સાથે રેસ્ટોરન્ટમાં આ ખાસ વાનગીઓ પીરસવામાં આવશે. (તસવીર: કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ)

કંગના રનૌતે ખોલ્યું નવું રેસ્ટોરન્ટ, મેનુમાં રાખી છે દુનિયાભરની આ ખાસ વાનગીઓ

સતત વિવાદો અને ચર્ચામાં રહેતી બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ફિલ્મો, રાજકારણ બાદ હવે તેણે બિઝનેસમાં પણ એન્ટ્રી કરી છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના રોજ કંગનાએ `ધ માઉન્ટેન સ્ટોરી` નામની એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. તેના આ નવા બિઝનેસની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરી હતી. (તસવીર: કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ)

17 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાહિલ ખાન અને મિલેના ઍલેક્ઝાન્ડ્રા વચ્ચે 27 વર્ષનો અંતર છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

21 વર્ષની બેલારુસની યુવતી સાથે અભિનેતા સાહિલ ખાને દુબઈમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભૂતપૂર્વ અભિનેતા સાહિલ ખાન તેની ફિલ્મો `સ્ટાઈલ` અને `એક્સક્યુઝ મી` માટે જાણીતો હતો. આ સાથે તે અનેક વિવાદોમાં પણ ફસાયો હતો. જોકે હવે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં ઍક્ટર અને સોશિયલ મીડિયા સ્ટારે દુબઈમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાહિલ ખાને 21 વર્ષની મિલેના ઍલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યા છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન મોદીએ પૅરિસ કરી સફળ બેઠક (તસવીરો: મિડ-ડે)

PM મોદી પૅરિસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પરિવારને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પૅરિસમાં એઆઈ ઍક્શન સમિટ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના ભારતીય મૂળના પત્ની ઉષા અને તેમના બે નાના બાળકોને મળ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

13 February, 2025 07:03 IST | Paris | Gujarati Mid-day Online Correspondent
જીતના લગ્નમાં એનજીઓના કુશળ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓનો ઉપયોગ થવાનો છે, જેથી આ લગ્નને ‘લગ્નના આયોજન સાથે ઉમદા કાર્ય માટે પહેલ’ એમ કહેવામા આવી રહ્યું છે.

Photos: ગૌતમ અદાણીના દીકરાના લગ્ન માટે NGO અને કારીગરોએ બનાવી છે આ ખાસ વસ્તુઓ

ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીના લગ્ન છે. આ લગ્ન પરંપરાગત વિધિઓ અને કૌટુંબિક રીતરિવાજોનું પાલન સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે યોજાશે. લગ્નમાં કોઈપણ સેલેબ્રિટી નહીં આવે એવી જાહેરાત ગૌતમ અદાણીએ કરી હતી. ગૌતમ અદાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લગ્ન ખૂબ જ સરળ, પરંપરાગત અને ખાનગી સમારંભ હશે જેમાં પરિવારના નજીકના સંબંધીઓ અને મિત્રો હાજરી આપશે. લગ્ન પ્રસંગે, દિવ્યાંગોને મદદ કરવા અને સમુદાયને મોટા પાયે મદદ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સાથે લગ્નમાં દિવ્યાંગો અને કલાકારોની શક્તિઓ, કુશળતા અને ક્ષમતાઓનું સન્માન પણ કરવામાં આવવાનું છે.

03 February, 2025 05:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
રણવીર અલાહબાદિયા કાનૂની મુશ્કેલીમાં!

રણવીર અલાહબાદિયા કાનૂની મુશ્કેલીમાં!

યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલાહબાદિયાએ સમય રૈનાના `ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ` પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. તેમની, સમય અને આશિષ ચંચલાની અને અપૂર્વ મુખિજા સહિત અન્ય ન્યાયાધીશો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમની વાંધાજનક ટિપ્પણીઓએ બહિષ્કાર માટેના કોલને વેગ આપ્યો છે અને OTT પ્લેટફોર્મ્સ પર સામગ્રી નિયમન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. નીલેશ મિશ્રા અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ જેવા જાહેર વ્યક્તિઓએ પણ જવાબદાર ભાષણના મહત્વ પર ભાર મૂકતા ટિપ્પણીની ટીકા કરી છે. રણવીરે માફી માંગી હોવા છતાં, ઘણાએ પ્રશ્ન કર્યો કે શું તે સાચું છે. આ ઘટનાએ જાહેર જગ્યાઓમાં શબ્દોની અસર વિશે વ્યાપક ચર્ચાને વેગ આપ્યો છે.

11 February, 2025 07:14 IST | Mumbai
મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, જેમાં ઋષિઓ અને સંતો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. આવું જ એક આકર્ષણ છે `કાંટે વાલે બાબા` (રમેશ કુમાર માંઝી), જે કાંટાના પલંગ પર કોઈ પીડા વિના સૂઈ જાય છે, આ પ્રથા તે 40-50 વર્ષથી કરી રહ્યા  છે.તે માને છે કે તે તેના ગુરુ અને ભગવાનનો આશીર્વાદ છે. આ કાર્યક્રમ દરમિયાન, ફીજી, ફિનલેન્ડ, યુએઈ અને શ્રીલંકા સહિત 10 દેશોના 21 સભ્યોના પ્રતિનિધિમંડળે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તેઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને શહેરના વારસાનું અન્વેષણ કરશે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં મુખ્ય સ્નાન તારીખો ૨૯ જાન્યુઆરી, ૩, ૧૨ અને ૨૬ ફેબ્રુઆરી છે.

16 January, 2025 06:17 IST | Prayagraj
મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

મહાકુંભમાં IIT વાળા બાબા:વાઇરલ થઈ રહેલા એરોસ્પેસ એન્જિનિયર અભય સિંહને મળો

"IIT બાબા" તરીકે જાણીતા અભય સિંહ, IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જે સાધુ બન્યા હતા. તેમણે વૈજ્ઞાનિકોને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કાર્યક્રમોમાંના એક મહા કુંભ મેળા 2025 માં જોડાવા આમંત્રણ આપ્યું છે. આ અનોખા આમંત્રણ દ્વારા, અભય સિંહ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાની આશા રાખે છે. તેમનો ધ્યેય વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક સાધકો બંનેને સમજવામાં મદદ કરવાનો છે કે આ બે ક્ષેત્રો એકબીજાને કેવી રીતે જોડી શકે છે અને એકબીજાના પૂરક બની શકે છે. આ કાર્યક્રમ બંને વિશ્વના લોકોને વૈજ્ઞાનિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન વચ્ચેના ઊંડા સંબંધને શોધવાની તક પૂરી પાડશે. આ દ્રષ્ટિકોણને એક કરીને, તેમનું માનવું છે કે લોકો જીવન અને બ્રહ્માંડની વધુ સમૃદ્ધ, વધુ સર્વાંગી સમજ મેળવી શકે છે.

16 January, 2025 04:17 IST | Prayagraj
અનન્યા પાંડેએ `CTRL`માં ભજવી પ્રભાવક ભૂમિકા, કર્યા આ ખાસ ખુલાસા

અનન્યા પાંડેએ `CTRL`માં ભજવી પ્રભાવક ભૂમિકા, કર્યા આ ખાસ ખુલાસા

`Sit with Hitlist` પરના તાજેતરના વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પ્રભાવકોની અસર વિશે ખુલાસો કર્યો, ખાસ કરીને તેની પિતરાઇ બહેન, અલાના પાંડે, ઑનલાઇન સ્પેસમાં સૌથી વધુ જાણીતી વ્યક્તિઓમાંની એક છે. એલના, જે તેના અમેરિકન પતિ, આઇવર સાથે એક લોકપ્રિય યુગલની યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેણે લાખો અનુયાયીઓ માટે તેમના જીવનને સાર્વજનિક બનાવ્યું છે. અનન્યાએ શેર કર્યું કે તેણીએ ફિલ્મ `CTRL`માં તેની ભૂમિકા માટે અલાન્નાની ચેનલમાંથી પ્રેરણા લીધી, જે એક પ્રભાવક દંપતીના જીવનની આસપાસ ફરે છે. અનન્યાએ તેની ચિંતા વ્યક્ત કરી, સ્વીકાર્યું કે પ્રભાવકનું જીવન "ડરામણી" હોઈ શકે છે અને ઘણી રીતે, તે પૂર્ણ-સમયની નોકરી છે.

12 November, 2024 02:02 IST | Mumbai
હમાસના નેતા યાહ્યાનું મૃત્યુ થયા પછી સોશિયલ મીડિયા પર આ પોડકાસ્ટ ક્લિપ વાયરલ

હમાસના નેતા યાહ્યાનું મૃત્યુ થયા પછી સોશિયલ મીડિયા પર આ પોડકાસ્ટ ક્લિપ વાયરલ

ઇઝરાયલી દળોએ ગાઝામાં એક ક્રૂર હવાઈ હુમલામાં હમાસના નેતા યાહ્યા સિનવરને ખતમ કરી નાખ્યો. મૃત્યુના સમાચાર સપાટી પર આવ્યા પછી તરત જ, ANI પોડકાસ્ટ ક્લિપ જેમાં ભારતમાં ઇઝરાયેલના ભૂતપૂર્વ રાજદૂત, નાઓર ગિલોન દર્શાવવામાં આવ્યા હતા તે વાયરલ થઈ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેલ અવીવે દાયકાઓ પહેલા સિનવરને ઇઝરાયેલી જેલમાંથી મુક્ત કર્યો હતો.

18 October, 2024 04:23 IST | Jerusalem
રતન ટાટાનું છેલ્લું ભાષણ થયું વાયરલ

રતન ટાટાનું છેલ્લું ભાષણ થયું વાયરલ

ટાટા સન્સના 86 વર્ષીય ચેરમેન એમેરેટસ રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 9 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. છેલ્લા એક સપ્તાહથી તેમની તબિયત લથડી હતી. તેમના મૃત્યુના સમાચાર બાદ, અગ્રણી વ્યાપારી વ્યક્તિઓએ ભારતના ઔદ્યોગિક વિકાસમાં ટાટાના નોંધપાત્ર યોગદાનને સન્માનિત કરવા માટે X તરફ વળ્યા. ટાટા ગ્રૂપે વ્યક્ત કર્યું કે તેમનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે, જ્યારે ગૌતમ અદાણીએ તેમને આધુનિક ભારતનું પરિવર્તન કરનાર સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા. મુકેશ અંબાણીએ પણ ટાટાની સાદગી અને નમ્રતા પર પ્રકાશ પાડતા તેમની શોક વ્યક્ત કરી, જેણે તેમને દેશભરમાં વ્યાપક પ્રશંસા મેળવી. સામાજિક મીડિયા જીવનના તમામ ક્ષેત્રોમાંથી શ્રદ્ધાંજલિઓથી ભરાઈ ગયું છે, જે સમાજ પર ટાટાની ઊંડી અસર દર્શાવે છે. 29 એપ્રિલ, 2022 નો તેમનો એક વીડિયો, આસામમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, ત્યારથી તે વાયરલ થયો છે, જે તેની કાયમી હાજરીનો વધુ પ્રમાણ છે.

10 October, 2024 04:17 IST | Mumbai
માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજથી ફ્લાઇટ્સ સેવા ઠપ્પ સાથે વૈશ્વિક સેવાઓ પણ વિક્ષેપિત

માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજથી ફ્લાઇટ્સ સેવા ઠપ્પ સાથે વૈશ્વિક સેવાઓ પણ વિક્ષેપિત

માઇક્રોસોફ્ટની ક્લાઉડ સેવાઓમાં વ્યાપક તકનીકી આઉટેજને કારણે વિશ્વભરમાં ઘણી ઍરલાઇન્સ માટે મોટી વિક્ષેપો, ગ્રાઉન્ડિંગ ફ્લાઇટ્સ થઈ. વિન્ડોઝને વૈશ્વિક સ્તરે અસર કરતી આઉટેજને કારણે લાખો યુઝર્સને અસર થઈ અને અમેરિકન ઍરલાઇન્સ અને ડેલ્ટા ઍરલાઇન્સ જેવી ઍરલાઇન્સ દ્વારા ફ્લાઇટ રદ કરવામાં આવી. ટેકનિકલ ખામીને કારણે ચેક-ઈન સહિત ઍરપોર્ટની કામગીરી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી હતી. બેન્કો, હૉસ્પિટલો અને વ્યવસાયોએ પણ આઉટેજ દરમિયાન ઓપરેશનલ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

20 July, 2024 04:12 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK