બીજી સપ્ટેમ્બરના રોજ ટીવીના પૉપ્યુલર અભિનેતા અને બિગ બૉસ ૧૩ વિનર સિદ્ધાર્થ શુક્લાના એકાએક નિધનથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. ૪૦ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થના આકસ્મિક નિધન પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. કૂપર હૉસ્પિટલે હાર્ટ અટેક થકી સિદ્ધાર્થના નિધનની પુષ્ઠિ કરી છે. સહુ કોઈ અભિનેતાના નિધનથી સ્તબ્ધ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર સમયે તેને ગુડબાય કહેવાય અને પરિવારને સાંત્વના આપવા અનેક સેલેબ્ઝ અભિનેતાના અંધેરી સ્થિત ઘરે પહોંચ્યા હતા. અભિનેતાને વિદાય આપવા કોણ કોણ આવ્યું હતું તે જોઈએ તસવીરોમાં.
(તસવીરો : યોગેન શાહ, સમીર માર્કન્ડે અને સતેજ શિંદે)
04 September, 2021 09:11 IST | Mumbai