ટીવી જગતના જાણીતા સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ અને ૨ સપ્ટેમ્બરના ૨૦૨૧ રોજ હાર્ટ એટેકને કારણે મુંબઈમાં અવસાન થયું હતું. સિરિયલ ‘બાબુલ કા આંગન છૂટે ના’થી ‘બિગ બૉસ સીઝન ૧૩’ના વિજેતા બનનાર આ અભિનેતાએ ફિલ્મો, ટીવી સિરિયલો અને ઘણા રિયાલિટી શૉમાં કામ કર્યું હતું. આ પ્રતિભાશાળી એક્ટરની લાઈફ પણ ચાહકોના ચર્ચાના કેન્દ્રમાં રહેતી હતી.
ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’ (Balika Vadhu)થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ ગત વર્ષે બીજી સપ્ટેમ્બરના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ૪૦ વર્ષની વયે હાર્ટ એટેકના કારણે અભિનેતાનું નિધન થયું હતું. એક્ટિંગ સિવાય પણ સિદ્ધાર્થ ઘણીવાર વિવાદોને કારણે ન્યુઝમાં રહેતો હતો. આજે અમે તમને અભિનેતા જે વિવાદોથી ઘેરાયેલો હતો તેના વિશે જણાવીશું.
(તસવીરો : અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
વર્ષ 2021 હવે માત્ર થોડા દિવસોનું મહેમાન છે. આ વર્ષ આપણને એવી ઘણી યાદો આપી ગયું છે, જેને આપણે ભાગ્યે જ ભૂલી શકીએ. આ વર્ષે આપણા ઘણા ફેવરિટ સ્ટાર્સ પણ આપણી પાસેથી છીનવી લીધા છે. ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે આ વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. આ સ્ટાર્સ આપણાથી હંમેશ માટે દૂર થઈ ગયા છે અને તેમાં કોઈ શંકા નથી કે તેમની ઉણપ કોઈ પૂરી કરી શકશે નહીં. તો ચાલો જાણીએ કે આ વર્ષે કયા સ્ટાર્સે આ દુનિયાના રંગમંચ પરથી હંમેશા વિદાય લીધી છે?
સેલેબ્ઝના નિધનથી ફક્ત પરિવાર અને સાથી મિત્રો જ નહીં પણ ફેન્સ પણ બહુ દુઃખી થાય છે. એમાપણ સેલેબ્ઝનું આકસ્મિક નિધન ફેન્સને મોટો ઝટકો આપે છે. બૉલિવૂડ હોય કે ટેલિવિઝન એમાં ઘણા સેલેબ્ઝ એવા પણ છે કે જેમણે દુનિયાને નાની ઉંમરમાં જ અલવિદા કહી દીધું છે. આજે આપણે એવા સેલેબ્ઝને યાદ કરીએ જેમનું અકાળ મૃત્યુ થયું છે.
(ફાઈલ તસવીરો)
બીજી સપ્ટેમ્બરના રોજ ટીવીના પૉપ્યુલર અભિનેતા અને બિગ બૉસ ૧૩ વિનર સિદ્ધાર્થ શુક્લાના એકાએક નિધનથી સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. ૪૦ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થના આકસ્મિક નિધન પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. કૂપર હૉસ્પિટલે હાર્ટ અટેક થકી સિદ્ધાર્થના નિધનની પુષ્ઠિ કરી છે. સહુ કોઈ અભિનેતાના નિધનથી સ્તબ્ધ છે ત્યારે તેના અંતિમ સંસ્કાર સમયે તેને ગુડબાય કહેવાય અને પરિવારને સાંત્વના આપવા અનેક સેલેબ્ઝ અભિનેતાના અંધેરી સ્થિત ઘરે પહોંચ્યા હતા. અભિનેતાને વિદાય આપવા કોણ કોણ આવ્યું હતું તે જોઈએ તસવીરોમાં.
(તસવીરો : યોગેન શાહ, સમીર માર્કન્ડે અને સતેજ શિંદે)
સિદ્ધાર્થ ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શૉ બિગ-બૉસ 13માં નજર આવ્યા હતા. એટલું જ નહીં એમણે શૉની ટ્રોફી પણ પોતાની નામે કરી લીધી હતી. સિદ્ધાર્થ ત્યારે બહુ ચર્ચાનો વિષય બની ગયા હતા. સાથે જ સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની જોડી પણ ઘણી ચર્ચામાં રહી હતી. શૉમાં એન્ગ્રીમેન તરીકે જોવા મળેલા સિદ્ધાર્શ શુક્લાનું આજે હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. અભિનેતાનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો. આજે 02 સપ્ટેમ્બર 2021ના રોજ કૂપર હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના સફરની કેટલીક ક્ષણો જુઓ તસવીરોમાં...
ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 3 ઑક્ટોબરના રોજ શરૂ થયો હતો. આ શૉમાં ટેલિવિઝન સ્ટાર્સથી લઈને પંજાબી સિંગરે ભાગ લીધો હતો. હાલ એક ફૅમસ ચહેરો ચર્ચાનો વિષય બની ગયા હતો, એ નામ છે પવિત્રા પુનિયા. શૉમાં પોતાના ગ્લેમરસ અંદાજથી પવિત્રા પુનિયા ફૅન્સને ઘાયલ કરી રહી હતી. સાથે જ પવિત્રા બિગ-બૉસ 14ની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ હતા. આજે પવિત્ર પુનિયા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 22 એપ્રિલના રોજ થયો હતો ચાલો એની જર્ની અને ગ્લેમરસ તસવીરો પર કરીએ એક નજર.
તસવીર સૌજન્ય - પવિત્રા પુનિયા ઈન્સ્ટાગ્રમ અકાઉન્ટ
કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK