દિવાળી શરૂ થવામાં છે. ઘરની સાફસફાઈ અને નાસ્તા થઈ ગયા હશે. નવાં કપડાંની ખરીદી પણ થઈ ગઈ હશે એટલે હવે વારો આવશે ઘરને દિવાળીમાં સજાવવાનો. આ સજાવટમાં તોરણ, લાઇટ, દીવા, રંગોળીની મહત્ત્વની ભૂમિકા હોય છે જેના વગર દિવાળી દિવાળી જેવી લાગતી નથી. એમાં પણ જો બજારો ફૅન્ટૅસ્ટિક સજાવટની આ વસ્તુઓથી છલકાતા હોય ત્યારે કોને ખરીદી કરવાનું મન ન થાય. તો ચાલો જોઈ લઈએ ક્યાં કેવી અને કંઈ વસ્તુઓ મળે છે. દીવડા, કંદીલ, રંગોળી અને લાઇટિંગ જેવી સજાવટની ચીજોમાં આ વખતે મુંબઈની વિવિધ માર્કેટમાં શું છે નવું? મિડ-ડેની ટીમ તમારા માટે શોધી લાવી છે યુનિક અને હટકે સજાવટની વસ્તુઓ ક્યાં મળશે એ…
26 October, 2024 04:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent