તહેવાર આવતાં જ સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં ઊતરી જાય છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના હસબન્ડ આયુષ શર્માએ ઈદ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બૉલીવુડ ઊમટ્યું હતું. બહેનના ઘરે પાર્ટી હોય અને ભાઈજાન સલમાન ન પહોંચે એ તો શક્ય જ નથી. તે સિવાય આમિર ખાન, કૅટરિના કૈફ, તબુ, શહનાઝ ગિલ, દિયા મિર્ઝા, આયુષમાન ખુરાના, રિતેશ દેશમુખ, જેનિલિયા દેશમુખ, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા અને કંગના રનોટ સહિત અનેક હસ્તીઓએ આ પાર્ટીમાં હાજર રહીને એકબીજાને ઈદની શુભકામના આપી હતી.
24 April, 2023 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent