Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sex And Relationships

લેખ

પ્રતીકાત્મક તસવીર

ચોક્કસ ઉંમર પછી ‌ફિઝિકલ રિલેશનની ઇચ્છા ન થાય એવી માગ ગેરવાજબી

ઓશોએ બહુ સરસ વાત કહી છે. સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે

07 April, 2025 12:13 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

રૂમ-ટેમ્પરેચરમાં સ્પર્મ લાઇવ રહેતું નથી એ સાદી સમજણ કે સાયન્સ?

સેક્સ-વિષયક બાબતમાં ચર્ચા કરવી કે મનમાં રહેલી મૂંઝવણ વિશે જાહેરમાં કોઈને પૂછવું એ શરમની વાત ગણાય છે અને ઘરમાં કરી ગયેલી આ માનસિકતા જ લોકોને હેરાન કરી શકે છે

02 April, 2025 06:52 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

માણસને તેની સમગ્રતામાં ઓળખવાનો પ્રયત્ન કરવો એ પણ એક સત્કાર્ય જ છે

તમે માણસને તક આપો. સમય આપો, સહાનુભૂતિ આપો... ત્યાર બાદ થોડી વાર પછી તે માણસ બદલાયેલો લાગશે

31 March, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષ અને મૃદુના લગ્નનો ફોટો (સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાયરલ પ્રેમ કથા: પ્રેમ સામે સમાજના અવરોધને હરાવી 64 વર્ષ પછી ફરી લીધા લગ્ન ફેરા

Gujarati Couple who Ran Away 64 Years Ago ties knot: ગુજરાતના હર્ષ અને મૃદુ નામના દંપતીએ 64 વર્ષ પછી ફરી લગ્ન કર્યા, પરંતુ આ વખતે તે એકલા નહોતા. તેમનો પરિવાર, બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો સાથ મળ્યો. આ દિલ જીતી લેનાર અને પ્રેરણાદાયી વાર્તા વિશે જાણો.

27 March, 2025 06:44 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્ન પહેલાં યુવાવર્ગ પસંદ કરે છે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ

સમાજમાં વધતા જતા ડિવૉર્સ કેસિસની વચ્ચે લગ્નસંસ્થાને મજબૂત કરવાની કોશિશ કરતું આ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજીએ

26 March, 2025 01:47 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

પત્ની પૉર્ન જોતી હોય કે હસ્તમૈથુન કરતી હોય એ કારણે પતિ ડિવૉર્સ ન માગી શકે

લગ્ન કર્યા પછી સ્ત્રીની પણ પોતાની વ્યક્તિગત ઓળખ છે. તે સ્વસુખ મેળવવા માટે કંઈક કરતી હોય તો એ ગ્રાઉન્ડ પર છૂટાછેડા માગી ન શકાય

22 March, 2025 07:42 IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજકાલ પ્રેમના નામે લોકો પોતાનું જીવન બરબાદ તો નથી કરી રહ્યાને?

પ્રેમ માણસને વિશુદ્ધ કરનારો પદાર્થ છે. આંતર અને બાહ્ય શુદ્ધિ માટે પ્રેમ બહુ જરૂરી છે. આજના સાંપ્રત સમયમાં પ્રેમને ઘણો બદનામ કરી દીધો છે, પ્રેમ સર્વત્ર છે.

21 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

યાદ રહે, ઇન્ટિમેટ રિલેશનશિપ પણ પેઇનકિલરનું કામ કરે છે

ઇન્ટિમેટ રિલેશનશિપનો અભાવ બે આત્મીય વ્યક્તિઓના સંબંધોમાં તનાવ ઊભો કરવાનું પણ કામ કરે છે

17 March, 2025 01:17 IST | Mumbai | Dr. Mukul Choksi

ફોટા

પ્રતીકાત્મક તસવીર

Rose Day 2025: તમારા મનની વાત રજૂ કરવા કયા રંગનું ગુલાબ રહેશે પરફેક્ટ? જાણી લો

Rose Day 2025: વેલેન્ટાઇન વીકની આજથી શરૂઆત થઈ ગઈ છે. વળી, આનો પહેલો દિવસ હોય છે રોઝ ડે. આજના દિવસે પ્રેમી-ફૂલડાઓ એકબીજાને મંગમતું ગુલાબનું ફૂલ આપી પ્રેમની સુવાસ રેલાવે છે. આમ તો, વિધવિધ રંગનાં ગુલાબ મળે છે, પણ દરેક રંગનાં ગુલાબનું પોતાનું વૈશિષ્ટ્ય હોય છે. આ લેખ વાંચ્યા પછી તમને પણ સમજાઈ જશે કે તમારે તમારા પાર્ટનરને કયા રંગનું ગુલાબ આપવું જોઈએ?

07 February, 2025 11:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ પ્રીમિયર કેટલાક કમર્શિયલ સેક્સ વર્કર્સ, ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો અને LGBTQIA સમુદાયના સભ્યો માટેની ખાસ ઇવેન્ટ હતી.

ટ્રાન્સજેન્ડર્સને કર્ણાવતી યુનિવર્સિટીની કાશી રાઘવના પ્રીમિયર દ્વારા ટ્રિબ્યૂટ

કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સેક્સ વર્કર અને ટ્રાન્સજેન્ડરના જીવનને સમર્પિત કથાનક પર આધારિત ગુજરાતી ફિલ્મ કાશી રાઘવના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી આ ફિલ્મનું પ્રીમિયર અમદાવાદમાં 21 ડિસેમ્બર 2024ના રોજ યોજાયું. આ ગુજરાતી ફિલ્મ 3જી જાન્યુઆરી 2025ના રોજ રીલિઝ થશે, તાજેતરમાં તેનું પ્રીમિયર ઉવરસાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયું.

22 December, 2024 10:19 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ઓલ્ડ એજ કપલની તસવીર

વાદા રહા સનમ, હોંગે જુદા ના હમ...

પ્રેમમાં પડવું સરળ છે, પણ જ્યારે પરિવાર અને સમાજ તમારી જે પરીક્ષા લે એમાં પાસ થઈને મૅરેજના ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચવું અઘરું છે. વૅલેન્ટાઇન્સ ડેના ઓકેઝન પર આવાં જ કેટલાંક ઓલ્ડ એજ કપલને મળીએ જેમણે પ્રેમની પરીક્ષા પાસ કરીને સફળ પ્રેમલગ્નની મિસાલ કાયમ કરી છે. જે પડાવમાં જીવનસાથીની સૌથી વધારે જરૂર હોય એમાં એકબીજાને પ્રેમ અને લાગણીની હૂંફ આપીને સુખેથી જીવન જીવી રહ્યા છે ત્યારે તેમની લવ સ્ટોરી જાણીએ અને પ્રેમના દિવસને પ્રેમની વાતો કરી ઊજવીએ ‘યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમજ લીજે, એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ...’ એક જમાનામાં આ વાત લિટરલ સેન્સમાં સાચી હતી. આજકાલ તો પ્રેમને પામવાનું એટલું ડિફિકલ્ટ નથી, પણ પહેલાના સમયમાં જયાં લગ્ન પહેલા છોકરા-છોકરીની મુલાકાત પણ થતી નહીં અને મા-બાપ મળીને જ બધુ નક્કી કરી નાખતા એ જમાનામાં લવ મૅરેજ કરવાની વાત તો દૂર એ વિશે વિચારવાની પણ હિંમત જોઈએ. જરા વિચારો કે ૪૦-૫૦ વર્ષ પહેલાં લવ મૅરેજ કરનારાં કપલ્સને એકબીજા સાથે લગ્ન કરવા માટે કેટલા પાપડ બેલવા પડ્યા હશે, પણ તેમણે કપરા સમયે એકબીજાનો સાથ ન છોડ્યો અને આજે તેઓ સુખી લગ્નજીવન જીવી રહ્યાં છે.   

14 February, 2024 11:04 IST | Mumbai | Heena Patel
ગમે તે ગઝલ પરિવાર

FATHER`S DAY 2023: પિતાને શબ્દના ચોખલિયે વધાવીએ, માણો લાગણીશીલ કવિતાઓ

વ્યસ્તતાના આ યુગમાં કોઈની પાસે એકબીજાને રૂબરૂ મળવાનો સમય નથી ત્યારે સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ એવાં ઉપકારક સાબિત થાય છે કે જેમાં સભ્યો પોતપોતાની અનુકૂળતાએ વિશ્વભરમાંથી ગમે ત્યાંથી જોડાઈને સંવાદ સાધી શકે છે. 2014 ની ચોથી ઓગસ્ટથી આવું જ એક વોટ્સેપ ગૃપ "ગમે, તે ગઝલ" નામથી કાર્યરત છે જેમાં 66 જેટલાં સભ્યો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, પાલનપુર થી લઈને અમેરિકા સુધીના અત્યંત આત્મીયતાથી અને શિસ્તબદ્ધ રીતે ગુજરાતી સાહિત્ય - મુખ્યત્વે પદ્ય અને તેમાંય ખાસ કરીને ગઝલ રચનાઓ માણે છે. ગૃપના સર્જકો અને ભાવકો દ્વારા જે તે વિષયને અનુરૂપ રજૂ થતી રચનાઓ સાહિત્યપ્રેમીઓ માટે એક અણમોલ ખજાનો બની રહે છે. દરરોજ વોટ્સેપ ગૃપ દ્વારા મળતાં સભ્યો દર વર્ષે એકાદ વાર પરિવાર સહિત રૂબરૂ મળીને શબ્દોત્સવ પણ ઉજવે છે અને એમ કરીને એકબીજાની વધુ નજીક આવે છે. આ "ગમે, તે ગઝલ" ગૃપનું સંચાલન ગાંધીનગર નિવાસી ડૉ. મુકેશ જોષી દ્વારા કરવામાં આવે છે. ડૉ. મુકેશ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં IIT, મુંબઈથી પી. એચ. ડી. ની પદવી મેળવી છે. આવો આ ગ્રૂપના કેટલાક કવિ મિત્રોની પિતા વિશેની લાગણીસભર કવિતાઓ માણીએ.

16 June, 2023 01:51 IST | Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર

FATHER’S DAY 2023: પિતા સમક્ષ મનની વાત રજૂ કરવાનો ઉત્તમ દિવસ, આ રીતે કરો ઉજવણી

‘ફાધર્સ ડે’ દર વર્ષે 18 જૂને ઉજવવામાં આવે છે. તમે પણ તમારા પિતાનો આભાર માનીને આ દિવસની ઉજવણી સારી રીતે કરી શકો છો. તેમણે તેમના સમગ્ર જીવન દરમ્યાન તમારા માટે ખૂબ કષ્ટ કર્યા છે. હકીકતમાં માતાની તુલનામાં પિતાજી હંમેશા ગંભીર અને કડક વ્યક્તિ રહેતા હોય છે. જે ભાગ્યે જ તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. માટે જ તેમને ક્યારેક ભાવુક થવાનો અને તેના હૃદયની વાત કરવાનો મોકો આપો અને આ માટે ‘ફાધર્સ ડે’ કરતાં બીજો કોઈ જ દિવસ બેસ્ટ ન જોઈ શકે.

15 June, 2023 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માતા પરની ગુજરાતી કહેવતો વિશે જાણો

Mother`s Day: માતાનું અપાર મૂલ્ય વર્ણવતી આ ગુજરાતી કહેવતો તો ખબર હોવી જ જોઈએ

ગુજરાતી કહેવતો આપણી લોકસંસ્કૃતિનું દર્પણ છે. સાદી ભાષામાં સમજીએ તો કહેવતો એટલે કોઈ કહેલી વાત અથવા કથન કે લોકો દ્વારા બોલવામાં આવતી વાચા. જેમાં સમાજ વ્યવહારનું સીધું પ્રતિબિંબ જોવા મળે છે. ગુજરાતીમાં કહેવતોનો સંખ્યાબંધ ખજાનો છે. આ ખજાનામાંથી આજે આપણે માતાનું મૂલ્ય અને ઢગલો પ્રેમ દર્શાવતી કહેવકો વિશે વાત કરીએ. 14 મેના રોજ મધર્સ ડે આવી રહ્યો છે. જેની ઉજવણીના અંતર્ગત આજે અમને તમને એવી કહેવત જણાવીશું જે એક કહેવતમાં માતાનો અદ્ભૂત વાત્સલ્ય અને અમૂલ્ય મમતા તથા જેને શબ્દોમાં વર્ણવી ન શકાય એટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.   

08 May, 2023 03:49 IST | Mumbai | Nirali Kalani
બૉલિવૂડની આ ફિલ્મો તમારી માતા સાથે બેસી ચોક્કસ જુઓ

Mother`s Day:માતા સંતાનના મજબુત બૉન્ડને દર્શાવતી રૂવાડાં ઉભા કરી દે એવી ફિલ્મ્સ

માતા જે પોતાનામાં માત્ર એક શબ્દ છે, પરંતુ બાળક માટે તેનો અર્થ આખી દુનિયા છે. માતાના પ્રેમ અને બલિદાનનો ઉપકાર ક્યારેય ચૂકવી શકાતો નથી, કારણ કે માતાનો પ્રેમ અમૂલ્ય છે. તેમના બલિદાનની કોઈ કિંમત નથી, જો આપણે આખું જીવન માતાની સેવામાં વિતાવીએ તો પણ આપણે તેના સમર્પણનો સોમો ભાગ પણ ચૂકવી શકતા નથી. જો કે દરેક દિવસનું નામ માતાના નામ પર રાખવું જોઈએ, પરંતુ મધર્સ ડે (Mother`s Day 2023) માતા માટે ખૂબ જ ખાસ હોય છે. આવી ઘણી ફિલ્મો હિન્દી સિનેમામાં પણ બનાવવામાં આવી છે, જેમાં માત્ર માતા અને બાળક વચ્ચેના મજબૂત બંધનને જ દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ માતાનું  મજબૂત સ્વરૂપ પણ દર્શાવવામાં આવ્યું છે. દરેક માતા અને બાળકે આ ફિલ્મો જોવી જોઈએ.

05 May, 2023 03:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેરળમાં ઉજવાયેલ આંતરરાષ્ટ્રીય કૉન્ડમ દિવસની તસવીરોનું કૉલાજ

ઇન્ટરનેશનલ કૉન્ડમ ડેની સફળતાથી ઉજવણી થઈ કેરળના ત્રિવેન્દ્રમમાં, જુઓ તસવીરો

આજે એટલે કે, સોમવાર 13 ફેબ્રુઆરી 2023ના રોજ કેરળના ત્રિવેન્દ્રમમાં આંતરરાષ્ટ્રીય કૉન્ડમ દિવસની ઉજવણી કરવામાં આવી જેની પાછળનો મૂળ હેતુ લોકોમાં કૉન્ડમના ઉપયોગને લઈને જાગૃતિ ફેલાવવાના હેતુ છે. આની સાથે જ આ દિવસની ઊજવણી `સેફર ઈઝ સેક્સી`  આ થીમ હેઠળ કરવામાં આવી.  ઈન્ટરનેશનલ કૉન્ડમ ડેની ઉજવણીનો હેતુ કૉન્ડમના સતત ઉપયોગ દ્વારા એચઆઈવી, એસટીઆઈ અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે જાગૃતિ લાવવાનો છે. ICD દરમિયાનની પ્રવૃત્તિઓનો હેતુ લોકોને કૉન્ડમનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતી વખતે આનંદ અને સર્જનાત્મક રીતે સુરક્ષિત સેક્સ પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. વિશ્વભરમાં 36.7 મિલિયન લોકો એચઆઇવી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન સાથે જીવે છે, જાગૃતિ ફેલાવવી અને લોકોને શિક્ષિત કરવું એ હવે પહેલા કરતાં વધારે મહત્વનું બની ગયું છે. કૉન્ડમ મેસેજિંગ આપણા સમયમાં મહત્વપૂર્ણ છે કારણ કે આપણા સમાજમાં પણ ફેશન તેમજ જાતીય શોધનો પ્રવાહ સતત બદલાઈ રહ્યો છે. ભારતના ગ્રામીણ સમુદાયોમાં પણ હવે પરંપરાગત જાતીય પ્રવૃત્તિઓમાંથી આગળ વધીને આપણે ચેમસેક્સ અને બેર બેકિંગ ચેલેન્જ (યુએન-પ્રોટેક્ટેડ એનલ સેક્સ) એ એક પડકાર / હિંમત અથવા તો ફેશન સ્ટેટમેન્ટના યુગમાં પણ ફેરવાઈ રહ્યું છે.

13 February, 2023 08:27 IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Wellness Wise: ક્યારે લેવી જોઈએ સેક્સોલોજિસ્ટની મુલાકાત? જાણી લો આ વાતો

Wellness Wise: ક્યારે લેવી જોઈએ સેક્સોલોજિસ્ટની મુલાકાત? જાણી લો આ વાતો

વેલનેસ વાઇઝના બીજા અને ખૂબ જ રસપ્રદ એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી. આ મુલાકાતમાં તેમણે યુવાનોની સેકસ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી છે અને સેકસ સંબંધિત સમસ્યાઓ વિશે ખૂલીને વાત કરી છે. તેમણે હસ્તમૈથુનથી લઈને અન્યા ઘણા સામાન્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જુઓ આ વિશેષ મુલાકાતનો પહેલો ભાગ ગુજરાતી મિડ-ડેની યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર. ડૉ. પ્રકાશ કોઠારીએ ઘણા લગ્ન તૂટતા તો બચાવ્યા જ છે પણ સાથે જ કપલ્સને સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન વધુ એક્સાઇટિંગ બનાવ્યું છે. તેમણે અધકળ નેશનલ અને ઇન્ટરનેશનલ કોંફેરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની યશકલગીમાં એક પીંછું પદ્મશ્રી પુરસ્કારનું પણ છે. જે તેમને સેક્સુઅલ મેડીસીન માટે વર્ષ ૨૦૦૨માં એનાયત કરવામાં આવ્યો હતો.

08 August, 2024 05:33 IST | Mumbai
Wellness Wise: જેના પગ ચાલે એના પ્રાઇવેટ પાર્ટ પણ ચાલે: ડૉ. પ્રકાશ કોઠારી

Wellness Wise: જેના પગ ચાલે એના પ્રાઇવેટ પાર્ટ પણ ચાલે: ડૉ. પ્રકાશ કોઠારી

વેલનેસ વાઇઝના બીજા અને ખૂબ જ રસપ્રદ એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી. આ મુલાકાતમાં તેમણે યુવાનોની સેકસ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી છે અને સેકસ સંબંધિત સમસ્યાઓ વિશે ખૂલીને વાત કરી છે. તેમણે હસ્તમૈથુનથી લઈને અન્યા ઘણા સામાન્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જુઓ આ વિશેષ મુલાકાતનો પહેલો ભાગ ગુજરાતી મિડ-ડેની યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર. ડૉ. પ્રકાશ કોઠારીએ ઘણા લગ્ન તૂટતા તો બચાવ્યા જ છે પણ સાથે જ કપલ્સને સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન વધુ એક્સાઇટિંગ બનાવ્યું છે. તેમણે અધકળ નેશનલ અને ઇન્ટરનેશનલ કોંફેરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની યશકલગીમાં એક પીંછું પદ્મશ્રી પુરસ્કારનું પણ છે. જે તેમને સેક્સુઅલ મેડીસીન માટે વર્ષ ૨૦૦૨માં એનાયત કરવામાં આવ્યો હતો.

25 July, 2024 07:07 IST | Mumbai
Wellness Wise: `લાંબુ એ સારું`ના તર્કને સેક્સોલોજિસ્ટે કેમ કહ્યું ગોડઝિલા લૉજિક?

Wellness Wise: `લાંબુ એ સારું`ના તર્કને સેક્સોલોજિસ્ટે કેમ કહ્યું ગોડઝિલા લૉજિક?

વેલનેસ વાઇઝના બીજા અને ખૂબ જ રસપ્રદ એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી. આ મુલાકાતમાં તેમણે યુવાનોની સેકસ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી છે અને સેકસ સંબંધિત સમસ્યાઓ વિશે ખૂલીને વાત કરી છે. તેમણે હસ્તમૈથુનથી લઈને અન્યા ઘણા સામાન્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જુઓ આ વિશેષ મુલાકાતનો પહેલો ભાગ ગુજરાતી મિડ-ડેની યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર. ડૉ. પ્રકાશ કોઠારીએ ઘણા લગ્ન તૂટતા તો બચાવ્યા જ છે પણ સાથે જ કપલ્સને સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન વધુ એક્સાઇટિંગ બનાવ્યું છે. તેમણે અધકળ નેશનલ અને ઇન્ટરનેશનલ કોંફેરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની યશકલગીમાં એક પીંછું પદ્મશ્રી પુરસ્કારનું પણ છે. જે તેમને સેક્સુઅલ મેડીસીન માટે વર્ષ ૨૦૦૨માં એનાયત કરવામાં આવ્યો હતો.

11 July, 2024 06:22 IST | Mumbai
Mother`s Day Special - `અમારાં બાળકો જુદા નથી` LGBTQ સંતાનોના મમ્મીઓએ જણાવી કથા

Mother`s Day Special - `અમારાં બાળકો જુદા નથી` LGBTQ સંતાનોના મમ્મીઓએ જણાવી કથા

મધર્સ ડે નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ એવી મમ્મીઓ સાથે જોડાયું જેમનું સંતાન દુનિયાની નજરમાં `જુદું` છે. સજાતીય હોવું અથવા તો જેન્ડર ફ્લુઇડ હોવું અથવા પોતાની જે જાતી છે તેનાથી અલગ જાતીના પોતે હોવાની લાગણી અનુભવવા જેવી બાબતો વિશે હવે વાત થવા લાગી છે. જ્યારે કોઇ દીકરો પોતાની માને કહે કે હું ગે છું, મને પુરુષોમાં રસ પડે છે અથવા તો કોઈ દીકરી જ્યારે એમ કહે કે મને લાગે છે કે મારે પુરુષ તરીકે જ રહેવું છે ત્યારે તે માની શી સ્થિતિ થાય. અહીં એક માએ ત્રણ લડાઇ લડવી પડે છે, જાત સાથે પછી ઘરનાં લોકો સાથે અને પછી સમાજ સાથે. આવી બે મમ્મીઓ અને આવાં એક દીકરા સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરીને જાણ્યું કે તેમને શું અનુભવ થયો, તેમનો સંઘર્ષ કેવો રહ્યો? રીત એક ફિલ્મમેકર છે જેણે એક દિવસ જઇને બસ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યાં અને તેણે મમ્મીને કહ્યું કે હું લગ્નમાં આવીશ તો સાડી તો નહીં પહેરું પણ તેને ટેકો આપનારી મમ્મીએ લોકોને શું કહ્યું? તો બીજી મમ્મીના કેસમાં દીકરાએ કહ્યું તેને માત્ર પુરુષોમાં રસ છે ત્યારે એ કલાકો સુધી રડી કારણકે એને નહોતી ખબર કે હવે શું કરવું? આજે મમ્મીઓ પણ બદલાતા સમયની જરૂરિયાત અને બાળકો સાથેની મોકળા મને થતી વાતને સ્વીકારથી થઇ છે ત્યારે સ્વીકાર સંસ્થાની સભ્ય એવી આ મમ્મીઓ અને હવે ટ્રાન્સ મેન તરીકે ઓળખાતી રીત સાથે વાત કરીએ.

10 May, 2024 07:01 IST | Mumbai
MMS સ્કેન્ડલ: કડક કાર્યવાહી કરવામાં આવશે- HD કુમારસ્વામીની પ્રતિક્રિયા

MMS સ્કેન્ડલ: કડક કાર્યવાહી કરવામાં આવશે- HD કુમારસ્વામીની પ્રતિક્રિયા

JD(S)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા `અશ્લીલ વીડિયો` કેસ પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના પૂર્વ સીએમ અને JD(S) નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે આરોપીઓ સામે આકરી 3 કાર્યવાહી કરવામાં આવશે. મીડિયાકર્મીઓને સંબોધતા, તેમણે કહ્યું, “અમે તેને બચાવવાના નથી, અમે આકરી કાર્યવાહી કરીશું પરંતુ સરકારની જવાબદારી વધુ છે. માત્ર એક કાકા તરીકે જ નહીં પરંતુ દેશના એક સામાન્ય માણસ તરીકે આપણે વધુ આગળ વધવાનું છે. આ એક શરમજનક મુદ્દો છે. હું કોઈ વ્યક્તિનું રક્ષણ કરતો નથી. અમે આ પ્રકારની ગેરકાયદેસર વસ્તુઓ સામે લડ્યા છીએ.

30 April, 2024 07:22 IST | Karnataka
MMS કૌભાંડ કેસ: બસવરાજ બોમાઈએ વીડિયોને ગણાવ્યો `ફેક અને પ્રી-પ્લાન્ડ`

MMS કૌભાંડ કેસ: બસવરાજ બોમાઈએ વીડિયોને ગણાવ્યો `ફેક અને પ્રી-પ્લાન્ડ`

લોકસભા ચૂંટણીની વચ્ચે કર્ણાટકમાં એક કહેવાતા સેક્સ સ્કેન્ડલે રાજકીય વિવાદ ઉભો કર્યો છે. કર્ણાટક સરકારે હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા કહેવાતા અશ્લીલ વીડિયો કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી હતી. SIT તપાસને આવકારતા, JD(S) કોર કમિટીના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા જીટી દેવેગૌડાએ કહ્યું કે પાર્ટી આ મુદ્દા પર કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવશે. વિવાદ વચ્ચે, ભાજપ, જે કર્ણાટકમાં જેડી(એસ) ના સાથી છે, તેને તપાસના સમયને લઈને કાવતરાની ગંધ આવી રહી છે. કૉંગ્રેસના કાર્યકરોના એક જૂથે આ કેસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે રેવન્ના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર તરીકે હસન પાસેથી લોઅર હાઉસમાં નવા કાર્યકાળની માંગ કરી રહી છે અને કૉંગ્રેસના શ્રેયસ પટેલ સામે છે. કર્ણાટક સરકારે હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા કથિત અશ્લીલ વીડિયો કેસની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી. રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડી(એસ)ના સુપ્રીમો એચડી દેવગૌડાના પૌત્ર છે અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર તરીકે હસનમાંથી લોઅર હાઉસમાં નવા કાર્યકાળની માંગ કરી રહ્યા છે અને કૉંગ્રેસના શ્રેયસ પટેલ સામે ટક્કર છે.

30 April, 2024 07:19 IST | Karnataka

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK