૧૪૫ વર્ષ જૂની આઇસ ફૅક્ટરીના બિલ્ડિંગમાં ઇન્ડિયાના જુદા-જુદા પ્રદેશોની ખાસિયતો ગૉરમે સ્ટાઇલમાં પીરસતી ‘નેટિવ બૉમ્બે’ તમને નૉસ્ટાલ્જિક બનાવી શકે એવી છે
આજે ફરી આપણે ફોર્ટના બેલાર્ડ એસ્ટેટની ૧૪૫ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી આઇસ ફૅક્ટરી તરફ લટાર મારવાના છીએ. આ ફૅક્ટરીની વચ્ચે આવેલા ૧૫૦ વર્ષ જૂના વડની ફરતે આર્ટ, આર્કિટેક્ટ અને કલ્ચરની એક નવી જ દુનિયાનું સર્જન આર્કિટેક્ટ કમલ મલિકે કર્યું છે. અહીં છાશવારે અવનવાં કલ્ચરલ એક્ઝિબિશન્સ, વર્કશૉપ્સ વગેરે થાય છે. આ જ જગ્યાએ ગાઉન્ડ ફ્લોર પર આવેલું ‘બન્યન ટ્રી કૅફે’ ખૂલેલું ત્યારે પહેલી વાર અહીંની મુલાકાત લીધેલી. આ વિશાળ જગ્યાના પહેલા માળે હોટેલિયર અમરદીપ ટોની સિંહ અને પ્રીતમ હોટેલવાળા અભયરાજ સિંહ કોહલીએ મળીને ‘નેટિવ બૉમ્બે’ નામની રેસ્ટોરાં શરૂ કરી છે. બન્યન ટ્રી કૅફે માટે તમારે કૅલિકટ સ્ટ્રીટ પરથી એન્ટ્રી મેળવવાની રહે, જ્યારે નેટિવ બૉમ્બે જવું હોય તો એની પાછળ આવેલી કોચીન સ્ટ્રીટમાં આઇસ ફૅક્ટરીની બૅકમાંથી એન્ટ્રી છે. નેટિવનો આર્ટિસ્ટિક એન્ટ્રન્સ ખોલતાં જ લિફ્ટ અને દાદરા બન્નેનો ઑપ્શન છે, પણ દાદરા પરથી આઇસ ફૅક્ટરીનો ગ્રાઉન્ડ ફ્લોરનો વ્યુ જોવાનો લાભ મળશે.
23 February, 2023 12:40 IST | Mumbai | Sejal Patel