BMCના મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ આર્ક સ્ટ્રિંગ ગર્ડર (બ્રિજ)ને 26 એપ્રિલના રોજ સફળતાપૂર્વક સ્થાપવામાં આવ્યો હતો. ઘણી અપેક્ષાઓ બાદ આખરે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને બાંદ્રા-વરલીસી લિંક સફળતાપૂર્વક જોડાઈ ગયા. અગાઉ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તેના 2022-23ના બજેટમાં તેના મહત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 3200 કરોડ ફાળવ્યા હતા. BMCના ડેટા મુજબ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને BMC દ્વારા વર્ષ 2022-23 માટે બજેટ ફાળવણીનો સૌથી વધુ હિસ્સો 17 ટકા મળ્યો છે. આનાથી મુસાફરોને ફાયદો થવાનો છે. ખાસ કરીને સવારે અને સાંજે જ્યારે ભારે ટ્રાફિક હોય ત્યારે પીક અવર્સ દરમિયાન ફાયદો થશે.
27 April, 2024 03:02 IST | Mumbai