અંબાણી પરિવારના ભવ્ય લગ્ન સમારોહની તસવીરોથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. અનંત-રાધિકાના સંગીત પછી, વાઇબ્રન્ટ હલ્દી સમારોહની ચર્ચા શરૂ થઈ. અનંત-રાધિકાના હલ્દી સમારોહમાં સલમાન ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, ઓરી, માનુષી છિલ્લર, ખુશી કપૂર, વેદાંગ રૈના, અનિલ-ટીના અંબાણી અને આદિત્ય ઠાકરે વગેરે સેલેબ્સ આનંદ માણતા જોવા મળ્યા હતા. હલ્દીમાં દરેક સેલેબ્સના અનોખા અને અદભૂત આઉટફિટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ મર્ચન્ટ સુંદર ડિઝાઇન કરેલા લહેંગામાં એકદમ અદભૂત દેખાતી હતી.
09 July, 2024 05:14 IST | Mumbai