આટલું સાંભળીને મારી અંદરના બકાસુરે તો ભેંકડો તાણ્યો ને હું નીકળ્યો નાશિકમાં સાંજે સાત વાગ્યે મિસળ શોધવા. ભલું થજો તુષાર મિસળનું. મને ત્યાં મિસળ મળી ગયું અને એ પણ અવ્વલ દરજ્જાનું
15 March, 2025 04:43 IST | Nashik | Sanjay Goradia
બ્રેડ અને વેજિટેબલ્સ તો બધી જગ્યાએ સરખાં જ હોય પણ સૅન્ડવિચમાં માર્ક્સ મેળવવાના હોય ચટણી અને એના મસાલાના. દશરથ સૅન્ડવિચ કૉર્નરને એ બન્ને આઇટમમાં દસમાંથી દસ માર્ક્સ મળે છે
01 March, 2025 06:02 IST | Mumbai | Sanjay Goradia
અમદાવાદની મારા નાટકની ટૂર ગોઠવાઈ કે તરત મેં તો ડાયરી કાઢીને હિતેશ ભગતના ઘૂઘરાનું ઍડ્રેસ પાક્કું કરી લીધું અને બીજા દિવસે સાંજે હું તો પહોંચી ગયો હિતેશ ભગતના ઘૂઘરા ખાવા.
22 February, 2025 03:30 IST | Ahmedabad | Sanjay Goradia
ગુજરાતી કૉમેડી સિરીઝ `ગોટી સોડા`ની પાંચમી સીઝન રિલીઝ થઈ ગઈ છે. આ પહેલાની સીઝનની જેમ જ આ સીરિઝ પણ કૉમેડી અને ફનથી ભરપૂર છે. ગોટી સોડાની પાંચમી સીઝનને જબરજસ્ત સફળતા મળી છે. ગોટી સોડાના ચાહકોની આ સીઝનની નવી થીમ, `નવા રજવાડી ફ્લેવરમાં ખૂબ જ પસંદ પડી રહી છે.` આ સિરીઝ શેમારૂમી પર ધૂમ મચાવી રહી છે.
TPL 2024: ગુજરાતી રંગભૂમિના મુંબઈના કલાકારોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઉત્સાહભેર આ વર્ષે પણ ભાગ લીધો હતો. અ વર્ષની ત્રીજી સિઝન ૧લી મેના રોજ રમવામાં આવી હતી. હંમેશા રંગભૂમિ માટે સમર્પિત એવા ચિંતન મહેતાએ સતત ત્રીજા વર્ષે આ થિયેટર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાર પડ્યું હતું. આવો, આ ટુર્નામેન્ટની ઝાંખી કરીએ તસવીરોમાં
ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’.
આજે ગુજરાતી મિડ-ડેના કૉલમનિસ્ટ અને જાણીતા એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયા તેમના ફૂડ પ્રેમ વિશે વાતો કરે છે. ચાલો જાણીએ શું કહે છે સંજય ગોરડિયા…
ગુજરાતી મનોરંજન જગતમાં ફિલ્મ, સિરીયલ બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વિષયો સાથે અનોખું કોન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં શેમારૂમી પર રિલીઝ થયેલી કૉમેડી વેબ સિરીઝ `વૉટ ધ ફાફડા` વિશે વાત કરીએ. 11 એપિસોડની આ વેબ સિરીઝ કૉમેડીના ભરપૂર ડોઝ સાથે શેમારૂમી પર રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતી ભાષામાં ઓટીટી પ્લેટફોર્મ પર કંઈક નવું કરવાના આશય સાથે રાહુલ પટેલ અને તેમના ભાઈ જેસિલ પટેલ દ્વારા બૉમ્બે સ્ટોરીઝ હાઉસ હેઠળ આ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાહુલ પટેલ નિર્માતા પહેલા એક જાણીતા લેખક છે. તેમણે ઘણા હિન્દી શૉ લખ્યા છે. તેમજ તેમણે પ્રતીક ગાંધી અભિનીત ગુજરાતી ફિલ્મ `વાલમ જાઓ ને` પણ લખી છે. આ વેબ સિરીઝના કેટલાક એપિસોડ પણ રાહુલ પટેલે લખ્યા છે.
26 September, 2023 05:54 IST | Mumbai | Nirali Kalani
વર્ષ ૨૦૨૦માં કચ્છના સફેદ રણમાં ગુજરાત ટુરિઝમ અને રણોત્સવના સહયોગથી યોજાયેલા ગુજરાતી ફિલ્મોના ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૧૯ – ૨૦૨૦’ (Film Excellence Award Gujarati 2019 - 2020) ઘણાને યાદ જ હશે. ફરી એકવાર ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨’ (Film Excellence Award Gujarati 2021 - 2022)નું ભવ્યાતિભવ્ય આયોજન આગામી ૧૯ માર્ચે દુબઈ ખાતે કરવાની જાહેરાત ગઇકાલે મુંબઈ (Mumbai)ની પ્રતિષ્ઠિત સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવી હતી.
અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ...તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે.
14 November, 2022 05:10 IST | Mumbai | Nirali Kalani
અનાદિ કાળથી, પ્રતિબદ્ધ નાટ્યલેખકો, દિગ્દર્શકો અને કલાકારોએ થિએટરના માધ્યમનો ઉપયોગ મનોરંજન માટે અને સામાજિક સંઘર્ષો અને માનવીય સ્થિતિને પ્રતિબિંબિત કરવા માટે કર્યો છે. જોકે, તેમના મૂળમાં વાર્તા કહેવાની તાત્કાલિક જરૂરિયાત રહેલી છે. તો ચાલો મળીએ ઝી થિએટરના એવા કેટલાક સ્ટાર્સને જેમની પોતાની સર્જનાત્મક સફર ઘણી અવિસ્મરણીય વાર્તાઓથી ભરેલી છે અને જેમનો થિએટર પ્રત્યેનો પ્રેમ સમય સાથે વધુ મજબૂત બન્યો છે. (તસવીર સૌજન્ય: PR)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK