મુંબઈથી નાગપુરના ૭૦૧ કિલોમીટરના અંતરને સડસડાટ ૮ કલાકમાં પાર કરવાની સુવિધા પૂરી પાડતા સમૃદ્ધિ મહામાર્ગ પર હવે આવતા ૩ મહિનામાં ૧૨ જગ્યાએ ફૂડ-કોર્ટ ચાલુ કરવામાં આવશે.
શાહપુર નજીક સમૃદ્ધિ હાઇવે સાઇટ પર દુ:ખદ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 17 લોકોના જીવ ગયા છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા થયા હોવાના સમાચાર છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ક્રેન અકસ્માતમાં લોંચિંગ ગર્ડર ખસેડવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પરના અકસ્માતના પખવાડિયાથી ઓછા સમયમાં બીજી દુર્ઘટના બની છે, જેમાં 11 વર્ષના છોકરા સહિત 19 લોકો ઘાયલ થયા હતા. અગાઉ થયેલા અકસ્માતમાં લક્ઝરી બસમાં 30 મુસાફરો સવાર હતા જે ઔરંગાબાદ નજીક બુધવારે સવારે 2.30 વાગ્યાની આસપાસ પાછળથી આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK