હિન્દી અને મરાઠી ફિલ્મમાં તેમના અભિનય માટે જાણીતા સુપ્રસિદ્ધ પીઢ અભિનેત્રી સુલોચના લાટકરનું 4 જૂન, રવિવારના રોજ અવસાન થયું હતું. મુંબઈની એક હૉસ્પિટલમાં લાંબી ઉંમર સંબંધિત બીમારીની સારવાર લઈ રહેલી અભિનેત્રીએ 94 વર્ષની ઉંમર અંતિમ શ્વાસ લીધાં. લાટકરના નિધનથી હિન્દી તેમ જ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. તેમના અંતિમ સંસ્કાર સોમવારે, 5 જૂન (આજે) મુંબઈમાં કરવામાં આવ્યાં હતાં. દિવંગત અભિનેત્રીને ત્રિરંગામાં સંપૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. સીએમ એકનાથ શિંદેથી લઈને રાજ ઠાકરે સુધી અને જેકી શ્રોફથી લઈને સચિન પિલગાંવકર સુધી, રાજનીતિ અને ફિલ્મ ઉદ્યોગની દુનિયાની અનેક જાણીતી હસ્તીઓ દિવંગત અભિનેતાના નિવાસસ્થાને દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યાં હતાં.
05 June, 2023 08:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent