Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ruchita Shah

લેખ

એકસાથે આ રીતે ૫૦૦ લોકો સાથે બેસીને આયંબિલ કરે છે.

મુંબઈનું હીરાબજાર બની જાય છે જ્યારે મિની આયંબિલ નગરી

માત્ર જૈનો જ નહીં, તમામ જ્ઞાતિના વેપારીઓ આવે છે જૈનોનું આકરું તપ કરવા

11 April, 2025 06:58 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

જે તને નથી ગમતું એ તું કોઈને આપીશ નહીં અને જે તને ગમે છે એ તું વહેંચ

સર્વજ્ઞાની ચોવીસ તીર્થંકરો વિવિધ કાળખંડમાં આવે, ધર્મની સ્થાપના કરે. નિશ્ચિત સમય સુધી તીર્થંકરો દ્વારા સ્થપાયેલા ધર્મની પ્રરુપણા (પાલન અને વિસ્તાર) થાય એ સમયમર્યાદા પછી નવા તીર્થંકર આવે. તીર્થંકરના જન્મ વખતે દેવતાઓ આ રીતે જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે

10 April, 2025 01:51 IST | Mumbai | Ruchita Shah
નવકાર મંત્ર

નવકારનું મહત્ત્વ જાણ્યા પછી આજથી દરરોજ નવકારનો જાપ કર્યા વિના રહી નહીં શકો

જે મંત્રને સમસ્ત જૈન શાસનનો સાર માનવામાં આવે છે એવા નવકાર મંત્રની આજે દુનિયાભરમાં વિશિષ્ટ રીતે ઉજવણી થઈ રહી છે. ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ નિમિત્તે નવકારનું મહત્ત્વ, એના જાપની વિધિ, એના પ્રભાવ સાથે સંકળાયેલી અનોખી વાતો વિગતવાર જાણીએ

09 April, 2025 11:39 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

મધરહુડ સાથે સંકળાયેલા રિસ્કને કઈ રીતે ટાળશો?

નવી મમ્મીઓ અને બાળકોને બચાવવાની થીમ સાથે ઊજવાઈ રહ્યો છે આજે વર્લ્ડ હેલ્થ ડે

07 April, 2025 12:09 IST | Mumbai | Ruchita Shah
સ્વામીનારાયણ ટેમ્પલ

મુંબઈનું એવું મંદિર જે પોતે જ અનેક માટે ઓળખ બની ગયું છે c/o સ્વામીનારાયણ ટેમ્પલ

આવતી કાલે રામનવમી સાથે સ્વામીનારાયણ ભગવાનની ૨૪૪મી જન્મજયંતી પણ છે ત્યારે દુનિયાભરમાં મંદિરોના મામલે જુદો દબદબો ધરાવતા આ સંપ્રદાયના દાદરના અતિપ્રચલિત મંદિરની ખાસંખાસ વાતો જાણી લઈએ

05 April, 2025 02:47 IST | Mumbai | Ruchita Shah
ગાજર

આ વાંચીને થઈ જશે ગાજર માટે આદર

ટેક્નિકલી ગાજરની વાત શિયાળામાં થવી જોઈએ કારણ કે આપણે ત્યાં એ શિયાળાનું કંદમૂળ ગણાય છે, પરંતુ હવે એ બારેય માસ મળી રહ્યાં છે. આજે ‘વર્લ્ડ કૅરટ ડે’ના નાતે ગાજરના ગુણો જ નહીં પણ ગાજરની ઓછી જાણીતી વાનગીની રેસિપી જાણીએ સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પાસેથી

05 April, 2025 07:01 IST | Mumbai | Ruchita Shah
ફિલ્મ ‘મિસિસ’ના દૃશ્યમાં સાન્યા મલ્હોત્રા.

મહિલાઓની કશ્મકશ હજી પૂરી નથી જ થઈ

આજેય મોટા ભાગનાં ઘરોમાં મહિલા વર્કિંગ હોય તો પણ કિચનની જવાબદારી તો તેની જ ગણવામાં આવે છે અને વર્કિંગ ન હોય પણ પોતાના શોખ ખાતર કંઈક કરવાની ઇચ્છા હોય

01 April, 2025 03:52 IST | Mumbai | Ruchita Shah
ગુઢીપાડવાની ગિરગામની શોભાયાત્રા ગ્લોબલ આકર્ષણ બની

ગુઢીપાડવાની ગિરગામની શોભાયાત્રા ગ્લોબલ આકર્ષણ બની ગઈ છે

છેલ્લાં બાવીસ વર્ષથી ગુઢીપાડવાના દિવસે ગિરગામ વિસ્તારમાં ભલભલાની આંખો ચોંકી જાય એવા દબદબા અને ભપકા સાથે નવા વર્ષનું સ્વાગત કરતો વરઘોડો નીકળે છે.

29 March, 2025 11:39 IST | Mumbai | Ruchita Shah

ફોટા

પ્રતીકાત્મક તસવીર

આજની નારીનું પ્લસ-માઇનસ

સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે ભેદ છે એવું કહીને મહિલાઓ માટે ગોળ-ગોળ વાતો કરવાને બદલે આજે ચોખ્ખી વાત કરીએ. આજની મહિલાઓ ક્યાં બેસ્ટ છે, અનબીટેબલ છે, અનસ્ટૉપેબલ છે તો સાથે જ એવી કઈ બાબતો છે જેના પર જો થોડુંક ધ્યાન અપાય તો તેમનું જીવન વધુ બહેતર બની શકે એ વિષય પર કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝે શૅર કરેલી વાતો જાણો

09 March, 2025 07:20 IST | Mumbai | Ruchita Shah
અવિનાશ શિર્કે અને અનિશ ડિસોઝાએ મળીને ૨૦૦૯માં ઑફિશ્યલી નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની શરૂઆત કરી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં નૉર્થ સ્ટૅન્ડમાં બેસીને મૅચ જોવાની મજા : ક્રિકેટ-ક્રેઝી લોકો

વાત ચાલી રહી છે નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની. સ્ટેડિયમ પર સ્ટ્રેઇટ વ્યુની દૃષ્ટિએ નૉર્થ સ્ટૅન્ડ એ મોકાની જગ્યા મનાય છે. ૨૦૦૯માં આ જગ્યાએ બેસીને નિયમિત ક્રિકેટની મજા માણતા લોકોનું એક ગ્રુપ બન્યું જે  ‘નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગ’ તરીકે ઓળખાય છે હવે. ધીમે-ધીમે ક્રિકેટપ્રેમીઓ એમાં જોડાયા છે. આજે ૧૫૦થીયે વધુ ક્રિકેટલવર્સ એનો હિસ્સો છે અને પોતાના યુનિક સ્લોગન દ્વારા ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં બેસેલા ઑડિયન્સમાં ઉત્સાહનું વાવાઝોડું લાવતા આ ખાસ ગ્રુપની ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકર સહિત અનેક ક્રિકેટરો તારીફ કરી ચૂક્યા છે. ગોલ્ડન જ્યુબિલી મનાવી રહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સાથે સંકળાયેલા આ ગ્રુપના કેટલાક ગુજરાતીઓ સાથે ગુફ્તગો કરીએ અને જાણીએ તેમના યાદગાર અનુભવો ‘સચિન.... સચિન...’, ‘ક્રિકેટ કા બૉસ કૌન? કોહલી... કોહલી...’, ‘ચૌકા લગા, ચૌકા લગા... હુ... હા... હુ... હા...’, ‘જીતેગા ભાઈ જીતેગા... ઇન્ડિયા જીતેગા’ જેવાં અઢળક સ્લોગન સાથે વાનખેડે સ્ટેડિયમને જીવંત બનાવવાનું કામ કરતા નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગના સભ્યો હવે ક્રિકેટની દુનિયામાં નોંધનીય સ્થાન પામી ચૂક્યા છે. અત્યારે વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ગ્રુપના સભ્યોએ ભારતીય ક્રિકેટ ટીમને જિતાડવા માટે મોટિવેશનલ માહોલ ઊભો કરવા માટેનું યોગદાન આપ્યું છે અને ઓવરઑલ ક્રિકેટના શ્રેષ્ઠ પર્ફોર્મન્સને બિરદાવવા સ્ટેડિયમમાં ઑડિયન્સ તરીકે પણ જે કાબિલેદાદ કામ કર્યું છે એના યાદગાર કિસ્સાઓ વિશે આપણે વાત કરવાના છીએ. આ ગૅન્ગના સર્જનથી લઈને એમાં સામેલ ગુજરાતીઓની એવી ગાથાઓ આપણે જાણીશું જે ક્રિકેટપ્રેમી હોય કે ન હોય, પણ શરીરમાં રોમાંચની લહેર જન્માવી દેશે.

19 January, 2025 02:00 IST | Mumbai | Ruchita Shah
મહાન ગાયક મોહમ્મદ રફી

આ તો છે રફીસાહેબની રહેમ

જેમનાં ગીતોએ આજે પણ અનેક પરિવારોની રોજીરોટીનું જતન કર્યું છે એવા મહાન ગાયક મોહમ્મદ રફીનાં ગીતોનો રંગ જેમ-જેમ સમય વીતે છે એમ વધુ ને વધુ ઘેરો થતો જાય છે. જેમની તુલના જ ન કરી શકાય એવાં રફીસાહેબનાં ગીતો ગાઈ-ગાઈને જેમની કારકિર્દી ઘડાઈ અને રફીસાહેબના નામથી જેમનું નામ વધ્યું છે એવા સિંગર્સને મળીએ અને જાણીએ તેમના મનની ખાસ વાતો

24 December, 2024 04:36 IST | Mumbai | Ruchita Shah
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હમણાં મુંબઈ આવ્યા ત્યારે તેમની સાથે પરાગ શાહ અને તેમનો પરિવાર, વોટ આપ્યા બાદ પરિવાર સાથે યોગેશ સાગર.

દિવસરાતની દોડધામ, હવે હાશકારો

મુંબઈના ગુજરાતી ઉમેદવારો શૅર કરે છે પોતાના ચૂંટણીપ્રચારના અનુભવો માત્ર ત્રણ કલાકની ઊંઘ, ભોજનનાં કોઈ ઠેકાણાં નહીં, સતત એકધારું કામ અને એ બધા વચ્ચે સતત દોડાદોડ કરવી એ ચૂંટણીમાં ઊભા રહેલા લગભગ દરેક ઉમેદવાર માટે છેલ્લા એક મહિનાનું રૂટીન હશે. મજાની વાત એ એટલા માટે કે માત્ર ઉમેદવાર જ નહીં, તેમનો પરિવાર પણ પૂરી તન્મયતા સાથે જોડાઈ ગયો હતો.  મુંબઈનાં ચાર પ્રાઇમ લોકેશનના ચાર ગુજરાતી ઉમેદવારો અને તેમના લાઇફ-પાર્ટનર સાથે આ દિવસોમાં  થયેલી ભાગદોડ વિશે ‘મિડ-ડે’એ કરેલી મજેદાર વાતોનો રસથાળ વાંચો   એક સામાન્ય સમજ એવી છે કે રાજકારણી બનવું એટલે મજાની લાઇફ, તેમણે ક્યાં કશું કામ કરવાનું હોય. જોકે રાજકારણી તરીકે કેટલું અને કયા સ્તરનું કામ કરવું પડતું હોય છે એની સાચી ખબર ઇલેક્શન દરમ્યાન જ પડે. દરેક ચૂંટણી એક લગ્નપ્રસંગ કે બોર્ડ એક્ઝામથી જરાય ઊતરતી નથી હોતી. ઇન ફૅક્ટ, એ સમયનું મેન્ટલ અને ફિઝિકલ વર્ક બધા કરતાં ચડિયાતું હોય છે. લગ્નોત્સવમાં વરરાજાને થોડીક નિરાંત હોઈ શકે પણ ચૂંટણી ઉત્સવના વરરાજા એટલે કે જાહેર કરેલા કૅન્ડિડેટને ઇલેક્શનના પ્રચારમાં નિરાંતનું નામોનિશાન નથી મળતું. આજે હવે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ‘મિડ-ડે’એ વાત કરી કેટલાક ગુજરાતી કૅન્ડિડેટ્સ સાથે અને જાણ્યું કેવો રહ્યો તેમનો ચૂંટણી ઉત્સવ. કેવી હાડમારી હતી અને કેટલા પડકારો હતા... હવે જ્યારે પરિણામ જાહેર થવાને થોડાક જ કલાકો રહ્યા છે ત્યારે તેમના હૃદયના ધબકારા વધી ગયા છે કે કેમ? ધાર્યું પરિણામ આવે તો કેવું સેલિબ્રેશન કરવાના છે? તેમની સાથે તેમનો પરિવાર આ ચૂંટણી પ્રસંગમાં કઈ રીતે જોડાઈ ગયો હતો? જાણીએ કેટલીક રોમાંચક વાતોનો ખજાનો...

23 November, 2024 05:44 IST | Mumbai | Ruchita Shah
ફાલ્ગુની શેઠ સાથે યોગવાલી સાફસફાઈ  (તસવીરો: અનુરાગ અહિરે)

આ દિવાળીએ કરીએ યોગવાલી સાફસફાઈ

યોગ એ માત્ર આસન નથી, આપણી જીવનશૈલી છે અને એટલે જ જીવનની દરેક ક્ષણમાં યોગને સામેલ કરી શકાય. દિવાળી હવે હાથવેંતમાં છે ત્યારે દિવાળીની સાફસફાઈ તેમ જ સામાન્ય દિવસોમાં પણ ઘરનાં કામકાજ કરતી વખતે જે પ્રકારની શારીરિક મૂવમેન્ટ થાય છે એની સાથે શ્વસન જોડીને કઈ રીતે એને યોગાભ્યાસમાં કન્વર્ટ કરી શકાય એની તસવીરી તાલીમ મેળવીએ મુલુંડનાં અનુભવી યોગ-શિક્ષક ફાલ્ગુની શેઠ પાસેથી આ વાત ખાસ યાદ રાખજો તમે ક્યારેય યોગાભ્યાસ ન કરતા હો અને અચાનક દિવાળી નિમિત્તે સફાઈ સાથે યોગને ઝનૂન સાથે જોડી દેશો તો ઊલમાંથી ચૂલમાં પડવાની સંભાવના છે એમ જણાવીને બે દાયકાથી યોગશિક્ષક તરીકે પ્રૅક્ટિસ કરતાં મુલુંડનાં ફાલ્ગુની શેઠ કહે છે, ‘આગળ, પાછળ, સાઇડ અને ટ્વિસ્ટવાળી પાંચ પ્રકારની કરોડરજ્જુની મૂવમેન્ટનું યોગમાં અદકેરું મહત્ત્વ છે. સ્પાઇન બરાબર કામ કરશે તો ઓવરઑલ હેલ્થ સારી રહેશે અને રૂટીન ઍક્ટિવિટીમાં પણ સ્પાઇનની આ મૂવમેન્ટ પર જ ફોકસ કરવાનું હોય છે. જોકે જ્યારે શરીરને યોગનો તજુરબો ન હોય ત્યારે અચાનક તમે આસનની દૃષ્ટિએ અમુક અવસ્થામાં લાંબો સમય રહો તો સ્નાયુઓમાં રહેલી સ્ટિફનેસથી દુખાવો થઈ શકે છે. અચાનક કોઈક મસલ્સ ખેંચાઈ જાય અથવા ઇન્જરી થઈ જાય એવી સંભાવના રહે છે. એટલે આડેધડ આ ફોટો જોઈને આસન સાથે કામને ક્લબ કરવાની ભૂલ ન કરવી. અનુભવી શિક્ષક પાસે ટ્રેઇનિંગ લીધા પછી જ આ પ્રકારના પ્રયોગ કરી શકાય.’

24 October, 2024 04:59 IST | Mumbai | Ruchita Shah
ડાબોડીઓનો ડંકો વાગે

ડાબોડીઓનો ડંકો વાગે

ડાબા હાથે અદ્ભુત પેઇન્ટિંગ કરતી ચિત્રકાર કે પછી ડાબા હાથે પૂજા-હવન કરાવતા પંડિતજી કે પછી ડાબા હાથથી ટેબલટેનિસ રમતા નૅશનલ ચૅમ્પિયન, આ દરેકની વાત સાંભળ્યા પછી તમને થશે કે કાશ અમને પણ ભગવાને ડાબોડી જ બનાવ્યા હોત. આજે ૪૮મા ‘લેફ્ટ હૅન્ડર્સ ડે’ નિમિત્તે પોતાને ‘સબસે અલગ, સબસે ખાસ’ માનતા લેફ્ટીઝ સાથે વાતો કરીએ

13 August, 2024 03:25 IST | Mumbai | Ruchita Shah
સ્વાસ્થ્યાસનના ચોથા એપિસોડમાં ગુજરાતી મિડ-ડેનાં યોગ નિર્દેશક રુચિતા શાહ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: યાદશક્તિ અને એકાગ્રતાને વધારવા માટે કરો માત્ર આ એક મુદ્રા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી… કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજૂઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યા વગર. આજે આપણે વાત કોઈ આસનની નહીં, પરંતુ જ્ઞાન મુદ્રાની વાત કરીશું. આજના આ એપિસોડમાં જાણો જ્ઞાન મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

11 July, 2024 11:00 IST | Mumbai | Karan Negandhi
સ્વાસ્થ્યાસનના ત્રીજા એપિસોડમાં ગુજરાતી મિડ-ડેનાં યોગ નિર્દેશક રુચિતા શાહ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: યોગનો રાજા એટલે અનુલોમ વિલોમ, યોગ એક લાભ અનેક

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું અનુલોમ વિલોમના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

04 July, 2024 03:13 IST | Mumbai | Viren Chhaya
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK