Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rohit Sharma

લેખ

રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા

રોહિત, કોહલી અને જાડેજા ગુમાવશે A+ કૅટેગરીનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ?

T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થયેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા પોતાનો A+ કૅટેગરીનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે છે

29 March, 2025 06:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહ

રોહિત શર્માને દરરોજ ૨૦ કિલોમીટર દોડાવીશ

ભારતીય ટીમના હેડ કોચ બનશે તો શું કરશે એનો ખુલાસો કર્યો યુવીના પપ્પા યોગરાજ સિંહે

28 March, 2025 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પાકિસ્તાનની છ વર્ષની બાળકી તો રોહિત શર્મા જેવો પુલ શૉટ મારે છે

આ બાળકી ભવિષ્યમાં પુરુષ ટીમમાં સ્થાન મેળવવાની કલ્પના રાખી શકે છે.

24 March, 2025 12:36 IST | Pakistan | Gujarati Mid-day Correspondent
સુરેશ રૈના

જો તમે એક IPL સીઝનમાં ૫૦૦ રન બનાવશો તો તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરી શકો છો

મિસ્ટર IPL તરીકે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું...

23 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો સોશ્યલ મીડિયા પર વાઇરલ ફોટો

એક ફ્રેમમાં જોવા મળ્યા ભારતના વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન્સ

ભારતને વર્લ્ડ કપ જિતાડી આપનાર કૅપ્ટન કપિલ દેવ (૧૯૮૩), મહેન્દ્ર સિંહ ધોની (૨૦૦૭ અને ૨૦૧૧) અને રોહિત શર્મા (૨૦૨૪) હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તેઓ એક ઍડ-શૂટમાં સાથે જોવા મળ્યા હતા.

22 March, 2025 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા આ ટીમનો સૌથી વધુ IPL મૅચ રમનાર અને સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે.

કૅપ્ટન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ સામે સાવ તળિયેથી ઉપર ઊઠવાનો પડકાર છે

છેલ્લે ૨૦૨૦માં પાંચમી વાર ચૅમ્પિયન બન્યું હતું મુંબઈ, પાંચ પ્લેયર્સ પાસે ૧૦૦થી પણ વધુ મૅચ રમવાનો અનુભવ, જ્યારે આઠ પ્લેયર્સને IPLમાં ડેબ્યુની છે આશા

21 March, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા હાલમાં પોતાની ફૅમિલી સાથે મૉલદીવ્ઝના વેકેશન પર છે

ફૅમિલી સાથે વેકેશન બરાબર એન્જૉય કરી રહ્યો છે હિટમૅન

IPL 2025 પહેલાં તેણે વેકેશન દરમ્યાન અન્ય કેટલાક શાનદાર ફોટો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે કે ‘સૂર્ય, દરિયો, રેતી... બસ, ડૉક્ટરોએ જે આદેશ આપ્યો હતો એ જ.’

18 March, 2025 07:03 IST | Maldives | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો

IPL 2025 પહેલાં ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો રોહિત શર્મા

મુંબઈ ઇન્ડિયન્સ ૨૩ માર્ચથી ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

16 March, 2025 07:16 IST | Maldives | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
આજની મૅચમાં શુભમન ગિલ અને શ્રેયસ ઐયર (તસવીર: મિડ-ડે)

IND vs ENG 3rd ODI: ટીમ ઇન્ડિયાના બૅટ્સમૅનનું શાનદાર પ્રદર્શન, જૂઓ તસવીરો

ઇંગ્લૅન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ODIમાં, ભારતે કુલ 356 રન ફટકાર્યા. આ દરમિયાન ભારતના બૅટ્સમૅન્સનું શાનદાર પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. જોકે આ સાથે ઇંગ્લૅન્ડના બૉલર આદિલ રાશિદે પણ કમાલ કરી હતી. (તસવીર: મિડ-ડે)

13 February, 2025 07:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં

અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં વર્લ્ડ ચૅમ્પિયન્સને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

T20 વર્લ્ડ કપ 2024 ચૅમ્પિયન ભારતીય ટીમના ક્રિકેટર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સન્માનિત કર્યા હતા. સેરેમનીમાં ત્રણેયને સેલિબ્રિટીઝ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં આ સન્માન આપતાં પહેલાં નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે સ્પેશ્યલ પૂજા-આરતી પણ કરી હતી. ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં. કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, તિલક વર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ સંગીત સેરેમનીમાં હાજર હતા. જસપ્રીત બુમરાહ ટ્રાવેલિંગને કારણે આ સેરેમનીમાં જોડાઈ શક્યો નહોતો.

07 July, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ શિંદેએ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવ સહિત ટીમના અન્ય ત્રણ સભ્યોનું સન્માન કર્યું હતું

Photos: સીએમ એકનાથએ શિંદે રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું કર્યું સન્માન

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોનું સન્માન કર્યું હતું. તસવીરો: સીએમઓ

05 July, 2024 08:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને પીએમ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ બુમરાહના દીકરા અંગદને ઉપાડી લીધો, પણ T20 વર્લ્ડ કપ ન ઉપાડ્યો

ITC મૌર્ય હોટેલમાં ફ્રેશ થયા બાદ રોહિત ઍન્ડ કંપની નવી ચૅમ્પિયન્સ જર્સી પહેરીને ૪.૭ કિલોમીટરના અંતરે આવેલા ૭, લોક કલ્યાણ માર્ગસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી હતી. જુઓ તસવીરો

05 July, 2024 10:41 IST | Delhi | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ દ્રવિડ (તસવીર: પીટીઆઈ)

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ કરી PM નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત

T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની મુલાકાત લીધી. (તસવીર: પીટીઆઈ)

04 July, 2024 03:31 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
આ ક્ષણો ભૂલાય એવી નથી

સેલિબ્રેશન ટાઇમ: વર્લ્ડ કપ જીતનાર ઈન્ડિયન ક્રિકેટ ટીમની ફિલિંગ્સ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરતાં સોશ્યલ મી​ડિયા પર લખ્યું હતું કે KDFBFDDFHDBHFKDJSREBMEEFBCKA! અમારી પાસે આ જીતનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આપણે આ સિદ્ધિ મેળવી લીધી છે.  T20 વર્લ્ડ કપનો અવૉર્ડ જીત્યા બાદ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ઉત્સાહ કોઈ જ શબ્દોમાં વર્ણવાય એમ નથી. તમે જ વાંચો આ લાગણીભર્યા શબ્દો

01 July, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફી લીધા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમે સેલિબ્રેશન કર્યું હતું (તસવીર સૌજન્ય: ICC)

ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને

આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ઇન્ડિયન ક્રિકેટ ટીમે ભારતનું આઇસીસી ટ્રોફી જીતવાનું સપનું પૂર્ણ કરી દીધું છે. ભારતના દરેક ફેન્સ છેલ્લા અનેક વર્ષોથી આ પળની રાહ જોઈ રહ્યા હતા. આ સપનાને હવે ટીમ ઈન્ડિયાએ પૂર્ણ કરતાં ગઇકાલે રાતે મેચ જીત્યા બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફેન્સ રસ્તા પર આવીને સેલિબ્રેશન કર્યું હતું. દેશભરમાં થયેલા સેલિબ્રેશનની અનેક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (તસવીર સૌજન્ય : મિડ-ડે અને ICC X એકાઉન્ટ)

30 June, 2024 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ચેમ્પિયન્સ પરત! દુબઈની જીત બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી

ચેમ્પિયન્સ પરત! દુબઈની જીત બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી

ટીમ ઈન્ડિયા 11મી માર્ચે પોતાનું બીજું ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી હતી. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ, ટીમે 9 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિજય એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના વર્ચસ્વને વધુ મજબૂત બનાવે છે. દેશભરના ચાહકોએ ગર્વ અને ઉજવણી સાથે ચેમ્પિયનનું સ્વાગત કર્યું.

12 March, 2025 09:48 IST | Dubai
કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોહિત શર્માને

કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોહિત શર્માને "જાડો છે" કહ્યું

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની ટીકા કરી, તેમને "વધુ વજનવાળા" અને "ભારતનો અત્યાર સુધીનો સૌથી અપ્રભાવશાળી કેપ્ટન" ગણાવ્યા. ન્યૂઝીલેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં શર્મા 17 બોલમાં 15 રન બનાવીને આઉટ થયા બાદ તેમની ટિપ્પણી આવી, જે ભારતે 44 રનથી જીતી હતી. હવે ડિલીટ કરેલી પોસ્ટમાં, મોહમ્મદે લખ્યું, "રોહિત શર્મા એક ખેલાડી માટે જાડા છે! વજન ઘટાડવાની જરૂર છે! અને અલબત્ત, ભારતનો અત્યાર સુધીનો સૌથી અપ્રભાવશાળી કેપ્ટન!" મોહમ્મદે પોતાની ટિપ્પણી માટે ઓનલાઈન ટીકાનો સામનો કરવો પડ્યો અને બાદમાં પોસ્ટ ડિલીટ કરી દીધી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ સ્પષ્ટતા કરી કે મોહમ્મદને પોસ્ટ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોતાની ટિપ્પણીનો બચાવ કરતા, મોહમ્મદે કહ્યું કે તે રમતવીરોની ફિટનેસ વિશેની સામાન્ય ટિપ્પણી હતી અને તેનો હેતુ શર્માને શરમજનક બનાવવાનો નહોતો. આ ટીકાએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી, જેમાં શાસક ભાજપના સભ્ય શહેઝાદ પૂનાવાલાએ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. વધુમાં, રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મોહમ્મદની ટિપ્પણીઓ સાથે અસંમત હતા. રોહિત શર્માને તેમની ફિટનેસ અંગે ટીકાનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પહેલી વાર નથી. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ડેરિલ કુલીનને પણ ભૂતકાળમાં શર્માની ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમની સરખામણી વિરાટ કોહલી સાથે કરી હતી.

03 March, 2025 08:07 IST | Mumbai
એકનાથ શિંદેએ કર્યું રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલનું સન્માન

એકનાથ શિંદેએ કર્યું રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલનું સન્માન

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતની વિજેતા ટીમના સભ્યો, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને બોલિંગ કોચ શુક્રવારે મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. મુખ્યપ્રધાને ભારતીય ટીમના વિજેતા સભ્યોનું શાલ અને ભગવાન ગણેશની મૂર્તિઓથી અભિવાદન કર્યું, ભારતીય ખેલાડીઓને વિજય માટે અભિનંદન પાઠવ્યા.

05 July, 2024 06:33 IST | Mumbai
કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રનથી વિજય મેળવ્યા બાદ બીજો ICC T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. મેચ પછી, કેપ્ટન રોહિત શર્મા અને બેટિંગ માસ્ટર વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, એક યુગનો અંત ચિહ્નિત કર્યો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જે 2009ના ડેબ્યુથી તેમના શાનદાર યોગદાન માટે જાણીતો છે, તેણે પણ હૃદયપૂર્વકની ઇનસ્ટાગ્રામ પોસ્ટ કરી આ ક્રિકેટ ફોર્મેટને વિદાય આપી. જાડેજાની પ્રભાવશાળી કારકિર્દીમાં તેણે 74 T20I માં રમી છે, જેમાં તેણે બેટ અને બોલ બંને વડે તેની કુશળતા દર્શાવી, 515 રન બનાવ્યા અને 54 વિકેટો લીધી છે. ભારતે તેના વિજય સાથે નિવૃત્તિ લેનાર સિતારાઓના વારસાની પણ ઉજવણી કરી.

01 July, 2024 12:45 IST | New Delhi
રોહિત શર્મા માટે આ વર્લ્ડ કપ છેલ્લો? શું કહ્યું તેના કોચે?

રોહિત શર્મા માટે આ વર્લ્ડ કપ છેલ્લો? શું કહ્યું તેના કોચે?

ભારતીય સ્કીપર રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડે 13 નવેમ્બરે કહ્યું હતું કે ICC WC 2023 રોહિત શર્મા માટે છેલ્લો વર્લ્ડ કપ બની શકે તેવી શક્યતાઓ છે કારણ કે ભારતીય ક્રિકેટરો સામાન્ય રીતે 40 વર્ષ સુધી રમતા નથી.

14 November, 2023 11:30 IST | Mumbai
ભૂતપૂર્વ ક્રિકેટર જતિન પરાંજપેએ ઈંગ્લેન્ડ સામે ભારતની જીતનું કર્યું વિશ્લેષણ

ભૂતપૂર્વ ક્રિકેટર જતિન પરાંજપેએ ઈંગ્લેન્ડ સામે ભારતની જીતનું કર્યું વિશ્લેષણ

ભારતે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો, ભારતે રવિવારે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માની સ્માર્ટ વિચારસરણીથી લઈને મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ સુધી, ભૂતપૂર્વ ક્રિકેટર જતિન પરાંજપે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODIનું વિશ્લેષણ કર્યું હતું.

30 October, 2023 04:32 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK