રાજ્ય સરકારના આદેશ બાદ સુધરાઈએ પણ આવતી કાલથી આઠથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન સ્કૂલો અને કૉલેજો શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ હજી પણ ઘણી એવી કૉલેજો અને સ્કૂલો છે જેઓ નિર્ણય નથી કરી શકી કે આવતી કાલથી શું કરવું જોઈએ. અમુક તો એવી સંસ્થા છે જેમણે અત્યારના તબક્કે વેઇટ ઍન્ડ વૉચ કરીને ઑનલાઇન જ ભણાવવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ બધા વચ્ચે ‘મિડ-ડે’એ સ્કૂલ-કૉલેજના પ્રિન્સિપાલ, પેરન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે વાત કરી તો બધાએ પોતપોતાની બાજુ રજૂ કરી હતી. એમાં સ્ટુડન્ટનું કહેવું છે કે હવે ઑફલાઇન સ્કૂલ જરૂરી છે, જ્યારે પેરન્ટ્સમાં એને લઈને મતમતાંતર છે અને પ્રિન્સિપાલો અને ટીચર્સોને સ્કૂલો-કૉલેજો શરૂ કરવાને લઈને સરકાર પાસેથી વધારે સહકાર જોઈએ છે.
પ્રશાસને સ્કૂલો-કૉલેજોને સપોર્ટ કરવાની જરૂર
સ્કૂલો અને કૉલેજો દોઢ વર્ષથી વધુ સમયથી બંધ હોવાથી એ શરૂ થવી જોઈએ એ માન્ય છે, પરંતુ ગવર્નમેન્ટે જે નિયમો જાહેર કર્યા છે એમાં તંત્રએ સ્કૂલો અને કૉલેજોને સપોર્ટ કરવાની જરૂર છે. ફક્ત નિયમ જાહેર કરવામાં આવશે તો સ્કૂલો અને કૉલેજોના મૅનેજમેન્ટ પર ભાર આવી જશે. એક વર્ગમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી તો એવા કેટલા ક્લાસ સ્કૂલો અને કૉલેજોએ લેવાના રહેશે?- રાજેશ પટેલ, બાલભારતી જુનિયર કૉલેજ, કાંદિવલીના પ્રિન્સિપાલ
03 October, 2021 11:20 IST | Mumbai