હિન્દી સિનેમાને `રોકસ્ટાર`(Rockstar),`જબ વી મેટ (Jab we met)`અને `હાઈવે` જેવી ફિલ્મો આપનાર સ્ટાર ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલી (Imtiaz ali Birthday)નો આજે 52મો જન્મદિવસ છે. ઝારખંડના જમશેદપુરમાં 16 જૂન 1971ના રોજ જન્મેલા ઈમ્તિયાઝ(Imtiaz ali)એ પટનાના સેન્ટ ઝેવિયર્સમાંથી સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તે વધુ અભ્યાસ માટે જમશેદપુર ગયા. તે દરમિયાન ઇમ્તિયાઝ(Imtiaz ali Birthday)તેની માસીના ઘરે અભ્યાસ કરતા હતા. આ સાથે તે અવારનવાર નજીકના થિયેટરમાં પણ ફિલ્મોની મજા માણવા જતા હતા. અહીંથી જ તેનો ફિલ્મોમાં રસ વધ્યો. જમશેદપુરમાં જ તેણે પોતે થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી તેણે સ્ક્રિપ્ટ લખવાનું પણ શરૂ કર્યું. રોમેન્ટિક ફિલ્મોથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર ઈમ્તિયાઝ અલીની લવ લાઈફ અને અંગત જીવન પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નથી. તો આવો જાણીએ પ્રખ્યાત નિર્દેશક(Imtiaz ali)ના જન્મદિવસના અવસર પર તેમની રોમેન્ટિક લવ લાઈફ તેમજ તેમની ફિલ્મો વિશે...
16 June, 2023 10:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent