Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Religion

લેખ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ૩૧ માર્ચે ઊજવાશે ઈદ ઉલ-ફિત્ર સાઉદીમાં શનિવારે દેખાયો હતો ઈદનો ચાંદ

ચાંદ દેખાયા બાદ સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રવિવારે ઈદ ઉલ-ફિત્ર ઊજવવામાં આવશે.

30 March, 2025 04:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મિથુન ચક્રવર્તી

BJPને જિતાડો, નહીં તો ૨૦૨૬માં TMC જીતશે તો બંગાળમાંથી હિન્દુઓ થઈ જશે ગાયબ: મિથુન

TMC નેતા જયપ્રકાશ મજુમદારે કહ્યું હતું કે ‘મિથુન ચક્રવર્તી બંગલાદેશનું નામ લઈને પશ્ચિમ બંગાળમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

30 March, 2025 04:24 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
શ્રી રામ મંદિર, ત્રિશુર

આવતા રવિવારે, સોમવારે અને મંગળવારે લાપસીનાં આંધણ મૂકવાનું ભૂલતા નહીં

ચારેય દશરથનંદનની જન્મજયંતી નિમિત્તે આપણે આ વખતે જઈએ કેરલાની નાલમ્બલમ યાત્રાએ જેમાં મર્યાદા પુરુષોત્તમ ઉપરાંત ત્રણેય ભાઈઓનાં અલાયદાં મંદિરોની જાત્રા થાય છે

30 March, 2025 01:21 IST | Kerala | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

ધર્મ જાણવા માટે ગ્રંથ નહીં પણ મનને ઉલેચશો તો જ ધર્મને પામી શકશો

ધર્મ તમને જો આવી વાત શીખવતો હોય તો માનજો કે તમારે હજી પણ ધર્મધ્યાન અને સંપ્રદાય વિશે થોડું વધારે જાણવાની અને એનો અભ્યાસ કરવાની જરૂર છે

29 March, 2025 07:35 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર

હરિગુણ શ્રવણ કરતાં સ્વદેહનું અનુસંધાન ભુલાઈને કથાસમાધિ લાગી જાય એ ભક્તિ

નારદજીના ક્ષણિક સંગથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને મહર્ષિ વાલ્મીકિ થયા. રામાયણની રચના કરી અને ભગવાનને આત્મસાત કર્યા.

27 March, 2025 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદથી ૨૧ જાન્યુઆરીએ વિહારની શરૂઆત કરીને મહારાજસાહેબે અન્ય ૯ મહાત્માઓ સાથે ગઈ કાલે સવારે દહિસરથી મુંબઈમાં નગરપ્રવેશ કર્યો હતો.

આચાર્ય સંયમબોધિસૂરીશ્વરજી મ.સા. ૧૨ વર્ષ પછી મુંબઈ પધાર્યા

આચાર્ય શ્રી સંયમબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ ૧૨ વર્ષ પછી ગઈ કાલે મુંબઈમાં પધાર્યા હતા. ગઈ કાલે તેમના નગરપ્રવેશ વખતે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિ‌ત રહ્યા હતા.

27 March, 2025 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામી

હવે સ્વામીનારાયણ સંપ્રદાયના સુરતના નીલકંઠચરણ સ્વામીનું વિવાદાસ્પદ વક્તવ્ય

ભગવાન દ્વારકાધીશને મોટા ધામમાં નિવાસ કરવો હતો એટલે એવું બોલ્યા

27 March, 2025 11:53 IST | Surat | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં જોવા મળશે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો

મંદિરનો પૌરાણિક ઇતિહાસ લોકો જાણી શકે એ હેતુથી ૫.૫૩ કરોડ રૂપિયાના ખર્ચે શોનું નિર્માણ થયું

26 March, 2025 06:58 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

ફોટા

મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : દેશભરમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

મહાશિવરાત્રીના પાવન અવસરે આખો દેશ ભક્તિથી રંગાયો હતો. કાશીથી લઈને ચેન્નઈ સુધી વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ક્યાંક મહાદેવણું સેન્ડ-આર્ટ ટોકયાંક સરઘસના રૂપે ધાર્મિક ઉજવણી કરાઇ હતી.

28 February, 2025 07:06 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભનો પહેલો દિવસ

મહાકુંભનો શંખનાદ

જગતના સૌથી મોટા ધાર્મિક મેળાવડાની શરૂઆત

14 January, 2025 03:18 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય

ચાલો, ભગવાનની જાનમાં

સનાતન હિન્દુ ધર્મમાં આજે દેવઊઠી એકાદશીના તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય છે. જે ઘરોમાં ઠાકોરજીની નિત્ય સેવા થતી હોય તેઓ ખૂબ રંગેચંગે આ વિવાહ વિધિ કરતા હોય છે. એક રીતે જોઈએ તો મિની મૅરેજ જેવો જ માહોલ ખડો થઈ જતો હોય છે. આ પરંપરા પાછળની કથા શું છે એ દ્વારકાના નિષ્ણાત પાસેથી જાણીએ અને સાથે મળીએ એવા પરિવારોને જેમને ત્યાં દાયકાઓથી આ પરંપરા પૂરી શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમભાવથી નિભાવાય છે. દરેક કૃષ્ણ મંદિર અને હવેલીમાં આજે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને દેવી તુલસી વૃંદાના વિવાહ સંસ્કારનો ઉત્સવ ઊજવાશે. આ પર્વ માત્ર મંદિરો પૂરતું જ નથી, ભાવિકો પોતાના ઘરે પધરાવેલા લાલાજીને પણ તુલસી સાથે લગ્નગાંઠે બાંધે છે. આ પ્રસંગે શેરડીના સાંઠા અને ફૂલહારથી લગ્નનો મંડપ સજાવાય છે, સુંદર રંગોળી રચાય છે. જગતના નાથનો મા તુલસી સાથે મંગલ પરિણય કરાવતા ભાવિક ભક્તો સાથે થોડી ગોષ્ઠિ કરીએ.

12 November, 2024 05:25 IST | Mumbai | Heta Bhushan
એ આર રહેમાન

A R Rahman Birthday : નાનપણમાં જ સ્વીકાર્યો હતો ઈસ્લામ ધર્મ

ફિલ્મોમાં હંમેશા જેટલી વાર્તા જરુરી છે ને એટલું જ મ્યુઝિક પણ જરુરી છે. ભલે ફિલ્મો ચાલે કે ન ચાલે પણ ફિલ્મોનું સંગીત હંમેશા લોકોના દિલમાં રહી જાય છે. ફિલ્મોમાં સુમધુર સંગીત આપીને કરોડોના દિલોમાં જગ્યા બનાવનાર મ્યૂઝિક કમ્પોઝર એ આર રહેમાન (A R Rahman)નો આજે એટલે કે છે જાન્યુઆરીના રોજ જન્મદિવસ (A R Rahman Birthday) છે. ત્યારે જાણીએ તેમના જીવનની જાણી-અજાણી વાતો… (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

06 January, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનોજ શાહ, ધર્મશ મહેતા અને પ્રિતેશ સોઢા પાસેથી જાણીએ

ધાર્મિક મૂલ્યો સમજાવવા જૈનપંથીઓ માટે `નાટક` કેમ શ્રેષ્ઠ માધ્યમ? વાંચો ખાસ અહેવાલ

નાટકના માધ્યમ દ્વારા ધાર્મિક મૂલ્યો લોકો સુધી પહોંચાડવાની પરંપરા લગભગ હજારો વર્ષ જૂની છે. અને હજી પણ વિવિધ સંપ્રદાય પોતાના ધર્મની વાત કે સંદેશો અનુયાયીઓને પીરસવા માટે નાટકનો ઉપયોગ કરે છે. આમ, જોઈએ તો આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીનો વિકાસ થતાં અનેક નવા માધ્યમો ઉપલબ્ધ છે. પરંતુ તેમ છતાં ધાર્મિક સંસ્થાઓ સાંપ્રદાયિક સંદેશાઓને માનવના હ્રદય સોંસરવા ઉતારવા માટે નાટકને જ પ્રાધાન્ય આપે છે. આજે આપણે વાત કરીશું જૈન ધર્મની, કે તેઓ પોતાના પંથના મૂલ્યોને સમજાવવા માટે નાટકનું માધ્યમ જ કેમ પસંદ કરે છે અને એની અસર કેવી રહે છે. આ અહેવાલ સંદર્ભે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ગુજરાતી નાટકના કેટલાક અનુભવી અને પીઢ કલાકારો જેવા કે મનોજ શાહ, ધર્મેશ મહેતા અને પ્રિતેશ સોઢા સાથે વાત કરી હતી.  

24 December, 2022 10:24 IST | Mumbai | Nirali Kalani

વિડિઓઝ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.

15 November, 2024 06:55 IST | Mumbai
જોધપુરમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું,

જોધપુરમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, "ફક્ત એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ"

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૦૩ જાન્યુઆરીએ રાજસ્થાનના જોધપુરમાં શ્રી શ્રી ૧૦૦૮ શ્રી બ્રહ્માલિન આયસ જી શ્રી યોગી કૈલાશનાથજી મહારાજના ભંડારા મહોત્સવ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ. સીએમ યોગીએ કહ્યું, કે "ફક્ત એક જ ધર્મ છે અને તે સનાતન ધર્મ છે જેણે દરેક દેશમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં તેનું જોમ જાળવી રાખ્યું છે... સનાતન ધર્મ દરેક પ્રકારના સંજોગોનો સામનો કરીને તેની યાત્રા ચાલુ રાખે છે."

04 January, 2024 01:31 IST | Rajasthan
98 ટકા ભારતીય મુસ્લિમો તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે

98 ટકા ભારતીય મુસ્લિમો તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે

પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના 98 ટકા મુસ્લિમો દેશમાં તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. બાકીના 2 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના ધર્મનું પાલન કરવા માટે "ખૂબ મુક્ત નથી", વર્ચ્યુઅલ રીતે કોઈએ "બિલકુલ મુક્ત નથી" નો જવાબ આપ્યો. તેની વેબસાઈટ મુજબ, પ્યુ રિસર્ચ સેન્ટર એક બિનપક્ષીય તથ્ય ટાંકે છે જે વિશ્વને આકાર આપતા મુદ્દાઓ અને વલણો વિશે વાત કરે છે. વોશિંગ્ટન એક્ઝામિનરના અભિપ્રાય ભાગમાં અમેરિકન સમાજશાસ્ત્રી સાલ્વાટોર બેબોન્સે પ્યુ રિસર્ચમાંથી આ માહિતી ટાંકી છે. તેમણે ભારત અને યુ.એસ.માં લઘુમતીઓની સ્થિતિની સરખામણી કરી, જ્યાંથી ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવતા અનેક અહેવાલો પ્રકાશિત થાય છે. ઉલ્લેખનીય છે કે, યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ તેના વાર્ષિક રિપોર્ટમાં ભારતને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરી છે. USCIRF એ 17 દેશો (ભારત સહિત)ને `વિશેષ ચિંતાના દેશો` તરીકે નિયુક્ત કરવા માટે વિદેશ વિભાગને ભલામણ કરી હતી. પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ, 95 ટકા મુસ્લિમોએ કહ્યું કે તેઓ "ભારતીય હોવાનો ગર્વ" અનુભવે છે.

18 June, 2023 03:56 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK