જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી?
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે રોનક કામદાર. રોનક કામદારે ચબૂતરો, નાડીદોષ, લકીરો, 21મું ટિફિન, ઑર્ડર ઑર્ડર, ફેમિલી સરકસ, બાપ રે જેવી અનેક ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં જ તેઓ કસૂંબો ફિલ્મમાં પણ જોવા મળશે.
26 October, 2023 01:46 IST | Mumbai | Shilpa Bhanushali
રોનક કામદાર (Raunaq Kamdar)ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Gujarati Film Industry)ના મોસ્ટ ડિઝાયરેબલ અભિનેતા છે. આજે એટલે કે 1 માર્ચના રોજ તેમનો જન્મદિવસ છે. તાજેતરમાં તે તેમની ફિલ્મ `લકીરો`થી ચર્ચામાં રહ્યાં. આ ફિલ્મમાં આજના આધુનિક રિલેશનશીપમાં આવતાં ઉતાર-ચડાવનો મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે. આ તો રહી ફિલ્મની વાત...પરંતુ અભિનેતા રોનક કામદાર પોતાના અંગત જીવનમાં રિલેશનશીપને કેવી રીતે જોવે છે એ તમને ખબર છે? તેમના માટે રિલેશન ડિસ્ટેન્સસીસ અને રિલેશન મેનેજમેન્ટ શું છે? એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તો તેમના જન્મદિવસ પર અભિનેતાના રિલેશન ફંડા વિશે જાણીએ
01 March, 2023 03:07 IST | Ahmedabad | Nirali Kalani
સ્કેમ ફેમ અંજલી બારોટ (Anjali Barot) અને મોસ્ટ ડિઝાયરેબલ અભિનેતા રૌનક કામદાર (Ranauq kamdar) અભિનિત ફિલ્મ `ચબુતરો`નું મુંબઈમાં પ્રિમિયર યોજાયું હતું. ફિલ્મના પ્રિમિયરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ જોવા મળ્યાા હતાં. ચાણક્ય પટેલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની કહાની દરેક લોકોના હર્દયને સ્પર્શી જાય એવી છે.
પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે? આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત.
આજે મળો સેલેબ હેલ્થ ટૉકના (Celeb Health Talk) સ્ટાર રોનક કામદારને. (Raunaq Kamdar) રોનક કામદાર એક સારા અભિનેતાની સાથે ફિટનેસ ફ્રીક (Fitness Freak) પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર (Share Photos and Videos) કરતા રહે છે.
23 September, 2022 01:09 IST | Mumbai | Shilpa Bhanushali
દર્શન અશ્વિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi)એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ લકીરો (Lakiro)ના અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar ) અને દીક્ષા જોશી (Deeksha Joshi)નું કહેવું છે કે આ ફિલ્મ એક છોકરી અને છોકરાની માનસિકતાનો અરિસો છે. સબંધોમાં અસલામતી, અકળામણ, બંધન હોય ત્યારે એ એવા મુકામ પર આવે છે જ્યારે તેમાં માત્ર ગુંગળામણ રહી જાય છે પણ શું એનો અર્થ એમ કે એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ જાય? આવી જ કંઇક વાત છે લકીરો ફિલ્મમાં પણ. દીક્ષા અને રોનકે એકબીજા સાથેની દોસ્તી, સંબંધોમાં સ્થિરતા લાવવા માટે જરૂરી અભિગમ જેવા મુદ્દાઓ પર વાત કરી ત્યારે નવા જ દ્રષ્ટિકોણ જાણવા મળ્યા - જુઓ શું કહે છે આ અભિનેતાઓ?
રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK