Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rathyatra

લેખ

મથુરા

વૃંદાવનમાં ઊજવાયો દક્ષિણ ભારતીય પરંપરાનો રથમેળો

રંગજી મંદિરમાં ચાલી રહેલા બ્રહ્મોત્સવના ભાગરૂપે ૫૦ ફુટ ઊંચા ચંદનના લાકડાના રથમાં બેસીને રંગનાથજી ગામનું ભ્રમણ કરવા નીકળ્યા: યુરોપિયન સહેલાણીઓમાં આ ઉત્સવ ફેમસ છે

25 March, 2025 07:01 IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પુરીના જગન્નાથ મંદિરની ના હોવા છતાં અમેરિકામાં ઇસ્કૉનની કસમયની રથયાત્રા

ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજને લેખિતમાં ખાતરી આપવા છતાં પણ ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ) સંસ્થાએ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં કસમયે ૯ નવેમ્બરે રથયાત્રા કાઢી હતી

12 November, 2024 12:35 IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
જગન્નાથ પુરીની રથયાત્રા

ભગવાન જગન્નાથને અર્પણ રસગુલ્લા

આ ફોટોમાં તેઓ ભગવાન જગન્નાથને દૂરથી રસગુલ્લા અર્પણ કરતા જોવા મળી રહ્યા છે.

20 July, 2024 12:21 IST | Odisha | Gujarati Mid-day Correspondent
સરસપુરમાંથી પસાર થઈ રહેલી રથયાત્રામાં માનવમહેરામણ ઊમટ્યો હતો.  ( તસવીર - જનક પટેલ)

અમદાવાદમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે રથયાત્રા યોજાઈ

રવિવારની રજા હોવાથી ભક્તોનો મહાસાગર ઊમટ્યો: ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પ્રભુનો રથ અને રસ્તો સાફ કરીને પહિંદ વિધિ કરી રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વહેલી પરોઢે મંગળા આરતી ઉતારી

08 July, 2024 07:20 IST | Mumbai | Shailesh Nayak

ફોટા

સાકીનાકામાં સ્થિત શ્રી જગન્નાથ મંદિર

ઓડિશાના પુરીમાં ન જઈ શકો તો સાકીનાકાના પ્રાચીન જગન્નાથ મંદિરમાં જઈ આવજો

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. બે દિવસ પહેલા જ સમગ્ર ભારતભરમાં જગન્નાથ ભગવાનની રથ યાત્રાની અતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને જગન્નાથ રથયાત્રાનું મહત્વ ઓડિશાના જગન્નાથપુરીમાં હોય છે. આ દિવસે ભગવાન તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને લગભગ ત્રણ કિલોમીટર દૂર ગુંડીચા ખાતેની તેમની માસીના ઘરે જાય છે. ઓડિશાના પૂરીમાં જેવુ મંદિર છે તેવું જ મુંબઈમાં પણ અંધેરી પૂર્વના સાકીનાકામાં આવેલું છે. હા, સાકીનાકામાં આવેલ ભગવાન જગન્નાથના સૌથી જૂના મંદિરમાં આજે પણ રથયાત્રાનું આયોજન થાય છે. આવો, આ જગન્નાથ મંદિરની મુલાકાતે અને દર્શને જઈએ!

09 July, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar
ભગવાનનો રથ ખેંચી રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગતના નાથનું દિવ્ય સ્વરૂપ

નગરચર્યાએ નીકળ્યા નાથ! CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, રથનું થયું પ્રસ્થાન

જેનો સૌ કોઈને ઇંતેજાર હતો એ ક્ષણ આવી ગઈ છે. આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાનું નગરચર્યા માટે પ્રસ્થાન થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિરમાં પહોંચી પૂજા-અર્ચના કરી હતી. ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે પણ દરવર્ષે થતી પરંપરામાં પ્રાણ પૂરવા પહિંદ વિધિમાં જોડાયા હતા.

07 July, 2024 11:35 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભૂપેન્દ્ર પટેલ

૧૪૬મી રથયાત્રા : સીએમ ભૂપેન્દ્ર પટેલે પહીંદ વિધિ કરી, જગન્નાથના લીધા આર્શિવાદ

અષાઢી બીજ (Ashadhi Bij)ના પાવન અવસરે અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રા (146th Rath Yatra, Ahmedabad)ની શરુઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. આવો જોઈએ તસવીરોમાં…

20 June, 2023 10:08 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
‘જય રણછોડ, માખણચોર’ની ગુંજ વચ્ચે નીકલી ભગવાન જગન્નાથની યાત્રા

Rath Yatra : જય રણછોડ, માખણચોર...

અમદાવાદમાં બે વર્ષ બાદ ગઈ કાલે જબરદસ્ત ઉત્સાહના માહોલમાં સંપન્ન થયેલી પ્રભુ જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા પાર પડી હતી. આવો જોઈએ રથયાત્રાની ઝલક તસવીરોમાં.

02 July, 2022 08:44 IST | Ahmedabad

વિડિઓઝ

જગન્નાથ પુરી રથયાત્રા 2024: જુઓ ભક્તોના વિશાળ મેળાવડાના આકર્ષક ડ્રોન દ્રશ્યો

જગન્નાથ પુરી રથયાત્રા 2024: જુઓ ભક્તોના વિશાળ મેળાવડાના આકર્ષક ડ્રોન દ્રશ્યો

રથયાત્રાના બીજા દિવસની ઉજવણી માટે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે ઓડિશાના પુરીમાં આઠ જુલાઈના રોજ દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશાના પુરીમાં સાત જુલાઈના રોજ શરૂ થઈ હતી. અદભૂત ડ્રોન દ્રશ્યોએ ઇવેન્ટની ભવ્યતા અને ઉત્સવના વાતાવરણને કેપ્ચર કર્યું હતું. જ્યાં ભક્તોએ ઉત્સાહપૂર્ણ યાત્રામાં ભાગ લઈને ઉજવણીમાં કરી હતી તે જોવા મળ્યું હતું.

08 July, 2024 08:05 IST | Puri
Jagannath Rath Yatra 2023: સમગ્ર ભારતમાં ઉજવણી શરૂ, જુઓ વીડિયો

Jagannath Rath Yatra 2023: સમગ્ર ભારતમાં ઉજવણી શરૂ, જુઓ વીડિયો

`રથયાત્રા` પહેલાં ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રથને ભક્તો દ્વારા મંદિરના ‘સિંહદ્વાર’માં લઈ જવામાં આવ્યા હતા. ભારે સુરક્ષા દળોએ પણ આ જબરજસ્ત ઘટનામાં મદદ કરી હતી જેણે મંત્રમુગ્ધ કરી નાખ્યું હતું. ઓડિશા ઉપરાંત ગુજરાતમાં પણ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવ ઉજવાય છે. અમદાવાદમાં ઉજવાતો `રથયાત્રા` ઉત્સવ પુરી જગન્નાથ રથયાત્રા પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 20 જૂને અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના હૌઝ ખાસમાં જગન્નાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

20 June, 2023 04:09 IST | Ahmedabad
ઓડિશા: પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં શરૂ

ઓડિશા: પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં શરૂ

પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રા, સૌથી જૂનો અને સૌથી મોટો હિન્દુ રથ ઉત્સવ, 20 જૂનના રોજ યોજાશે. ભક્તોને નિયંત્રિત કરવા માટે પુરીમાં ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તહેવારની શરૂઆત ત્રણ ભવ્ય રથના શણગાર સાથે થાય છે, દરેકને સમર્પિત કરવામાં આવે છે. દેવતાઓ તે એક શોભાયાત્રા છે જ્યાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રાને શ્રી મંદિરમાં તેમના નિવાસસ્થાનથી ગુંડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. `મહારાણા` તરીકે ઓળખાતા કુશળ સુથારો દ્વારા ભવ્ય રથનું નિર્માણ કરવામાં આવે છે. ભગવાન બલભદ્રના મુખ્ય સુથાર બાલકૃષ્ણ મોહરાનાએ જણાવ્યું હતું કે, “...અમને યાત્રાના બે દિવસ પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનો આદેશ મળ્યો છે. તેથી, અમે તે મુજબ કામ કરી રહ્યા છીએ. 90% કામ થઈ ગયું છે..."

17 June, 2023 04:14 IST | Jagannath

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK