Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rann Utsav

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

કચ્છ રણોત્સવની મનોરમ્ય તસવીરોનો કોલાજ

કચ્છ રણોત્સવ 2024-25 એટલે ઉદ્યોગ સાહસિકતા, કળા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ

કચ્છ રણોત્સવ 2024ની શરૂઆત થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણવા અહીં આવે તેવી શક્યતા છે. રણ ઉત્સવમાં ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બનશે. 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી અને અહીંના ક્રાફટ સ્ટોલ ધારકોને રૂ. 6 કરોડથી વધુ અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત 1.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી. માત્ર 3 દિવસીય કાર્યક્રમથી શરુ થયેલો રણોત્સવ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બની ગયો છે અને તે ગુજરાતનાં પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કચ્છ વિશ્વ ફલક પર ઝળકી રહ્યું છે. ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જેમણે વિશ્વભરના પ્રવાસીઓને અકર્ષ્યા છે. જેમાં પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી ઊભા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે 2005માં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે તે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે.

14 November, 2024 07:01 IST | Bhuj | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છ એટલે કલાની ભૂમિ એમ કહીએ તો ખોટું નથી. રોગન આર્ટ હોય કે સંગીત કચ્છની ધરતી પર ખજાનો પડેલો છે. આવી જ એક વર્લ્ડ ફેમસ કલા છે કચ્છનું વુડન આર્ટ. લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી બનાવાતું ફર્નિચર. આ વુડન આર્ટની ખાસિયત એ છે કે તેની કોતરણી માત્ર હાથેથી જ થાય છે. અને તેમાં લાકડુ પણ પાછું મલેશિયાનું જ વપરાય છે. રેડિયો સિટી વડોદરાની RJ જાનવીએ આવા જ એક કારીગર સાથે વાતચીત કરી છે. વીડિયો જોઈને જાણો કચ્છના વુડન આર્ટની ખાસિયતો

08 March, 2019 10:50 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK