Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rann Of Kutch

લેખ

મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં કૅરૅકલ જોવા મળ્યો (સૌજન્ય: મિડ-ડે)

૧૧ ફુટ ઊંચી છલાંગ મારી શિકાર કરી શકે એવું પ્રાણી વાઘના અભયારણ્યમાં જોવા મળ્યું

તાજેતરમાં રાજસ્થાનના મુકુંદરા હિલ્સ ટાઇગર રિઝર્વમાં હેણોતરો જોવા મળ્યો હતો. એ જોઈને પ્રાણીવિશેષજ્ઞો અને વન્યજીવ પ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ છે. કૅરૅકલને હિન્દીમાં સ્યાહગોશ કહેવાય છે જે શિકાર કરવામાં ખૂબ જ ચપળ હોય છે. આફ્રિકા, મધ્ય એશિયામાં જોવા મળે છે.

18 March, 2025 05:42 IST | Ranthambore | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભુજના સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ઍન્ડ મ્યુઝિયમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

કચ્છના ધરતીકંપનો અનુભવ કર્યો પ્રેસિડન્ટે

કચ્છના કસબીઓનાં અદ્ભુત રોગાન આર્ટ, મડવર્ક, ભરતકામ અને વણાટકામ જોઈને પ્રભાવિત થઈ ગયાં દ્રૌપદી મુર્મુ : સફેદ રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નઝારો માણ્યો અને ઊંટગાડીમાં સવારી કરી

02 March, 2025 07:03 IST | Kutch | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છના કસબીઓ સાથે સંવાદ કર્યો હતો અને કસબીઓએ તેમને વિવિધ વસ્તુઓ ભેટ આપી હતી.

કચ્છના ધરતીકંપનો અનુભવ કર્યો પ્રેસિડન્ટે

દ્રૌપદી મુર્મુએ હસ્તકળાના વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને કચ્છી બાંધણી, મેટલ અને કૉપરવર્ક, તલવાર અને સૂડી-ચપ્પા વિશે પણ જાણકારી મેળવી હતી.

01 March, 2025 01:23 IST | Bhuj | Gujarati Mid-day Correspondent
કચ્છના સફેદ રણમાં ગઈ કાલે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ઍરોબૅટિક ટીમ દ્વારા ઍર શો યોજાયો

કચ્છના સફેદ રણમાં વાયુ સેનાની ટીમના કરતબથી રોમાંચિત થયા સહેલાણીઓ

આકાશમાં રોલ કરવા ઉપરાંત ઊંધી ઉડાન ભરી હતી તેમ જ અપ્સ-ડાઉન્સ સાથેનાં કરતબ દર્શાવ્યાં હતાં.

01 February, 2025 01:28 IST | Bhuj | Gujarati Mid-day Correspondent

ફોટા

કચ્છ રણોત્સવની મનોરમ્ય તસવીરોનો કોલાજ

કચ્છ રણોત્સવ 2024-25 એટલે ઉદ્યોગ સાહસિકતા, કળા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ

કચ્છ રણોત્સવ 2024ની શરૂઆત થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણવા અહીં આવે તેવી શક્યતા છે. રણ ઉત્સવમાં ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બનશે. 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી અને અહીંના ક્રાફટ સ્ટોલ ધારકોને રૂ. 6 કરોડથી વધુ અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત 1.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી. માત્ર 3 દિવસીય કાર્યક્રમથી શરુ થયેલો રણોત્સવ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બની ગયો છે અને તે ગુજરાતનાં પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી આજે કચ્છ વિશ્વ ફલક પર ઝળકી રહ્યું છે. ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જેમણે વિશ્વભરના પ્રવાસીઓને અકર્ષ્યા છે. જેમાં પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ જેવી કુદરતી આફતમાંથી ઊભા થયેલા કચ્છ જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સફેદ રણને જોવા માટે પ્રવાસીઓના ટોળેટોળાં ઉમટે છે. એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે તેનો શ્રેય ગુજરાતના પૂર્વ સીએમ અને હાલના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે 2005માં શરૂ કરેલા કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે તે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ બન્યું છે.

14 November, 2024 07:01 IST | Bhuj | Gujarati Mid-day Online Correspondent
ભુજમાં સ્થિત ‘સ્મૃતિ વન’ મ્યુઝિયમ

Kutch:1 વર્ષમાં ભુજના ભૂકંપ મ્યૂઝિયમ `સ્મૃતિવન`ની મુલાકાત લીધી 5 લાખથી વધુ લોકોએ

ભુજમાં સ્થિત ‘સ્મૃતિ વન’ મ્યુઝિયમ જે ભારતનું એક એવું મ્યુઝિયમ છે જેનું ક્ષેત્રફળ સૌથી મોટું છે. અહીં એશિયાનું સૌથી મોટું સિમ્યુલેટર છે જ્યાં ભૂકંપનો અનુભવ કરાવવામાં આવે છે. તાજેતરમાં જ આ મ્યુઝિયમના સ્ટ્રક્ચર માટે લંડન તરફથી એવૉર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદના જાણીતાં વાસ્તુ શિલ્પીએ આ મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરી હતી. આજે આ ‘સ્મૃતિ વન’ને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આજ સુધી 5,25000 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. સ્મૃતિ વનના ડિરેક્ટર મનોજ પાંડેએ એક વર્ષમાં આ મ્યુઝિયમને મળેલા પ્રતિસાદ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રોચક વાતો શૅર કરી હતી.

25 August, 2023 11:57 IST | Ahmedabad | Dharmik Parmar
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK