હોળીનો તહેવાર એટલે પુરેપુરી મજા અને વસંતના વધામણા અને ભારતમાં તો તહેવારોની ઉજવણી મોટા પાયે કરવી એક વિશેષતા છે. એમાં ય પાછી બૉલીવુડમાં ઉજવાતી હોળીની તો વાત જ ઓર છે. ઢોલ નગારા સાથે `હોલી હૈ`ની ધુમ આ પાર્ટીઝમાં પહેલેથી મચતી આવી છે. રાજકપુરથી માંડીને અમિતાભ બચ્ચને એક જમાનામાં પોતાના ઘરે ગ્રાન્ડ હોલી પાર્ટીઝ અરેન્જ કરી છે અને શત્રુઘ્ન સિંહા હોય કે પ્રાણ કે પછી સંગીતકાર બેલડી શંકર જયકિશન, બધાં જ રંગોની છોળોમાં ગુલતાન થઇ જતા. તસવીરો - ઇન્સ્ટાગ્રામ,ટ્વિટર અને મિડ-ડે આર્કાઇવ્ઝ
29 March, 2021 01:53 IST | Mumbai