આખું મુંબઇ જેને ‘આપડો કરણ’ (Aapdo Karan)ના નામે ઓળખે તે આરજે કરણ (RJ Karan)એ રેડિયો જૉકી બનવાનું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. વાંચીને લાગીને નવાઈ? ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથેની વાતચીતમાં આરજે કરણ મહેતા (RJ Karan Mehta)એ કહ્યું હતું કે, માત્ર ૧૩ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેણે પૈસા કમાવવા માટે મહેનત કરવાની શરુઆત કરી હતી. આરજે બન્યો તે પહેલાં શું કરતો હતો ‘આપડો કરણ’? એક સામાન્ય મુંબઇકરથી મુંબઇના એકમાત્ર ગુજરાતી આરજે બનવા સુધીની કરણની સફર વિશે જાણીએ.
02 May, 2022 08:00 IST | Mumbai