રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કર્યા બાદ શનિવારે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની તમામ સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. બન્નેનાં લગ્ન રણબીરના પાલી હિલમાં આવેલા વાસ્તુ રેસિડેન્સમાં ૧૪ એપ્રિલે માત્ર નજીકના ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સની હાજરીમાં થયાં હતાં. રણબીર કપૂરે સફેદ શર્ટ પર જૅકેટ પહેર્યું હતું; તો આલિયાએ શીમરી શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં મોટા ભાગે બધા બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસમાં જોવા મળ્યા હતા. એના પરથી ખ્યાલ આવી ગયો કે પાર્ટીનો ડ્રેસ કોડ બ્લૅક ઍન્ડ વાઇટ રાખવામાં આવ્યો હતો. રણબીરના ઘરે યોજાયેલી શનિવારની આ પાર્ટીમાં નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, શાહરુખ ખાન, ગૌરી ખાન, કરણ જોહર, કરિશ્મા કપૂર, અયાન મુખરજી, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, શ્વેતા બચ્ચન, આદિત્ય રૉય કપૂર, આકાંક્ષા રંજન કપૂર, શકુન બત્રા વગેરે હાજર હતાં. આ પાર્ટીમાં હાજર લોકોએ ખૂબ ધમાલ મચાવી હતી.
(તસવીરો : યોગેન શાહ/ઇન્સ્ટાગ્રામ)
18 April, 2022 02:05 IST | Mumbai