યામી ગૌતમ અને પ્રતીક ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મ ધૂમ-ધામનો પહેલો લુક ગઈ કાલે શૅર કર્યો હતો. પોસ્ટરમાં જોવા મળ્યું હતું કે એ છોકરો અને છોકરી લગ્ન માટે પાર્ટનર શોધી રહ્યા છે.
Agni trailer Launch: હાલમાં રિલીઝ કરવામાં આવેલા ફિલ્મના ટ્રેલરમાં પ્રતીક ગાંધી વિઠ્ઠલના રોલમાં અને દિવ્યેન્દુ તેના સાળા સમિતના રોલમાં છે. એક હોટશોટ પોલીસ અધિકારી સમિત શહેરમાં લાગેલી આગ પાછળના રહસ્યને ઉલેકવાનો પ્રયત્નો કરે છે માટે એક ટીમમાં જોડાય છે.
Agni on Prime Video: પ્રાઇમ વિડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ફિલ્મ ‘અગ્નિ’ના પ્રીમિયરની જાહેરાત કરી, ફિલ્મ ૬ ડિસેમ્બરે પ્રાઇમ વિડિયો પર વૈશ્વિક સ્તરે રિલીઝ થશે
મેં તેઝાબનું એક, દો, તીન...ગીત જોયું ત્યારે હું ૮ વર્ષની હતી એમ જણાવતાં વિદ્યા બાલન કહે છે...હવે ‘ભૂલભુલૈયા 3’માં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો એનો ગર્વ છે
સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે ભેદ છે એવું કહીને મહિલાઓ માટે ગોળ-ગોળ વાતો કરવાને બદલે આજે ચોખ્ખી વાત કરીએ. આજની મહિલાઓ ક્યાં બેસ્ટ છે, અનબીટેબલ છે, અનસ્ટૉપેબલ છે તો સાથે જ એવી કઈ બાબતો છે જેના પર જો થોડુંક ધ્યાન અપાય તો તેમનું જીવન વધુ બહેતર બની શકે એ વિષય પર કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝે શૅર કરેલી વાતો જાણો
વર્ષ 2024માં બોલિવૂડના ઘણા કલાકારોએ મોટા પડદા અને OTT બન્ને પર તેમના શાનદાર પ્રદર્શનથી ઊંડી છાપ છોડી. લીડ રોલ હોય કે પછી કો-સ્ટાર તરીકે, આ કલાકારોએ તેમના અદભૂત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. આ કલાકારોએ 2024માં તેમના શાનદાર પ્રદર્શનથી સાબિત કર્યું કે સિનેમા હોય કે OTT, પ્રતિભા હંમેશા ચમકે છે. તેમની જુદી જુદી ભૂમિકાઓ અને અજોડ અભિનયએ પ્રેક્ષકોને વ્યસ્ત રાખ્યા અને આ કલાકારોને બૉલિવૂડ અને OTT બન્ને પર વાસ્તવિક "સીન-સ્ટીલર્સ" બનાવ્યા. આ સાત કલાકારો છે જેમણે 2024માં સિનેમા અને OTTમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા.
પ્રતીક ગાંધી અને વિદ્યા બાલન ફેમ દો ઔર દો પ્યાર 19 એપ્રિલના રોજ થઈ રહી છે ત્યારે ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે આ દરમિયાન તેમણે ફિલ્મના, અને શૂટ દરમિયાનના કેટલાક રસપ્રદ કિસ્સાઓના ખુલાસા કર્યા છે તો જાણો પ્રતીક ગાંધીએ શું કહ્યું?
12 April, 2024 07:58 IST | Mumbai | Shilpa Bhanushali
બૉલિવૂડમાં છેલ્લા ઘણા સમયી બાયૉપિક, રિયલ લાઇફ પ્રેરિત વાર્તાઓ વગેરે નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. આ વર્ષે પણ બૉલિવૂડમાં અનેક ફિલ્મો અને વૅબ સિરીઝ આવવાની છે જે રિયલ લાઇફ કે રિયલ હીરો પર આધારિત હશે. જેમાં બૉલિવૂડના અનેક એક્ટર્સ યુનિફોર્મમમાં જોવા મળશે. કોઈ પોલીસના રોલમાં તો કોઈ અગ્નિશામકના રોલમાં દેખાશે. અહીં એવા બૉલિવૂડ કલાકારોની યાદી છે જેઓ વર્ષ ૨૦૨૪માં તેમના આગામી પ્રોજેક્ટ્સમાં યુનિફોર્મ પહેરીને જોવા મળશે.
કોઈ ગુફામાં કરોડો વર્ષોથી વ્યાપેલો અંધકાર દૂર કરવામાં કેટલો સમય લાગે? એક નાનકડો દીવો પ્રગટાવો એટલો જ. બરાબરને? આ જ તો દીવાની તાકાત છે. અજવાશ સામે અંધારાની આવરદાની કોઈ ગણતરી નથી. દિવાળી એ આ અજવાશની ઉજવણીનો ઉત્સવ છે. જીવન પણ આ દીવારૂપી ક્ષણોનું સંમેલન છે. એવી ઘણી ઘટનાઓ, વ્યક્તિઓ, પુસ્તકો અથવા તો ફિલ્મો મળી જતી હોય છે જે દીવાનું કામ કરીને આપણને રાહ ચીંધવાનું કામ કરી જાય છે. જેને તમે યુરેકા મોમેન્ટ અથવા તો આત્મજ્ઞાનની ક્ષણ કહી શકો જે તમારા જીવન માટે અથવા તો તમારા વ્યક્તિત્વમાં કોઈક પૉઝિટિવ બદલાવ બનીને આવી હોય. જેને તમે તમારા જીવનનું લાઇટહાઉસ કહી શકો. ‘મિડ-ડે’નાં રુચિતા શાહે કેટલીક જાણીતી હસ્તીઓ સાથે વાત કરી અને તેમના જીવનનું લાઇટ-હાઉસ શું છે અને કઈ રીતે એ ક્ષણ, ઘટના, પુસ્તક, વ્યક્તિ કે ફિલ્મે તેમને કાયમ માટે અજવાળી દીધા એની રસપ્રદ વાતો પ્રસ્તુત છે...
ગુજરાતી મનોરંજન જગતમાં ફિલ્મ, સિરીયલ બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વિષયો સાથે અનોખું કોન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં શેમારૂમી પર રિલીઝ થયેલી કૉમેડી વેબ સિરીઝ `વૉટ ધ ફાફડા` વિશે વાત કરીએ. 11 એપિસોડની આ વેબ સિરીઝ કૉમેડીના ભરપૂર ડોઝ સાથે શેમારૂમી પર રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતી ભાષામાં ઓટીટી પ્લેટફોર્મ પર કંઈક નવું કરવાના આશય સાથે રાહુલ પટેલ અને તેમના ભાઈ જેસિલ પટેલ દ્વારા બૉમ્બે સ્ટોરીઝ હાઉસ હેઠળ આ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાહુલ પટેલ નિર્માતા પહેલા એક જાણીતા લેખક છે. તેમણે ઘણા હિન્દી શૉ લખ્યા છે. તેમજ તેમણે પ્રતીક ગાંધી અભિનીત ગુજરાતી ફિલ્મ `વાલમ જાઓ ને` પણ લખી છે. આ વેબ સિરીઝના કેટલાક એપિસોડ પણ રાહુલ પટેલે લખ્યા છે.
26 September, 2023 05:54 IST | Mumbai | Nirali Kalani
ઢોલીવૂડથી બૉલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટર પ્રતીક ગાંધીનો આજે જન્મદિવસ છે. અભિનેતા પોતાનો ૪૩મો જન્મદિવસ ઊજવી રહ્યો છે, ત્યારે તેના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે તેમના મિત્રો અને સાથી કલાકારો સાથે વાત કરી અને તેમને પ્રતીક માટે સ્પેશિયલ મેસેજ મોકલવા વિનંતી કરી. જુઓ તેમણે શું કહ્યું.
28 April, 2023 06:20 IST | Mumbai | Rachana Joshi | Karan Negandhi
યામી ગૌતમ અને પ્રતીક ગાંધીએ તેમની આગામી ફિલ્મ `ધૂમ ધામ` વિશે વાત કરી અને તેમાં કામ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો. `ધૂમ ધામ` ની સ્ટોરી `હેપ્પીલી એવર આફ્ટર` ના વિચારને ઉલટાવી દે છે. કોયલ (યામી ગૌતમ દ્વારા ભજવાયેલ) એક બેદરકાર અને જંગલી મહિલા તરીકે, એક ડરપોક અને પશુ-પ્રેમાળ પશુચિકિત્સક વીર (પ્રતીક ગાંધી દ્વારા ભજવાયેલ) સાથે લગ્ન કરે છે, તેમની લગ્નની રાત અનપેક્ષિત અંધાધૂંધીમાં ફેરવાય છે. નવદંપતી પોતાને વળાંક, વિચિત્ર પાત્રો અને આશ્ચર્યથી ભરેલા જંગલી સાહસ પર શોધે છે જે "હમણાં જ પરિણીત" હોવાનો અર્થ શું છે તે દર્શાવે છે. એએનઆઈ સાથે વાત કરતાં યામીએ કહ્યું, "તે એક રાતની વાર્તા છે અને કેવી રીતે દરવાજાની ઘંટડી પછી તે એક અવિસ્મરણીય રાત બની ગઈ. પરંતુ એક જ જગ્યાએ મજા છે, એડવેન્ચર છે અને આ બંને નવદંપતીને એકબીજાને જાણવાની તક મળે છે. `ધૂમ ધામ` વિશે પ્રતીકે વાત કરતાં કહ્યું, "તે ખૂબ જ રસપ્રદ વાર્તા છે. વીરે ક્યારેય વિચાર્યું નહોતું કે તે લગ્ન પછી આવા સાહસનો અનુભવ કરશે. વધુમાં, દરેક પસાર થતી ક્ષણ સાથે, તે કોયલમાં લક્ષણનું એક નવું સ્તર પણ શોધી રહ્યો છે. તેથી, એક તબક્કે આશ્ચર્યજનક ઘટનાઓ છે, તે જ જગ્યાએ તે કોયલની એક અલગ અને નવી બાજુ જોઈ રહ્યો છે"
અભિનેતા પત્રલેખા અને રાજકુમાર રાવ 15 નવેમ્બર, 2021 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. પત્રલેખા mid-day.com સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતે એક અનુભવી અભિનેતા હોવા છતાં રાજકુમારની ગર્લફ્રેન્ડ તરીકે સંબોધવા વિશે તેને કેવું લાગ્યું? અને પ્રતિક ગાંધી સાથે તેની આગામી ફિલ્મ `ફૂલે` પર પણ પ્રકાશ પાડ્યો, જ્યાં તે સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકામાં જોવા મળશે. વધુ માટે વીડિયો જુઓ.
વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીની `દો ઔર દો પ્યાર` 19 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની છે. `દો ઔર દો પ્યાર`ની સ્ટાર કાસ્ટ, વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીએ તેમની ભૂમિકાઓ અને તેમની મૂવીની થીમ વિશે ખુલાસો કર્યો, આ એક રોમ-કોમ છે જે એક એવા કપલ વિશે છે જે પ્રેમથી છૂટી ગયા છે અને જુદા-જુદા લોકો સાથે અફેર કરી રહ્યા છે. જોકે, થોડા સમય પછી તેઓ ફરી એકબીજાની નજીક આવે છે.
અભિનેતા કુણાલ ખેમુએ ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ના દિગ્દર્શનમાં પોતાની ખુશી શેર કરી અને કહ્યું કે આ મસ્તી કરવામાં તેને ખૂબ મજા આવી. કુણાલ ખેમુએ કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ ફિલ્મનું નિર્દેશન કરીશ.... મને લખવું ગમતું હતું એટલે જ્યારે મેં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી ત્યારે મેં વિચાર્યું કે હું તેમાં અભિનય જ કરીશ...જેણે સ્ક્રિપ્ટ વાંચી હતી તેઓએ કહ્યું કે મેં ફિલ્મ અલગ રીતે લખી છે અને મારે જાતે જ બનાવવી જોઈએ. આગામી ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ` માટે તેના સાથીદારો કુણાલ ખેમુ અને દિવ્યેન્દુ શર્મા સાથે કામ કરવા પર, અભિનેતા નોરા ફતેહીએ કહ્યું, “મને ખૂબ મજા આવી. સેટ પર અમારી કેમેસ્ટ્રી ખરેખર સારી હતી. `મડગાંવ એક્સપ્રેસ` ૨૨ માર્ચે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
અભિનેતા પ્રતિક ગાંધી અને દર્શન જરીવાલાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમની મહાત્મા ગાંધીની ભૂમિકા વિશે વાત કરી હતી. પ્રતિક ગાંધી પાસે જરીવાલા માટે કેટલાક રસપ્રદ અવલોકનો અને પ્રશ્નો હતા, જેમણે તેમની ફિલ્મ `ગાંધી માય ફાધર`માં પહેલા સ્ક્રીન પર મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. દર્શન જરીવાલાએ જ્યારે સ્ક્રીન પર મહાત્મા ગાંધીનો રોલ કર્યો ત્યારે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક વજન પણ ગુમાવવાના તેમના અનુભવો શૅર કર્યા. પ્રતિક ગાંધીએ એક કલાકથી વધુ ચાલેલા એકપાત્રી નાટક માટે સ્ટેજ પર યુવાન મોહનદાસની ભૂમિકા ભજવી ત્યારે તેઓએ અનુભવેલ ક્ષણો વિશે વાત કરી હતી.
Exclusive: સેલિબ્રિટી કપલ પ્રતીક ગાંધી અને ભામિની ગાંધીએ એકબીજા વિશે કર્યા રસપ્રદ ખુલાસા. ભામિની અને પ્રતીક ગાંધીએ એકબીજાને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેમાં ભામિનીએ પ્રતીકના ડિસૉર્ડર વિશે પણ ખુલાસો કર્યો છે તો આ બધું જ જાણવા માટે જુઓ આખો વીડિયો...
પ્રતીક ગાંધી, ભામિની ગાંધી અને દર્શન જરીવાલાએ 19મી ઑક્ટોબર, ગુરુવારે, મિડ-ડે ઑફિસમાં ગુજરાતી મિડ-ડે ઍપ લૉન્ચ કરી. પ્રતીક ગાંધીએ પોતાના નાટકની જાહેરાત જ્યારે મિડ-ડેમાં આવતી ત્યારે કેવો આનંદ રહેતો એ વિષે જણાવ્યું હતું. જ્યારે ભામિની ગાંધીએ કઈ રીતે મિડ-ડેએ નવા યુવા વાચકોને સમાચાર જગત સાથે જોડ્યા છે તે બદલ જણાવ્યું હતું. આવો, જાણો પ્રતીક ગાંધી માટે લિચી-કેરીની સાથે મિડ-ડેનું શું છે મહત્વ?
ફિલ્મ પ્રોડ્યુસર હાર્દિક ગજ્જરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેની અમૂલ્ય આંતરદૃષ્ટિ, વિશિષ્ટ કાર્યશૈલી અને આગામી સાહસો વિશે તેણે વાત કરી હતી. તેણે પ્રતિક ગાંધીને દર્શાવતી તેમની ફિલ્મ "ભવાઈ"ની રજૂઆતને ઘેરાયેલા વિવાદોના નિરાકરણની નિખાલસપણે ચર્ચા કરી હતી. ગજ્જરની ફિલ્મ પ્રોડક્શનની સૂક્ષ્મ-બાબતો કેપ્ચર કરી લેવા જેવી છે.
29 August, 2023 06:16 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK