ન્યૂયૉર્કમાં આવેલું ટાઈમ્સ સ્ક્વેર એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની સાથે એન્ટરટેઈન્મેન્ટ હબ પણ છે. ટાઈમ્સ સ્ક્વેર 42થી 47 સ્ટ્રીટ્સ વચ્ચે બનાવવામાં આવેલું છે. આ સ્ક્વેર પર ફીચર થવું એ એક ગર્વ લેવા જેવી બાબત છે. કારણકે અહીં અસંખ્ય ડિજિટલ બિલબૉર્ડ અને જાહેરાતો એક પણ 24/7 પોસ્ટ થતી હોય છે. અહીંથી લગભગ 3 લાખ 33 હજાર લોકો પસાર થાય છે અને સ્ક્વેર પર પોતાની મીટ માંડે છે. ત્યારે ગુજરાતી સંગીતકાર પાર્થ ભરત ઠક્કરનું તાજેતરમાં જ રિલીઝ થયેલું ગીત `ઓ નંદલાલા` તેમના બાળકોનું ડેબ્યૂ ગીત છે જેનું ટીઝર અહીં ફીચર કરવામાં આવ્યું હતું. ગીતના મેકિંગથી આ ગીત દ્વારા બાળકોને એક જૂદી ઓળખ આપવાથી માંડીને ન્યૂયૉર્કના ટાઈમ્સ સ્ક્વેર પર ફીચર થવા સુધીના પોતાના અનુભવ વિશે પાર્થ ભરત ઠક્કરે ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે ગુજરાતી મિડ-ડે સાથે આ ગીતની પોતાની મેકિંગ જર્ની શૅર કરી છે.
20 June, 2024 01:10 IST | Mumbai | Shilpa Bhanushali