બિગ-બૉસ 13નો કન્ટેસ્ટન્ટ પારસ છાબરાની એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી ઘણા દિવસથી ચર્ચાનો વિષય બની ગઈ છે. સાથે એવા પણ સમાચાર હતા કે આકાંક્ષા બિગ-બૉસ 14માં પણ ભાગ લઈ શકે છે. હાલમાં આકાંક્ષાની એક તસવીર થઈ રહી છે, જેને જોઈને લોકોના મનમાં ઘણા બધા સવાલ ઉભા થઈ ગયા છે. પારસ છાબરાની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી એક્ટ્રેસ આકાંક્ષા પુરીની એક તસવીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ છે, જેમાં તે સિંગર મીકા સિંહ સાથે રોમાન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે. તો આજે આકાંક્ષા પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 26 ઑગસ્ટ 1988ના રોજ ભોપાલમાં થયો હતો. આવો જોઈએ એની સુંદર તસવીરની એક ઝલક. તસવીર સૌજન્ય - આકાંક્ષા પુરી ઈન્સ્ટાગ્રામ
26 August, 2020 07:23 IST