ભારતીય જનતા પાર્ટી (BJP) છોડવાની અને કોંગ્રેસમાં જોડાવાની અટકળોને ફગાવતાં પંકજા મુંડે આવા અહેવાલો પર ગુસ્સે થયા હતા. આવા સમાચાર પ્રસારિત કરવા માટે ચેનલને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી. તેણે કહ્યું કે, "થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બે વાર મળી હતી અને હું ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહી છું. આવા સમાચારો તદ્દન ખોટા છે” પંકજા મુંડેએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. “હું શપથ લઉં છું કે મેં ક્યારેય કોઈ પક્ષના કોઈ નેતા સાથે તેમની પાર્ટીમાં મારા પ્રવેશ અંગે વાત કરી નથી. મેં ક્યારેય રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને રૂબરૂમાં જોયા નથી... હું ચેનલ સામે માનહાનિનો કેસ કરવા જઈ રહી છું..."
08 July, 2023 05:07 IST | Delhi