Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Odisha

લેખ

જગન્નાથ મંદિરની ઉપર ધજા જેવા કપડા સાથે એક ગરુડ પક્ષી ઊડતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

પુરીના જગન્નાથ મંદિરની ઉપર ધજા સાથે ઊડતા ગરુડનો વિડિયો વાઇરલ

એક ઍસ્ટ્રોલોજરના જણાવ્યા મુજબ આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે ઓડિશા પર સમુદ્રી તોફાન આવી શકે છે. હાલના ગ્રહમાન પણ એ બાબતનો સંકેત આપે છે.

17 April, 2025 07:01 IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
ઑલિવ રિડલી કાચબા

ઓડિશાથી ૩૫૦૦ કિલોમીટર તરીને કાચબી મહારાષ્ટ્રના બીચ પર આવી અને ૧૨૦ ઈંડાં મૂક્યાં

સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચ પર કેટલાક ઑલિવ રિડલી કાચબાઓ પર ટૅગ લગાવવામાં આવ્યો હતો. ઓડિશામાં જે કાચબીને ટૅગ કરવામાં આવેલી એ તાજેતરમાં મહારાષ્ટ્રના કોંકણ તટ પર તરીને આવી હતી.

16 April, 2025 01:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેતશિલ્પકાર સુદર્શન પટનાઈક

ઇંગ્લૅન્ડમાં રેત-કલાકાર સુદર્શન પટનાઈકના ગણેશજીના શિલ્પને મળ્યો ખાસ અવૉર્ડ

સુદર્શન પટનાઈકે આ સ્પર્ધામાં ૧૦ ફુટની ગણેપતિબાપ્પાની મૂર્તિ બનાવી હતી. વિશ્વશાંતિની થીમ પર તેમણે ગણેશજીની અદ્ભુત મૂર્તિ રચી હતી જે અવૉર્ડ-વિનિંગ રહી હતી.

08 April, 2025 12:39 IST | Odia | Gujarati Mid-day Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ

ઝારખંડ રેલ અકસ્માત: 2 માલગાડીની અથડામણમાં 2 લોકો પાઇલટ બળીને રાખ, અનેક ઇજાગ્રસ્ત

દેશમાં ત્રણ દિવસમાં આ બીજો રેલવે અકસ્માત થયો છે. મંગળવારે ઝારખંડમાં બે માલગાડીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ ગઈ. અકસ્માત બાદ આગ લાગવાના પણ સમાચાર છે. અત્યાર સુધી બે લોકો પાઇલટ સહિત ત્રણના મોત થઈ ચૂક્યા છે.

02 April, 2025 07:00 IST | Jharkhand | Gujarati Mid-day Online Correspondent
બનાસકાંઠાની ફટાકડાની ફેક્ટરીમાં આગ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

બનાસકાંઠામાં ફટાકડાની ફૅક્ટરીમાં લાગેલી આગે લીધો 18નો જીવ, રેસ્ક્યૂ ઑપરેશન શરૂ

Fire in Banaskantha Factory: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે એક ફટાકડાની ફૅક્ટરીમાં ભીષણ આગ લાગતા ૧8 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ફૅક્ટરીમાં અનેક વિસ્ફોટો થયા હતા

02 April, 2025 06:59 IST | Banaskantha | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

Odisha: બૅંગ્લુરુ-કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા ઊતર્યા પાટા પરથી, એક મોત

Odisha Train Accident: ઓડિશાના કટકમાં મોટા રેલ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બૅંગ્લુરુ-કામાખ્યા એસએમવીટી સુપરફાસ્ટ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે.

31 March, 2025 07:08 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
પાયલ નાગ

આજે આ‍વી તીરંદાજ કોઈ નથી જગતમાં

પાંચ વર્ષની ઉંમરે લાગેલા ૧૧,૦૦૦ વૉલ્ટના કરન્ટને લીધે પાયલ નાગના બન્ને હાથ અને પગ નકામા થઈ ગયા ત્યારે લોકોએ કહેલું કે આને જીવતી કેમ રાખી છે

30 March, 2025 12:56 IST | Odia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઓડિશામાં અનેક સ્થળે મળ્યા સોનાના ભંડાર

દેવગઢમાં સોનાની પહેલી ખાણની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ

26 March, 2025 02:10 IST | Odisha | Gujarati Mid-day Correspondent

ફોટા

આ આર્ટવર્ક માટે ડૉ. બાલારામને અમેરિકન સોસાયટી ફૉર માઇક્રોબાયોલૉજીની અગર આર્ટ કૉન્ટેસ્ટમાં પ્રાઇઝ મળ્યું હતું.

ખતરનાક બૅક્ટેરિયામાંથી બ્યુટિફુલ આર્ટ

જે બૅક્ટેરિયાને વિલન સમજીને એને મારવા અને ખતમ કરવાના રિસર્ચ પાછળ મેડિકલ વિશ્વમાં લાખો અને કરોડો રૂપિયાનું આંધણ થાય છે એ જ બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને ઓડિશાના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉ. બાલારામ ખમારી સુંદર કલાનું સર્જન કરે છે. પ્રત્યેક બૅક્ટેરિયાની ખાસિયત સમજીને ચોક્કસ માધ્યમમાં અને ચોક્કસ તાપમાને રાખતાં એમાંથી અત્યંત સુંદર આર્ટ પીસ ઊભરી આવે છે.

05 January, 2025 08:27 IST | Mumbai | Sejal Patel
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં તેમના જન્મસ્થળની મુલાકાત લેતી વખતે લોકો સાથે વાર્તાલાપ કરે છે. તસવીરો/પીટીઆઈ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના મયુરભંજમાં તેમના જન્મસ્થળની લીધી મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના જન્મસ્થળ ઉપરબેડા ગામની મુલાકાત લેતી વખતે ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે તેમણે ગામને ક્યારેય એક સ્થળ પરંતુ પરિવાર તરીકે અનુભવ્યું નથી. તસવીરો/પીટીઆઈ

06 December, 2024 10:26 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એજન્સી

ઓડિશામાં ચાલતી ટ્રેન પર ફાયરિંગ, દિલ્હીથી પુરી જઈ રહી હતી એક્સપ્રેસ, જુઓ તસવીરો

ઓડિશાના ભદ્રક જિલ્લામાં મંગળવારે એક ચાલતી ટ્રેન પર અજાણ્યા લોકોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. જેના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. જીઆરપીએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચંપા સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ નંદન કાનન એક્સપ્રેસને સુરક્ષિત કરી અને તેને પુરી લઈ ગયા.

05 November, 2024 09:19 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
(તસવીર સૌજન્ય: મિડ-ડે)

Photos: ચક્રવાત દાનાના લેન્ડફોલ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્જાઈ આવી તબાહી

ભયાનક ચક્રવાતી તોફાન દાનાની લેન્ડફોલ પ્રક્રિયા શુક્રવારે સવારે પૂર્ણ થઈ હતી અને સિસ્ટમને લેન્ડમાસમાં પ્રવેશવામાં ઓછામાં ઓછા સાડા આઠ કલાક લાગ્યા હતા, એમ આઈએમડીએ જણાવ્યું હતું. (તસવીરો: મિડ-ડે)

25 October, 2024 06:35 IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent
સાકીનાકામાં સ્થિત શ્રી જગન્નાથ મંદિર

ઓડિશાના પુરીમાં ન જઈ શકો તો સાકીનાકાના પ્રાચીન જગન્નાથ મંદિરમાં જઈ આવજો

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. બે દિવસ પહેલા જ સમગ્ર ભારતભરમાં જગન્નાથ ભગવાનની રથ યાત્રાની અતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને જગન્નાથ રથયાત્રાનું મહત્વ ઓડિશાના જગન્નાથપુરીમાં હોય છે. આ દિવસે ભગવાન તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને લગભગ ત્રણ કિલોમીટર દૂર ગુંડીચા ખાતેની તેમની માસીના ઘરે જાય છે. ઓડિશાના પૂરીમાં જેવુ મંદિર છે તેવું જ મુંબઈમાં પણ અંધેરી પૂર્વના સાકીનાકામાં આવેલું છે. હા, સાકીનાકામાં આવેલ ભગવાન જગન્નાથના સૌથી જૂના મંદિરમાં આજે પણ રથયાત્રાનું આયોજન થાય છે. આવો, આ જગન્નાથ મંદિરની મુલાકાતે અને દર્શને જઈએ!

09 July, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar
જંગન્નાથ મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય: એક્સ)

પુરીના જગન્નાથ મંદિરમાં PM મોદીએ કરી પૂજા, રૉડ-શૉમાં ગુંજી ઊઠ્યું મોદીનું નામ

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ભગવાન જગન્નાથની નગરી પુરીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રોડ શો દરમિયાન પુરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. (તમામ તસવીરો: એક્સ)

20 May, 2024 12:25 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પ્રભુના શરણમાં ભક્તો રંગાયા ધુળેટીના રંગમાં

હોળી-ધુળેટીનો ઉત્સવ એક એવો ઉત્સવ છે જે દેશમાં રંગે-ચંગે ઉજવાય છે પણ આની સાથે જ દેશના અનેક મંદિરોમાં પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. આ વર્ષે દેશના અનેક નાના-મોટા મંદિરોમાં જે ધામધૂમથી હોળી-ધુળેટી પર્વ ઉજવાયો છે તેની ઝલક જુઓ અહીં...

26 March, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેદવ્યાસ મંદિરમાં રાહુલ ગાંધી

વેદવ્યાસના મંદિરમાં આર્શિવાદ લીધા રાહુલ ગાંધીએ, જુઓ તસવીરો

કોંગ્રેસ (Congress)ના રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે તેમણે સુંદરગઢ (Sundargarh)ના રાઉરકેલા (Rourkela)માં વેદવ્યાસ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. (તસવીરો : એક્સ)

07 February, 2024 03:20 IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કટકમાં પાટા પરથી ઉતરેલી બેંગલુરુ-કામખ્યા એક્સપ્રેસને થયેલ નુકસાનના દ્રશ્યો

કટકમાં પાટા પરથી ઉતરેલી બેંગલુરુ-કામખ્યા એક્સપ્રેસને થયેલ નુકસાનના દ્રશ્યો

ડ્રોન વિઝ્યુઅલ્સ 30 માર્ચે ઓડિશાના કટકમાં પાટા પરથી ઉતરી ગયેલા બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસના નુકસાનનું પ્રમાણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, સવારે 11.54 વાગ્યે નેરગુન્ડી સ્ટેશન નજીક બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓડિશાના કટકમાં બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ એક વ્યક્તિનું મોત થયું હતું અને આઠ ઘાયલ થયા હતા.

31 March, 2025 11:08 IST | Cuttack
પોલિશ બાળકે

પોલિશ બાળકે "મેરે ઘર રામ આયે હૈં" ગાયું

7 વર્ષના પોલિશ કિડ ભેવિન ગોસ્વામીએ ઓડિશાના ભુવનેશ્વરમાં તેના મંત્રમુગ્ધ પ્રદર્શનથી ઇન્ટરનેટમાં તોફાન મચાવી દીધું. પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન, ભેવિને મન મોહી લેતાં પ્રખ્યાત ભારતીય ગીતો ગાયા. ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, તેમણે ભક્તિ ગીતો અને વંદે માતરમ ગાયું.

17 January, 2025 06:04 IST | Odisha
કેવી રીતે ઉજવ્યો પીએમ મોદીએ તેમનો જન્મદિવસ

કેવી રીતે ઉજવ્યો પીએમ મોદીએ તેમનો જન્મદિવસ

17 સપ્ટેમ્બર, 2024 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 74મો જન્મદિવસ ઓડિશામાં નોંધપાત્ર વ્યસ્તતાઓ સાથે ઉજવી રહ્યા છે. 1950 માં આ દિવસે જન્મેલા, મોદીનો જન્મદિવસ આજે "સુભદ્રા યોજના" સહિત નિર્ણાયક કલ્યાણ પહેલોના ઉદ્ઘાટન દ્વારા ઉજવાઇ રહ્યો છે. ઉજવણીની વિશેષતા ભુવનેશ્વરના ગડાકાનામાં 26 લાખ પીએમ આવાસ ઘરોનું લોકાર્પણ છે. મોદીએ આવાસ અને શહેરી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરીનાં લાભાર્થીઓના ઘરે જઈ તેમની મુલાકાત કરી. મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી આ કાર્યક્રમો માટે વડા પ્રધાન સાથે જોડાયા હતા અને તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કલ્યાણ કાર્યક્રમોને આગળ વધારવાના સહયોગી પ્રયાસ પર ભાર મૂક્યો હતો.

17 September, 2024 04:10 IST | Odisha
જગન્નાથ પુરી રથયાત્રા 2024: જુઓ ભક્તોના વિશાળ મેળાવડાના આકર્ષક ડ્રોન દ્રશ્યો

જગન્નાથ પુરી રથયાત્રા 2024: જુઓ ભક્તોના વિશાળ મેળાવડાના આકર્ષક ડ્રોન દ્રશ્યો

રથયાત્રાના બીજા દિવસની ઉજવણી માટે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે ઓડિશાના પુરીમાં આઠ જુલાઈના રોજ દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશાના પુરીમાં સાત જુલાઈના રોજ શરૂ થઈ હતી. અદભૂત ડ્રોન દ્રશ્યોએ ઇવેન્ટની ભવ્યતા અને ઉત્સવના વાતાવરણને કેપ્ચર કર્યું હતું. જ્યાં ભક્તોએ ઉત્સાહપૂર્ણ યાત્રામાં ભાગ લઈને ઉજવણીમાં કરી હતી તે જોવા મળ્યું હતું.

08 July, 2024 08:05 IST | Puri
આદિવાસી નેતા અને 4 વારના એમએલએ મોહન ચરણ માઝી બન્યા ઓડિશાના નવા મુખ્યમંત્રી

આદિવાસી નેતા અને 4 વારના એમએલએ મોહન ચરણ માઝી બન્યા ઓડિશાના નવા મુખ્યમંત્રી

મોહન ચરણ માઝીને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ઓડિશાના 15મા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, જે કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપ વિધાયક દળની બેઠક બાદ અનુગામી બનશે. એક અનુભવી નેતા, કેઓનઝાર વિધાનસભા મતવિસ્તારમાં માઝીની જીત તેમની સતત ચોથી જીત છે, જે તેમના મજબૂત આદિવાસી સમર્થનને દર્શાવે છે. આ તક માટે આભારી, તેમણે ઓડિશાના વિકાસ માટે પીએમ મોદીના દ્રષ્ટિકોણને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લીધી, લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભગવાન જગન્નાથના આશીર્વાદ માંગ્યા. 2019ની જીતથી આ મહત્વપૂર્ણ નિમણૂક સુધીની માઝીની સફર તેમના સમર્પણ અને રાજ્યમાં ભાજપના વધતા પ્રભાવને દર્શાવે છે.

12 June, 2024 03:11 IST | Odisha
ઓડિશામાં બાળકો સાથે રમતનો આનંદ માણતા જોવા મળ્યા રાહુલ ગાંધી

ઓડિશામાં બાળકો સાથે રમતનો આનંદ માણતા જોવા મળ્યા રાહુલ ગાંધી

તાજેતરમાં, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આધુનિક ઓડિશાના સ્થાપક ઉત્કલ ગૌરવ મધુસૂદન દાસના જન્મસ્થળની મુલાકાત લીધી હતી, તેમની 176મી જન્મજયંતિના પ્રસંગે, તેમની મુલાકાત દરમિયાન તેઓ બે નાની છોકરીઓને મળ્યા હતા. રાહુલ ગાંધી બાળકો સાથે રમતિયાળ મિજાજમાં જોવા મળ્યા હતા. બાળકો સાથે રાહુલ ગાંધીની રમુજી વાતચીતનો આ મનમોહક વીડિયો જુઓ.

29 April, 2024 07:39 IST | Odisha
વર્ષ 2023ની ભયાવહ ટ્રેન દુર્ઘટના જેણે ભારતને હચમચાવી નાખ્યું

વર્ષ 2023ની ભયાવહ ટ્રેન દુર્ઘટના જેણે ભારતને હચમચાવી નાખ્યું

બાલાસોર દુર્ઘટના અને મિઝોરમ બ્રિજના પતન સહિતની ભયજનક ટ્રેન ઘટનાઓએ 2023માં ભારતને હચમચાવી નાખ્યું, જેનાથી રેલવે સલામતી અંગે ચિંતા વધી. આ દુ:ખદ ઘટનાઓએ તેમની ગંભીરતાને કારણે વ્યાપક ધ્યાન ખેંચ્યું છે.

30 December, 2023 11:06 IST | Delhi
ઓડિશા ટ્રેન અકસ્માત: CBIએ ત્રણ રેલવે કર્મચારીઓની કરી ધરપકડ

ઓડિશા ટ્રેન અકસ્માત: CBIએ ત્રણ રેલવે કર્મચારીઓની કરી ધરપકડ

બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતના દિવસો પછી સીબીઆઈએ 07 જુલાઈના રોજ ત્રણ રેલવે અધિકારીઓની ધરપકડ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, "આરોપીઓની CrPCની કલમ 304,   201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા રેલવે કર્મચારીઓની ઓળખ અરુણ કુમાર મહંતા,  વરિષ્ઠ સેક્શન એન્જિનિયર તરીકે કરવામાં આવી છે. અમીર ખાન,   સેક્શન એન્જિનિયર; ટેકનિશિયન પપ્પુ કુમાર. સીબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રેલવે કર્મચારીઓ દ્વારા પણ પુરાવા સાથે ચેડા કરવામાં સામેલ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓને સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને CBI કસ્ટડીની માંગણી કરશે." રેલવે બોર્ડે 6 જૂનના રોજ અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કોરોમંડલ એક્સપ્રેસ,   શાલીમાર એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન સાથે સંકળાયેલી ભયાનક ઘટનામાં 291 લોકોના મોત થયા હતા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા.

08 July, 2023 05:35 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK