માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
બે દિવસ પહેલા જ સમગ્ર ભારતભરમાં જગન્નાથ ભગવાનની રથ યાત્રાની અતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને જગન્નાથ રથયાત્રાનું મહત્વ ઓડિશાના જગન્નાથપુરીમાં હોય છે. આ દિવસે ભગવાન તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને લગભગ ત્રણ કિલોમીટર દૂર ગુંડીચા ખાતેની તેમની માસીના ઘરે જાય છે. ઓડિશાના પૂરીમાં જેવુ મંદિર છે તેવું જ મુંબઈમાં પણ અંધેરી પૂર્વના સાકીનાકામાં આવેલું છે. હા, સાકીનાકામાં આવેલ ભગવાન જગન્નાથના સૌથી જૂના મંદિરમાં આજે પણ રથયાત્રાનું આયોજન થાય છે. આવો, આ જગન્નાથ મંદિરની મુલાકાતે અને દર્શને જઈએ!
09 July, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar