કોરોના વાયરસના કારણે બે વર્ષથી મુંબઈમાં ગરબા ફક્ત વર્ચ્યુઅલી જ સંભળાતા અને રમાતા હતા. પરંતુ આ વર્ષે અંબે માતાની કૃપાથી કોરોનાનું સકંટ ટળ્યું છે અને ફરીથી પહેલાની જેમ જ ગ્રાઉન્ડ પર ગ્રાન્ડ સ્કૅલ પર નવરાત્રીનું આયોજન થવાનું છે. બે વર્ષ બાદ ફરી નવરાત્રીની ઉજવણી તેના મૂળ રુપમાં થવાની છે. ત્યારે ખેલૈયાઓ અને ગાયકો બહુ જ ઉત્સાહિત છે. એક બાજુ ખેલૈયાઓ સંપુર્ણ તૈયારી કરી લીધી છે તો બીજી તરફ ગાયકોએ પણ કમર કસી છે.
મુંબઈની નવરાત્રીના દુનિયાભરમાં વખાણ થાય છે. મુંબઈગરાઓને બે વર્ષ બાદ ફરી ગરબે ઘુમાવવા પાર્થિવ ગોહિલ, નિરવ બારોટ, પ્રીતિ-પિન્કી, નૈતિક નાગડા, ફાલ્ગુની પાઠક, નિલેશ ઠક્કર, અર્પિતા ઠક્કર, કિંજલ દવે કેટલા એક્સાઇટેડ છે અને તેમણે કેવી તૈયારીઓ કરી છે તે વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી છે. તે જાણીએ તેમના જ શબ્દોમાં…
23 September, 2022 05:30 IST | Mumbai | Rachana Joshi