Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nirali Kalani

લેખ

નાટકનો એક સીન અને પ્રિતેશ સોઢા તથા અમાત્ય ગોરડિયા

મુંબઇના આ બે ગુજરાતી નાટ્યકારોના નાટક પરથી બનશે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ

પ્રિતેશ સોઢા અને અમાત્ય ગોરડિયાએ ઇન્ટર કૉલેજિયેટ સ્પર્ધા માટે તૈયાર કરેલા નાટકની સ્ક્રીપ્ટના આધારે બનશે કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ

21 March, 2024 12:16 IST | Mumbai | Nirali Kalani
 ઝૂંપડપટ્ટી ફિલ્મનું પોસ્ટર

Jhopadpatti Trailer:અનાથ બાળકીનું સપનું સાકાર કરવા ઝૂંપડપટ્ટીવાસીઓ કરશે....

Jhopadpatti Trailer: એક અનાથ બાળકીના કલેક્ટર બનવાના સપનાં પાછળ ઝૂંપડપટ્ટીના લોકો કેવા કેવા પડકારોનો સામનો કરે છે તે જોવા મળે છે.

24 February, 2024 10:07 IST | Mumbai | Nirali Kalani
પરેલ સ્થિત સદગુરુ નિવાસ ઈમારત

NOCના જોર પર બિલ્ડરની સ્થાનિકો સાથે હેરાનગતિ, દાદર- પરેલમાં ઈમારતની જર્જરિત હાલત

મેસર્સ કપિલ ગ્રુપના અશોક દોશી NOC (No Objection Certificate)ના જોર પર રહેવાસીઓની સમસ્યાને અવગણી રહ્યો હતો. લોકોએ બિલ્ડરની NOC રદ કરવા મહાડા સામે 13 વર્ષ સુધી લડાઈ લડી.

20 February, 2024 11:49 IST | Mumbai | Nirali Kalani
ફિલ્મ પોસ્ટર

અર્બન ગુજરાતી ફિલ્મોના કમઠાણમાં, ગુજરાતીપણાને ઘૂંટતી ફિલ્મ ‘કમઠાણ’કાઠું કાઢશે!

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનતી ફિલ્મોથી આ ફિલ્મનો વિષય ભલે વર્ષો પહેલાં લખાયેલી વાર્તાનો છે પણ આજે પણ તે એટલો જ પ્રાસંગિક છે. દિગ્દર્શક ધ્રુનદે નોવેલને કચકડે કંડારી છે

03 February, 2024 11:45 IST | Mumbai | Nirali Kalani
ફિલ્મ પોસ્ટર

Kasoombo: `ખમકારે ખોડલ સહાય છે...ખમકારે ખોડલ સહાય છે...`

ઐતિહાસિક ફિલ્મ `કસુંબો`નું ગીત `ખમકારે ખોડલ સહાય છે` મેહુલ સુરતી અને ઐશ્વર્યા મજમુદારે ગાયું છે. જે ગરબાના સ્વરૂપમાં છે.

25 January, 2024 06:06 IST | Mumbai | Nirali Kalani
મલ્હાર ઠાકર અને પૂજા જોષી

Lagan Special Trailer: ક્યાં અટક્યા મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગન?

મનોરંજનો ભરપૂર ડોઝ ધરાવતી "લગન સ્પેશ્યલ" (Lagan Special Trailer) ફિલ્મના ટાઈટલ પરથી જ અંદાજ આવી જાય કે વાર્તા લગ્નની આસપાસ ફરતી હોવી જોઈએ.ખરેખર એવું છે કે નહીં એ તમને ટ્રેલર પરથી ખબર પડી જશે.

25 January, 2024 05:05 IST | Mumbai | Nirali Kalani
રૌનક કામદાર અને શ્રદ્ધા ડાંગર

`કસુંબો` પહેલા રોનક અને શ્રદ્ધાના એક જ દિવસે જોવા મળશે અલગ અલગ રૂપ

`કસુંબો` રિલીઝ થાય એ પહેલા રોનક અને શ્રદ્ધાની અલગ અલગ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એવી સ્થિતિમાં ચાહકોને આ કલાકારોના અલગ અલગ અંદાજ જોવા મળે છે. રોનક કામદાર ઈટ્ટા કિટ્ટામાં ફેમિલ મેનના પાત્રમાં જોવા મળશે.

18 January, 2024 01:51 IST | Mumbai | Nirali Kalani
ફિલ્મફેર વોર્ડ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન

Filmfare Awards 2024:શા માટે એવૉર્ડ્સનું આયોજન ગુજરાતમાં? કરણ જોહરે કર્યો ખુલાસો

બૉલિવૂડનો સૌથી મોટો અવોર્ડ સમારોહ ફિલ્મફેર એવૉર્ડ્સ 2024 આ વર્ષે ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે. પણ આની પાછળનું કારણ તમને ખબર છે? પ્રેસ કોન્ફરન્સમાં કરણ જોહરે આ અંગે ખુલાસો કર્યો હતો.

16 January, 2024 03:02 IST | Mumbai | Nirali Kalani

ફોટા

મહિલાઓનો સતત પ્રોત્સાહન પુરું પાડતા કવિત પંડ્યા

Women`s Day: માત્ર એક જ ઉદ્દેશ, મહિલાઓની કળાત્મક પ્રતિભાને અવકાશ પૂરો પાડવો

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ 2024માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે.`Men For Women`માં આજે આપણે વાત કરીશું એક એવા કલાકાર અને શિક્ષકની, જેઓ મહિલાઓને લેખન, અભિનય અને વિવિધ કળાત્મક ક્ષેત્રે માર્ગદર્શન પુરું પાડી પીઠબળ બનીને કામ કરી રહ્યા છે. ખરા અર્થમાં મહિલાઓના પથદર્શક તરીકે અડીખમ ઉભા રહી તેમને સતત પ્રોત્સાહન પુરું પાડનાર કવિત પંડ્યા વિશે વાત કરીએ. 

11 March, 2024 04:12 IST | Mumbai | Nirali Kalani
શહેજાદા-એ-ગઝલ તરીકે સન્માનિત જસપ્રીત શર્મા ગુલામ અલી સાથે

શહેજાદા-એ-ગઝલ તરીકે ઓળખાય છે સિંગર જાઝિમ, તાજેતરમાં ઓ શિવા ગીત થયું રિલીઝ 

ભારતીય યુવા સિંગર અને ગઝલકાર જસપ્રીત શર્મા, જે જાઝિમ તરીકે પણ ઓળખાય છે, તેમનું `ઓ શિવા` ગીત શિવરાત્રી પર રિલીઝ થયું છે. ત્યારે સિંગરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. અનેક યુવા કલાકારો માટે પ્રેરણા સમાન એવા જસપ્રીત શર્માની પ્રતિભા વિશે વાત કરીએ તો તે ઝી ટીવી સારેગામાપા 2012ના ફાઇનલિસ્ટ રહી ચુક્યા છે. તેમણે બહુમુખી ગાયક તરીકે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમજ તેમને “શહેજાદા-એ-ગઝલ” શીર્ષકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

09 March, 2024 05:25 IST | Mumbai | Nirali Kalani
તસવીર: નિક્કી મહેતા (ડિઝાઈન બાય સોહમ દવે)

Women`s Day 2024:એ ગુજરાતી મહિલા જેણે અમેરિકન આર્મીમાં રહી યુદ્ધ દરમિયાન આપી લડત

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ ૨૦૨૪માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે. આજે આપણે વાત કરીશું ડૉ. સ્નિગ્ધા મહેતા વિશે જેઓ ભારતના એકમાત્ર સર્ટિફાઇડ પેલ્વિક હેલ્થ ફિઝિયૉથૅરપિસ્ટ છે અને તેમના દર્દીઓની યાદીમાં ટોચના બોલિવૂડ સ્ટાર્સ પણ છે.

02 March, 2024 11:37 IST | Mumbai | Nirali Kalani
ધ બિગનિંગ ફિલ્મ વિશે જાણો

મહિલાઓના હિતમાં એક નવી શરૂઆતનો પાયો નાખતી "ધ બિગનિંગ" ફિલ્મ

દુનિયામાં પરંપરાના નામે ઘણી એવી માન્યતાઓ છે, જેનું પાલન કરવું એ અનેક સવાલો પર વિચાર કરવા મજબુર કરે છે. એવી જ એક પ્રથા છે ફીમેલ જેનિટલ કટિંગ. દાઉદી બોહરા સમાજમાં આ પ્રથાને અનુસરવામાં આવે છે. આ પ્રથામાં છોકરીઓના ક્લિટોરલ હૂડને કાપી નાખવામાં આવે છે. FGC એટલે કે ફીમેલ જેનિટલ કટિંગની આ પરંપરા માત્ર ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં જોવા મળે છે. જોકે, આપણે કોઈ ધર્મની પ્રથા કે માન્યતાની વાત નથી કરવાની. પરંતુ એફજીએમ આધારિત બનેલી એક શોર્ટ ફિલ્મ વિશે જાણવાનું છે. એક એવી ફિલ્મ, જેમાં FGC બાદ છોકરીઓ કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. તેમજ નવી શરૂઆતનો એક વિચાર મુકી જાય છે. 

26 February, 2024 10:55 IST | Mumbai | Nirali Kalani
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ

Valentine`s Day 2024 : કેવી હોય આઇડિયલ ડેટ? તમારા ફેવરિટ સેલિબ્રિટી શું માને છે?

Valentine`s Day 2024 : બદલાતાં સમયની સાથે સાથે લોકો માટે પ્રેમની પરિભાષા પણ બદલાઈ છે અને પ્રેમ કરવાની રીત તો ખરી જ. હાથથી લખાતાં પત્રોની જગ્યા હવે ફોન અને લેપટૉપે લઈ લીધી છે તો અગાસી પર જઈ કોઈને ભનક પણ ના પડે એ રીતે ઈશારાની વાતચીત હવે `ડેટ`માં ફેરવાઈ છે. આજકાલ ડેટિંગનો કોન્સેપ્ટ ચલણમાં છે. આ ડેટને કેવી રીતે સ્પેશ્યલ બનાવવી એ વ્યક્તિગ રીતે બધાની અલગ પસંદ હોય છે. કોઈક માટે એક્પેન્સિવ રેસ્ટોરાંમાં કેન્ડલલાઈટ ડિનર બેસ્ટ ડેટ છે, તો કોઈક માટે પોપકૉર્ન સાથે ફિલ્મની મજા માણવી, કોઈક માટે દરિયાકિનારે બેસી પાણીના પ્રવાહ જેમ લાગણીની આપ-લે કરવી તો કોઈક માટે રોજિંદા વ્યવહારમાં થતી નાની-નાની વસ્તુઓનો સાથે આનંદ લેવો. જ્યારે પ્રેમ અને ડેટની વાત ત્યારે આપણને ફિલ્મી દુનિયા તરત જ યાદ આવે. પણ શું તમે જાણો છે કે આ ફિલ્મી દુનિયાના કલાકારો માટે પ્રેમ અને પ્રેમ વ્યક્ત કરવાની રીત કેવી છે? તો ચાલો આજે વેલેન્ટાઈન ડે પર જાણીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ માટે "આઇડિયલ ડેટ" એટલે શું?

14 February, 2024 04:50 IST | Mumbai | Nirali Kalani
જાવેદ અખ્તર

Javed Akhtar Birthday: `બહુત પહેચાન હૈ આસાન ઈસકી અગર દુખતા નહીં તો દિલ નહીં હૈ`

Javed Akhtar Birthday:હિન્દી સિનેમાના પીઢ લેખક-ગીતકાર જાવેદ અખ્તર આજે તેમનો 79મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લેખનના જાદુગર તરીકે જાણીતા જાવેદ અખ્તરે પોતાની કારકિર્દીમાં એકથી વધુ પટકથા અને ગીતો લખ્યા છે. જાવેદ અખ્તરને તેમની કાવ્ય શૈલી વારસામાં મળી હતી. તેમના પિતા જ્હોન નિસાર અખ્તર કવિ હતા અને માતા પણ પ્રખ્યાત ઉર્દૂ લેખિકા હતા. આજે જાવેદ અખ્તર ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી છે. આપણે તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો અને શાયરીઓ પર નજર કરીએ.

17 January, 2024 04:11 IST | Mumbai | Nirali Kalani
મુંબઈના આ સમાચારો રહ્યાં ચર્ચામાં

Year Ender 2023: મુંબઈમાં એપલનું આગમન, અજિત પવારનો બળવો અને મુકેશ અંબાણીને ધમકી

આ વર્ષે મુંબઈ અનેક સારી અને નરસી ઘટનાઓને લઈ ચર્ચામાં રહ્યું છે. મુંબઈમાં ભારતનો પ્રથન એપલ સ્ટોર ખુલ્યો તો બીજી બાજુ અજિત પવારના બળવાને રાજકારણમાં ઊથલપાથલ જોવા મળી. જાણીએ વર્ષ 2023ની કેટલીક નોંધનીય ઘટનાઓ વિશે..  

31 December, 2023 04:13 IST | Mumbai | Nirali Kalani
મુંબઈના ગુજરાતી શિક્ષક પલ્લવી ભટ્ટે રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં લીધો ભાગ

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં મુંબઈના આ ગુજરાતી શિક્ષકે લીધો ભાગ

શૈક્ષણિક ક્ષેત્રના વિકાસમાં શિક્ષકોની શું ભૂમિકા હોય છે આપણે બધા જાણીએ છીએ. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે. ગૂગલના જમાનામાં શિક્ષક વિદ્યાર્થીઓને સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે. બદલાતાં સમય સાથે શિક્ષણ વિદ્યાર્થીના સંબંધો અને ભણાવવાની રીત પણ બદલાઈ છે. ત્યારે ઉત્તરાખંડના નૈનિતાલમાં રાષ્ટ્રીય શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ રાજ્યોના શિક્ષકો એકઠાં થયા હતાં. આ અધિવેશનમાં મુંબઈ મહારાષ્ટ્ર તરફથી ગુજરાતી શિક્ષિકા પલ્લવી ભટ્ટ સામેલ થયા હતાં. 

15 December, 2023 10:50 IST | Mumbai | Nirali Kalani
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK