માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ 2024માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે.`Men For Women`માં આજે આપણે વાત કરીશું એક એવા કલાકાર અને શિક્ષકની, જેઓ મહિલાઓને લેખન, અભિનય અને વિવિધ કળાત્મક ક્ષેત્રે માર્ગદર્શન પુરું પાડી પીઠબળ બનીને કામ કરી રહ્યા છે. ખરા અર્થમાં મહિલાઓના પથદર્શક તરીકે અડીખમ ઉભા રહી તેમને સતત પ્રોત્સાહન પુરું પાડનાર કવિત પંડ્યા વિશે વાત કરીએ.
11 March, 2024 04:12 IST | Mumbai | Nirali Kalani