આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. 14મી મેના રોજ `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે આપણે અભિનય ક્ષેત્રની એ માતાઓ વિશે જાણીશું જે એક મા તરીકે ઘરની રાણી છે તો બીજી બાજુ અભિયન ક્ષેત્રની મહારાણી છે. આજે આપણે વાત કરીશું હેલ્લારો, ૨૧મું ટિફિન, રાડો અને વશ જેવી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રી નીલમ પાંચાલ (Niilam Paanchal) વિશે.
11 May, 2023 06:25 IST | Mumbai | Karan Negandhi