બૉલિવુડને બૉયકૉટ કરવાના દેકારા ભલે થતા હોય પણ જ્યારે પણ બૉલિવુડને લગતી કોઇપણ બાબત હોય ત્યારે તેમાં રસ લેનારાઓનો આંકડો પણ મોટ્ટોમસ હોય છે. નેટફ્લિક્સ (Netflix) પર થોડા દિવસો પહેલાં રિલીઝ થઇ છે ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઑફ બૉલિવુડ વાઇવ્ઝ’ની બીજી સીઝન (Fabulous Lives of Bollywood Wives Season 2). હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પરિવારોના આ ચહેરા પહેલી સિઝન પછી લોકોની ચર્ચાનો ભાગ બન્યા હતા. આ ચાર ચહેરાઓમાંથી એક છે નિલમ કોઠારીનો (Neelam Kothari) જેની ક્યૂટનેસના દિવાનાઓનો આંકડો અધધધ છે તેણે લગ્ન કર્યા છે એક્ટર સમીર સોની (Sameer Soni) સાથે અને આ ગ્રૂપમાં તે એક માત્ર અભિનેત્રી છે. સીમા સજદેહ (Seema Sajdeh) જે સલમાન ખાનના નાના ભાઇ સોહેલ ખાનની (Sohail Khan) એક્સ વાઇફ છે તે પણ આ સિરીઝનો હિસ્સો છે. એક્ટર સંજય કપૂરની (Sanjay Kapoor) પત્ની મહીપ કપૂર (Maheep Kapoor) અને સાથે અનન્યા પાંડેની (Ananya Pandey) મમ્મી એટલે કે એક્ટર ચંકી પાંડેની (Chunkey Panday )પત્ની ભાવના પાંડે (Bhavana Panday). જાણીએ આ ચારેય હૉટ મોમ્સને જે તેમની ચાળીસીની મધ્યે કાં તો ઉત્તરાર્ધમાં છે પણ તેમના સ્વેગ, સ્ટાઇલ, ફેશન અને નખરાની જેટલી વાત થાય એટલી ઓછી છે. (તસવીરો - ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ)
06 September, 2022 06:20 IST | Mumbai